SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ અભયકુમાર ચરિત્ર ૨૩૦ ભમે છે. ૪૦. જેમ ભિલ્લો મોતીને છોડીને ચણોઠીને લાવે છે તેમ અજ્ઞાનીઓ નીલમણિને છોડીને કાચને લાવે છે. ૪૧. જેમ નિર્ભાગ્ય કલ્પવૃક્ષને છોડીને લીંબડાને સેવે છે તેમ મૂર્ખાઓ અમૃતને છોડીને વારંવાર ઝેરને પીએ છે. ૪૨. આ પ્રમાણે જ શુદ્ધ ધર્મ આપનાર ગુરુને છોડીને સરખા વેશથી ભ્રમિત થયેલ જડો કુગુરુને સેવે છે. ૪૩. જેમ હંસ પાણીમાંથી દૂધને ગ્રહણ કરે તેમ ભિન્ન પ્રકારના કુગુરુની મધ્યમાં રહેલા સુગુરુને ઓળખીને પંડિતો સદ્ગુરુને મેળવે છે. ૪૪. હે જનો! આ રીતે ધર્મનો ઉપદેશક દુર્લભ છે. આથી શુદ્ધ ધર્મોપદેશકને મેળવીને હંમેશા તેના વચનને સાંભળો. ૪૫. ભવ્યોએ બાર પ્રકારની ભાવના ભાવવી જોઈએ. અહો! જેમ મંત્રના ધ્યાનથી વિષનો નાશ થાય છે તેમ ભાવનાના ભરથી પાપનો નાશ થાય છે. ૪૬. અરીસા ભવનમાં રહેલ ભરત ચક્રવર્તીની જેમ દાન વિના, શીલ વિના, તપશ્ચરણ વિના વિશુદ્ધ ભાવના ધર્મના પ્રભાવથી જીવો ઘાતિકર્મનો નાશ કરીને કેવળ જ્ઞાનને મેળવે છે. ૪૮. તેથી હે ભવ્યો ! ભાવ ધર્મમાં આદર કરો. એવો કોણ છે જે કોમળ (સરળ) ઉત્તમ ઉપાયમાં આદર ન કરે? ૪૯. આ પ્રમાણે સ્વામીની દેશનાથી ઘણાં ભવ્યજીવો બોધ પામ્યા કેમકે સૂર્યના ઉદયમાં કમળો ખીલે છે જ. ૫૦. આ બાજુ અવસર પામીને કૃતપુણ્ય અંજલિ જોડીને ભગવાનને વિનંતિ કરી. બુધ અવસરને જાણીને બોલે છે. ૫૧. હથેળીમાં રહેલ આમળાની જેમ સમસ્ત ત્રણ ભુવનને જાણનાર હે પ્રભુ! મેં પૂર્વભવમાં શું શુભાશુભ કર્યું છે પર. જેમ વાદળથી ઢંકાયેલ સૂર્યનો તડકો, તૂટક તૂટક થાય તેમ મને ભોગો અંતરાયપૂર્વકના થયા. પ૩. કોઈકે પૂર્વભવના યોગથી અથવા બીજા કોઈ કારણથી મને ભક્તિ આદિથી સુંદર આ સાતપત્ની થઈ છે. ૫૪. મંથન કરાતા સમુદ્રના નાદ જેવા ગંભીર નાદથી પ્રભુએ કહ્યું – એક નગરમાં સૂરાદિત્ય નામનો ગૃહસ્થ થયો. ૫૫. શીલરત્નથી વિભૂષિત રત્ના નામની તેને સ્ત્રી હતી. તેને પ્રસન્ન મુખવાળો પ્રસન્નાદિત્ય નામનો પુત્ર થયો. ૫૬. પ્રચંડ પવનથી હણાયેલ દીપક જેવું આ જીવલોકનું ચંચળપણું હોવાથી સૂરાદિત્ય મૃત્યુ પામ્યો. પ૭. આજીવિકાથી સીદાતી તેની સ્ત્રીએ પર ઘરમાં ખાંડવું, પીસવું, પાણી ભરવું, લીંપવું વગેરે કાર્યો કર્યા. ૫૮. તેના પુત્રે લોકોના વાછરડા ચાર્યા. નહીં ભણેલા બાળકોને આ રીતે આજીવિકા મળે છે. ૫૯. એકવાર નગરમાં ભૈરવીભક્ષણ' ઉત્સવ પ્રવર્યો જેમાં કૃપણ લોક તેવા ભોજનના સ્વાદને અનુભવી શકે. ૬૦. સમાન વયના બાળકોને પાયસનું (ખીરનું) ભોજન કરતા જોઈને વત્સપાલક બાળકે માતાની પાસે ખીરની માગણી કરી. ૬૧. માથારૂપી કમળને ધુણાવતા (અર્થાત્ અતિ આનંદથી) બાળકો કોઈક રીતે સ્વાદિષ્ટ પાયસ (ખીરનું) ભોજન કરે છે. હે માતા ! મને પણ તે આપ. ૬૨. પછી આ પતિની સંપત્તિને યાદ કરતી ઘણી રડી. સાક્ષાત્ જાણે દુ:ખના બુંદ ન હોય તેવા ઘણાં આંસુને સાર્યા. ૬૩. આણીએ પુત્રને કહ્યું તું મારી પાસે પાયસને માગે છે પણ ખાલી ઘરમાં કયાંય ચોખાને પણ જુએ છે? ૬૪. હે પુત્ર! રાબ પણ આપણને મોટા કષ્ટોથી મળે છે તે પણ સમયસર ન મળે તો ખીર તો કયાંથી મળે? ૬૫. આ લોક પુણ્યશાળી છે તેથી તેઓને એવું ભોજન ઉચિત છે પણ તે પુત્ર ! ગળું પકડીને બહાર કઢાયેલ ભાગ્યવાળા આપણને શું તેવું ભોજન મળે? ૬૬. પછી પડોશણોએ આવીને પુછ્યું : હે બાઈ ! તું શા માટે રડે છે તે સાચું કહે. ૬૭. આણે કહ્યું હે ભગિનીઓ! પુત્ર ખીર માગે છે પણ એને ખબર નથી કે હું કેવી રીતે ઘર ચલાવું છું. ૬૮. તેનું વચન સાંભળીને પાડોશણો તેના દુઃખે ઘણી દુઃખી થઈ. તેથી તેઓ ૧. ભૈરવીભક્ષણ ઉત્સવઃ જે ઉત્સવમાં ખીર બનાવીને ભોજન કરાય એવો ઉત્સવ
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy