SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ-૭ ૧૭૧ છે. ૩૩. મેં વિચાર્યું. મારું સાધ્યસિદ્ધ થયું છે. સવારે હું ઉજ્જૈની નગરીમાં જઈશ. ૩૪. હમણાં હું મગધસેનાના નૃત્યને જોઉં. પ્રયોજન સિદ્ધ થયે છતે રહેનારાઓને પછીથી શાંતિ રહે છે. ૩૫. કોઈ મને ઓળખી ન જાય એવી રીતે તેની સભામાં રહ્યો. દુર્જન હોય કે સજ્જન હોય પણ આનંદનો પ્રસંગ ચાલતો હોય ત્યારે કોણ ઓળખવાનો પ્રયત્ન કરે ? ૩૬. હું મગધસેનાને એકીટસે જોઈ રહ્યો. પણ જો જિનમૂર્તિના દર્શનમાં આ પ્રમાણે દષ્ટિ સ્થિર થઈ જાય તો શું સિદ્ધ ન થાય? ૩૭. તેના નૃત્યના કૌશલને કારણે ભવ્ય સંગીતનો જલસો થયો. વસ્ત્ર ઉપર ભાત કરવામાં આવે તો શું ન શોભે? ૩૮. તેના વિજ્ઞાનના અતિશયને જોઈને ખુશ થયેલ રાજાએ કહ્યું : હે નર્તકી! તારું નૃત્ય સુંદર છે કલાથી કોણ ખુશ નથી કરાતો? ૩૯. હે કલાકૌશલની ભંડાર નર્તકી ! તારું નૃત્ય સુંદર છે. મન ઈચ્છિત વરદાન માંગ કલાથી શું પ્રાપ્ત ન કરાય? ૪૦. તેણીએ કહ્યું હે દેવ! તમારું વરદાન થાપણમાં રહેવા દો. સમયે હું માગીશ. થાપણમાં મૂકેલું શુભ હોય છે. ૪૧. એમ બીજીવાર ખુશ થયેલ રાજાએ વેશ્યાને કહ્યું ઃ વરદાન માગ. તેણીએ પણ બીજું વરદાન થાપણ રાખ્યું. ૪૨. ફરી પણ ખુશ થયેલ રાજાએ ત્રીજું વરદાન આપ્યું. કૈકેયીની જેમ પણાંગનાએ તેને પણ થાપણમાં મુક્યું. ૪૩. જો મારો પ્રિય અહીં સભામાં રહેલો હશે તો મને ઉતર આપશે એમ સમજીને વિદુષીમાં શિરોમણિ વેશ્યાએ મને જાણવાને માટે હું સભામાં છું કે નહીં તે જાણવાને માટે) આ પ્રમાણે બોલી : ૪૪. મૃગના પુચ્છના આમિષનો ચોરનાર, ચૂડામણિનો લેનાર, તથા ઉત્કૃષ્ટ કાર્ય કરનાર મારો જીવિતદાતા જ સભામાં રહેલો હોય તો વર્ષાકાળમાં વાદળમાંથી મુક્ત કરાયેલ સૂર્યની જેમ પ્રગટ થાય. ૪૬. મેં કહ્યુંઃ હે પ્રિયા ! હું રંગભૂમિમાં સ્થાન મેળવીને બેઠો છું. હે પ્રિયવાદિની તને જે ઈષ્ટ હોય તે કહે. ૪૭. તેણીએ રાજાને કહ્યું ઃ આ મારો જીવિતદાયક છે, જેણે ઊંદરડીની જેમ મને ખેચર પાસેથી છોડાવી છે. ૪૮. તેથી હે દયાસિંધુ! મારા પ્રથમ વરદાનથી આજ મારો પતિ થાય. હે રાજન! વેશ્યા એવા નામથી મારે સર્યું. ૫૦. હે અભયકુમાર ! તારા પિતાએ આ સર્વ સ્વીકાર્યું કારણ કે મહાપુરુષોનું વચન એક જ હોય છે. ૫૧. સંગીતનો કાર્યક્રમ પૂરો થયા પછી રાજા ત્યાંથી ઉભો થયો. બાકીના લોકો પણ યથાસ્થાને ગયા. પર. જેમ સતાવેદનીય પ્રકૃતિ જીવને સુખમાં લઈ જાય તેમ આનંદના પૂરને ધારણ કરતી તે મને પોતાના ઘરે લઈ ગઈ. પ૩. તેની સાથે રહેતા મેં નવા નવા મુખ્યગીતોથી દરરોજ સ્વર્ગના સુખની જેમ શરીરથી સુખ અનુભવ્યું. ૫૪. તે રીતે સુખને અનુભવતો હોવા છતાં મેં શ્રીમતીને યાદ કરી. ઘીને પીવડાવાતો છતાં પણ મત્તપુરુષ બત્કારને કરે છે. પ૫. મેં પણાંગનાને કહ્યું : હે પ્રિયા ! મારા ઘણાં દિવસો પસાર થઈ ગયા છે. મને અત્યંત અશાંતિ થઈ છે. શ્રીમતી શું કરતી હશે? ૫૬. જો તું મને ખુશ થઈને રજા આપે તો હું જાઉં નહીંતર નહીં વિચક્ષણોએ બંનેને સંમત કાર્ય કરવું જોઈએ. ૫૭. શ્રીમતી ધૂર્તા આને સાચે જ અવશ્ય દુઃખી કરશે એમ વિચારતી તેણીએ મને કહ્યું ઃ ૫૮ જો તમારે અવશ્ય જવાનું હોય તો મને પોતાની સાથે લઈ જાઓ દેવમૂર્તિ વિના ક્યારેય પણ દેવગૃહ હોતું નથી. ૫૯. મેં કહ્યુંઃ જો તારે મારી સાથે આવવું છે તો તે રાજાની રજા લઈ લે. અન્યને આધીન પણ વસ્તુ ન લેવી જોઈએ તેમાં પણ રાજાને આધીન વિશેષથી ન લેવું જોઈએ. ૬૦. પણાંગનાએ રાજકુળમાં જઈને રાજાને વિનંતી કરી કે હમણાં ત્રીજા વરદાનનો અવસર ઉપસ્થિતિ થયેલ છે તે મને આપો. ૬૧. વિના સંકોચે વરદાન માગ એમ રાજાએ કહ્યું. તારા પિતાની (શ્રેણિક રાજાની) જીભ કયારેય નીતિને ઠુકરાવતી નથી. ૨. તેણીએ રાજાને જણાવ્યુંઃ મારો પતિ હમણાં નગરીમાં જવા ઈચ્છે છે ૬૩. હે નાથ ! તમારી આજ્ઞાથી હું તેની સાથે જવા માંગું છું. શું વેશ્યા કુલવધૂ કરતા હલકું
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy