SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ અભયકુમાર ચરિત્ર ૨૩૪ આપવું. વ્યાજ થોડું ઓછું મળતું હોય તો પણ થાલ (વસ્તુ ગીરવે રાખીને) ઉપર આપવું. ૫૮. જ્ઞાન-દર્શન– ચરિત્રને વધારનારું, શાસનની ઉન્નતિ કરનારાં દેવદ્રવ્યનું ભક્ષણ કરતો જીવ અનંત સંસારી થાય છે. ૫૯. કહ્યું છે કે– સાધ્વીના શીલનો ભંગ, દેવદ્રવ્યનું ભક્ષણ, ધર્મનો ઉડાહ (ઉસૂત્ર ભાષણ) અને ઋષિનો ઘાત એ ચાર કારણોથી જીવનો બોધિનો ઘાત થાય છે. ૬૦. દેવદ્રવ્યનો ભક્ષક જીવ દરેક ભવમાં લાંબા કાળ સુધી વારંવાર ભૂખ અને તરસના દુઃખો સંકાશ શ્રાવકની જેમ સહન કરે છે. ૬૧. તે આ પ્રમાણે સંકાશ શ્રાવકનું દષ્ટાંત આ જ (જંબદ્વીપના) ભરત ક્ષેત્રમાં કેવળીની જેમ ઘણાં યોગોથી યુક્ત ઘણાં દેશોથી પૂર્ણ સદા સ્થિર, અપ્સરા અને દેવોના વિમાનો તથા મુનિઓથી ભરપૂર અમરાવતી સમાન ગંધિલાવતી નગરી છે. ૬૩. તેમાં જાણે સાક્ષાત્ દેવલોકમાંથી વિમાન ન અવતર્યુ હોય એવું શક્રાવતાર નામનું જિનમંદિર હતું. ૬૪. તે મંદિરમાં લગભગ બધા લોકો પૂજન અને વંદન માટે આવતા હતા કેમકે ગંગા નદી કોઈના પિતાની નથી. ૫. તેમાં આનંદ શ્રાવકની સમાન પાપનાશક સંકાશ નામનો શ્રાવક રહેતો હતો. ૬. તે તત્ત્વજ્ઞ, સમ્યગ્દષ્ટિ, બારવ્રતધારી, દાન-શ્રદ્ધા-તપ અને શીલવાન, ત્રિકાળ, દેવપૂજક ઉભયતંક પ્રતિક્રમણ કરનાર હતો. ૬૭. આજે તે દેવગૃહમાં નામ લખવા વગેરેનું કામ કરતો હતો. વ્યાજે પૈસા આપવા વગેરે ઉપાયોથી તેણે દેવદ્રવ્યની વૃદ્ધિ કરી. ૬૮. આ પ્રમાણે વહીવટ કરતા તેના કાર્યમાં કોઈએ અવિશ્વાસ કે શંકા ન કરી. કારણ કે ભવિતવ્યતા તેવી જ હતી. શુદ્ધસ્ફટિક સમાન આ સંકાશે એકવાર દેવદ્રવ્યને ગ્રહણ કર્યું. હું માનું છું કે મહાવિષધર કાળા સાપને પકડ્યો. ૭૦. કામ પતી ગયા પછી પણ તેણે દેવદ્રવ્ય પરત ન કર્યું. આથી દેવદ્રવ્યની વ્યવસ્થામાં ત્રણ–ચારને રાખવા જોઈએ. એકલાને ન સોંપવું જોઈએ ૭૧. તેણે દેવદ્રવ્યના ભક્ષણની નિંદા કે ગઈ કંઈપણ ન કરી. સ્વાદને મેળવનારી તે પાપીની જીભે ત્યારે કંઈ પણ ન ગણકાર્યું. ૭૨. એકવાર દુષ્કર્મની આલોચના કર્યા વિના મરણ પામ્યો. મરણ અને જન્મ પ્રાણીઓને સહચારી હોય છે. ૭૩. અસંખ્યાત કાળ સુધી આપણે દરેક ભવમાં દુઃખ સહન કર્યું. મંદાગ્નિને જેમ ભોજ્ય દુર્જર (ન પચે તેવું ભોજન) છે તેમ દેવદ્રવ્યના ભક્ષકને દેવદ્રવ્યનું ભક્ષણ પચવું દુર્લભ છે. ૭૪. તે આ પ્રમાણે. અરેરે ! તારા ગળામાં દેવદ્રવ્ય ગયેલું છે. એમ અત્યંત યાદ દેવડાવતા પરધામી દેવો વડે મોટેથી રડતો હોવા છતાં બળાત્કારે તપેલા સીસાનું પાન કરાવાતો, ભેદ–બંધન–વધ-છેદ-શેકન, સ્ફોટન વગેરે પીડાઓને તથા તપ્ત લોખંડની પુતળીઓની સાથે આલિંગન કરાવતા કુંભીપાકાદિથી પીડાતા આણે નરકમાં મહાદુઃખોને સહન કર્યા. ૭૭. ત્યારપછી દેવદ્રવ્યભક્ષણના પાપથી આ તિર્યંચયોનિમાં ઉત્પન્ન થયો ત્યારે માતાના સ્તનમંડલમાંથી દૂધ નાશ પામ્યું.૭૮. પછી ભુખ અને તરસથી પીડાયેલ આ ઘણીવાર મર્યો. કોઈ ભવમાં, પોષણ મળવાથી તે યુવાવસ્થાને પામ્યો ત્યારે તે ભવમાં કયારેક અગ્નિથી કયારેક જાર પુરુષથી ક્યારેક પાપી શિકારીઓથી મરાયો. ૮૦. કયારેક જેઠ મહિનામાં તરસથી પીડાયેલ આ મારવાડની અંદર જયપુરની ભૂમિ ઉપર નિર્દય પુરુષો વડે વહન કરાયો. (અર્થાત્ ગાડાદિમાં જોડાયો) ૮૧. લાકડીના મારથી અને વિવિધ પ્રકારના આરના વેધથી તે વ્યથાને પામ્યો. દેવદ્રવ્યના ભક્ષણથી આ વરાકડાએ ઘણું સહન કર્યુ. ૮૨. મનુષ્ય ભવમાં પણ દારિદ્રય, વિષાદ, ચિંતા, સંતાપ, શોક વગેરેએ તેનું અનેકવાર ભક્ષણ
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy