SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ-૯ ૨૩૫ કર્ય. ૮૩. સ્વર્ગમાં ઉત્પન્ન થયેલ આણે આભિયોગિક દેવપણું મેળવ્યું. ત્યાં પણ બીજા દેવોની મનોહર સંપત્તિને જોઈને ઈર્ષ્યા, વિષાદ, માત્સર્ય, ક્રોધ, લોભાદિથી પીડાયો. અલ્પઋદ્ધિ અવિવેકીઓની આવી રીતિ છે. ૮૫. જેમ પર્વત ઉપરથી વહેતી નદીના પથ્થરો ઘસાઈને ગોળ બને છે તેમ એ પ્રમાણેના દુઃખના ઉપભોગથી તેનું કર્મ પાતળું પડ્યું. ૮૬. આ જંબુદ્વીપમાં બીજા નગરની રમ્યતાના અભિમાનરૂપી કફનો નિગ્રહ કરનાર નાગર (સૂંઠ) સમાન તગરા નામની નગરી હતી. ૮૭. દેવભવમાં પોતાના પુણ્યકર્મના વધેલા અલ્પ અંશના પ્રભાવથી તે તગરા નગરીમાં કુબેર સમાન શ્રેષ્ઠીનો પુત્ર થયો. ૮૮. પુત્રના કર્મના ઉદયથી તેનો પિતા પણ દરિદ્ર થયો. કેમકે ઉગ્રકર્મોની પાસે બીજા કર્મો ટકતા નથી. ૮૯. સર્વ નિર્ભાગ્યોમાં શિરોમણિ આને ધિક્કાર થાઓ કારણ કે આનો જે દિવસે જન્મ થયો તે પછી થોડા દિવસોમાં પિતા પણ નિર્ધન થયો. ૯૦. પછી સર્વ લોકોએ તેની ઘણી નિંદા કરી. પડેલા ઉપર કોણ કોણ પાટું નથી મારતા? ૯૧. ધનના દુઃખથી બળેલો તેનો પિતા મરણ પામ્યો. ખરેખર તેના પાપ ઉપર કલગી લાગી. ૯૨. પોતાના પાપકર્મથી હણાયેલ તેણે જે વ્યવસાયો કર્યા તેનું તેણે અવકેશીના વૃક્ષની જેમ પૂરું ફળ ન મેળવ્યું. ૯૩. નીચ કર્મ કરવા છતાં તેણે પેટપૂરતું ન મેળવ્યું. અંદર ક્રૂર કર્મનો ઉદય હોય ત્યારે બાહ્ય કર્મો શું કરી શકે? ૯૪. હવે દુઃખથી બળેલા તેણે વિચાર્યુંઃ પૂર્વ જન્મમાં મેં એવું ક્રૂર કર્મ કર્યું છે જેથી તૃપ્તિ (સંતોષ)નું સુખ મળતું નથી. અર્થાત્ શાંતિ મળતી નથી. ૯૫. કેટલાક પીડા વગર ધનને ઉપાર્જન કરનારા પુણ્યશાળીઓ પોતાના સર્વપણ ભાઈઓને ધનથી પોષે (પુષ્ટ કરે) છે. ૯૬. પુણ્ય વિનાના મારું પોતાનું એક પેટ આગળથી અને પાછળથી ભેગું થઈને કેમ રહે છે? અર્થાત્ મારો પેટનો ખાડો પૂરાતો નથી. ૯૭. કૂતરો પણ રોજ પોતાનું પેટ ભરે છે. અભાગ્યના નિધાન મારે ત્રીજા અડધા દિવસે (અર્થાત્ અઢી દિવસ પછી) પેટ પૂરણ ન થયું. ૯૮. તથા આને કોઈક એવું ભુખનું દુઃખ ઉપડ્યું જેથી પ્રાણ ત્યાગની વાંછાવાળો થયો. ૯૯. અને આ બાજુ ભવ્ય જીવોના ભાવ રોગનાં ચિકિત્સક કેવલી ભગવંત તે નગરીમાં આવ્યા. તેથી લોકો તેને વંદન કરવા માટે સતત ગયા. શું સૂર્યના ઉદયમાં કમલનો સમૂહ વિકાસ ન પામે? ૧૦૦૧. નજીકમાં કલ્યાણ પામનારો તે પણ કેવલી વિશે ઉત્કંઠિત થયેલો વંદન કરવા ગયો. કેમકે ભાવિમાં જેનું કલ્યાણ થવાનું હોય તેઓને તીર્થયાત્રામાં મનોરથ થાય. ૧૦૦. ભક્તિથી નમીને લોક યથાસ્થાને બેઠો. પછી પ્રતિબોધ કરવાના ભાવથી કેવલીએ ધર્મદેશના આપી. ૩. જન્મ-મરણ-દારિદ્રય-રોગ-શોકાદિ ઉપદ્રવો લોભાદિક મહાપાપમાંથી જ ઉત્પન્ન થાય છે. ૪. તો પણ લોભ નામના કુગ્રહથી ડંસાયેલા જીવો મહાપાપને આચરતા કંઈ પણ ગણકારતા નથી. ૫. જીવોને જે કંઈ દુઃખ આવે છે તે લોભને કારણે છે અને જે કંઈ સુખ આવે છે તે સંતોષના કારણે છે. ૬. તેથી બુદ્ધિમાનોએ લોભને છોડીને સંતોષમાં રમણતા કરવી જોઈએ. માનસરોવરમાં વસતા હસો શું ખાબોચિયામાં રમણ કરે? ૭. તુરત જ પ્રસંગને પામીને શ્રેષ્ઠીપુત્ર વિનંતી કરી કે હે નાથ ! પૂર્વભવમાં મેં શું દુષ્કૃત કર્યું છે જેના વશથી હે જગન્નાથ! જેમ જાતિ અંધ મનુષ્ય દિવસે કે રાત્રે ન જોઈ શકે તેમ મેં સુખનો અનુભવ ન કર્યો. ૯. સર્વભાવોને સાક્ષાત્ જોનારા કેવલીએ સંકાશ શ્રાવકના ભવથી માંડીને બધા ભવોનું વર્ણન કર્યું. ૧૦. વીતરાગ કેવલીની પાસે ભવો સાંભળીને તે વૈરાગ્ય પામ્યો એમાં શું આશ્ચર્ય હોય? ૧૧. અહોહો! ધૃષ્ટ, દુષ્ટ, પાપિઇ દુરાત્માએ મેં સંકાશના ભવમાં દેવદ્રવ્યનું ભક્ષણ કર્યું. ૧૨. સુંદર સાધુ અને શ્રાવકની
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy