SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ-૭ ૧૪૭ રાજકુળમાં ગયા હતા તો પણ તેની બદલીમાં હજાર કે સો પણ ન મળ્યા. ૩૧. જો ન્યાયવાન શ્રેણીક રાજા પણ આવું કરે તો બીજા ધનલોભી રાજાઓ શું કરશે? ૩૨. જ્યાં હાથીઓને કેડ સમાન પાણી હોય ત્યાં ગધેડાઓનો સ્વર્ગવાસ થાય છે એ સુનિશ્ચિત છે. ૩૩. અથવા આ રાજા સારો જ છે જે આપેલું પાછું લેતો નથી કારણ કે આ કલિકાળમાં એવા કેટલાક હોય છે કામ પતી જાય એટલે આપેલું પાછું આંચકી લે છે. ૩૪. કેટલાક કૃતન પાપ બુદ્ધિઓ ઉપકારી ઉપર ફક્ત ઉદાસીન નથી બનતા પણ જેમ શિકારીઓ હરણને જાળમાં ફસાવે છે તેમ ઉપકારીને વિવિધ પ્રકારના મોટા સંકજામાં નાખે છે. ૩૬. તેથી આપણે સારા છીએ કેમકે આપણને મળેલું ધન પાછું ન લઈ લીધું. જેઓ મૂળ મૂડીને ગુમાવતા નથી તેઓ પુણ્યશાળી કહેવાય. ૩૭. એમ વિચારી તેના પુત્રો પોતાના કાર્યમાં લાગી ગયા. કેમકે વ્યાપારથી જ કાર્યની સિદ્ધિ થાય છે પણ ચિંતવનથી નહીં. ૩૮. આ બાજુ મણિકાર આર્તધ્યાનમાં ડૂબીને મર્યો અને વાનરના ભવમાં ઉત્પન્ન થયો. વિરલ જીવોને શુભ ગતિ થાય છે. ૩૯. યૌવન વયને પામેલો વાંદરો આખા નગરમાં ભમ્યો. પવનની જેમ વાંદરાઓ ક્યાંય પણ એક સ્થાને રહેતા નથી. ૪૦. જેમ જુગારમાં સોગઠી પોતાના ઘરમાં જાય તેમ લોટ માગતા બ્રાહ્મણની જેમ ઘરે ઘરે ભમતો વાંદરો પોતાના ઘરે પહોંચ્યો. ૪૧. ઘરને તથા વિકસિત થયેલ છે નેત્રરૂપી કમળ જેઓનું એવા સ્વજન વર્ગને વારંવાર જોઈને વાંદરાએ ચિત્તમાં વિચાર્યુઃ ૪૨. મેં પૂર્વે આ સર્વને કોઈ સ્થાનમાં જોયું છે જેમ અભ્યાસુ ગ્રંથને યાદ ન કરી શકે તેમ હું યાદ નથી કરી શકતો.૪૩. એમ ઈહાપોહને કરતા તેણે બે આંખ મીંચી. જેમ લુચ્ચો સજનની લક્ષ્મીને જોઈને ક્ષણથી પડે તેમ મૂચ્છથી પડ્યો. ૪૪. વાંદરાને મૂચ્છિત થયેલો જાણીને તેના પુત્રોએ વિચાર્યું આણે અભિલાષ દષ્ટિથી આપણને ઘણીવાર સુધી જોયા કર્યુ છે. ૪૫. આપણને જોઈને આ કોઈક કારણથી જેમ આતુર પિત્તના ઉદ્ગથી પડે તેમ આ ગાઢ મૂચ્છ પામ્યો છે. ૪૬. તેઓએ ભાઈની બુદ્ધિથી ઠંડા પાણીના સિંચનપૂર્વક સારા તાલના પંખાથી વારંવાર વિઝયો. ૪૭. ચેતના પ્રાપ્ત કરીને વાંદરો જલદીથી ઊભો થયો. આથી જ સાચું કહ્યું છે કે વાયુ અને પાણી જગતના પ્રાણ અને જીવન છે. ૪૮. જેમ મંગો અને બહેરો પોતાની ઓળખ આપવા માટે અક્ષરો લખે તેમ જાતિસ્મરણ જ્ઞાન પામેલા વાંદરાએ પોતાની ઓળખ આપવા ભૂતલ ઉપર અક્ષરો લખ્યા. ૪૯. હારને સાંધી આપનારો હું તમારો પિતા છું. કર્માનુસાર હું આવી ગતિમાં ઉત્પન્ન થયો. ૫૦. તે જાણીને તેઓએ વિચાર્યુઃ વિવિધ પ્રકારની કુયોનિમાં લઈ જઈને સર્વ પ્રાણીઓને વિડંબના કરનાર કર્મનાવિલાસને ધિક્કાર થાઓ. ૫૧. આ જીવ દેવ થઈને પણ ક્યારેક નારક થાય છે. એક છત્રી રાજા થઈને રંક થાય છે. પર. સકલ શાસ્ત્રોને જાણ્યા પછી પણ મૂર્ણ થાય છે. ચતુર્વેદી બ્રાહ્મણ થઈને પછી લોકમાં ફરનારો થાય છે. પ૩. કામદેવ જેવો રૂપવાન થઈને પછી બેડોળ બને છે. પોતાને અત્યંત પવિત્ર માનતો વિષ્ઠામાં કૃમિરૂપે ઉત્પન્ન છે. ૫૪. સંસારનો આવો સ્વભાવ જોઈને પણ જીવો જેમ મળમાંથી કૃમિઓ નીકળવા માગતા નથી તેમ સંસારમાંથી નીકળવા ઈચ્છતા નથી. પ૫. જેમ કાયરો યુદ્ધ માટે તૈયાર થતા નથી તેમ શારીરિક-માનસિક અનેક દુઃખોના કંદ માટે દાવાનળ સમાન ધર્મમાં પણ ઉધત થતા નથી. ૫૬. આ પ્રમાણે પુત્રો વિચારે છે ત્યારે ફરીથી તેણે અક્ષરો લખ્યા કે બાકીના પચાસ હજાર લેવાના હતા તે મળ્યા કે નહીં ? પ૭. ખેદિત થયેલા તેઓએ પણ વાનરને કહ્યું કે અમે બધું મેળવ્યું એમ અંગૂઠાને નાક ઉપર રાખીને બતાવ્યો. ૫૮. તમારા વિના રાજાએ એક કાણી કોડી આપી નથી. જીવોને બે આંખની જ શરમ
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy