SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ અભયકુમાર ચરિત્ર ૧૪૮ હોય છે. ૫૯. તેને સાંભળીને વાનરે રાજા ઉપર ઘણો ક્રોધ કર્યો. કંઈ મળે કે ના મળે પણ નબળાને ક્રોધ ઉત્પન્ન થાય છે. ૬૦. હાર મેળવવાની ઈચ્છાથી વાંદરો વધારે પડતો અંતઃપુરની નજીકમાં ફરવા લાગ્યો. સ્થાને કે અસ્થાને જવામાં તિર્યંચોને કોઈ રોકતું નથી. ૬૨. એકવાર હાર-કંડલ-કેયૂર વગેરે આભૂષણથી ભૂષિત ચેલુણા દેવી રાજહંસની જેમ સગતિથી ચાલતી ક્રીડા કરવા દાસની સાથે અશોક વનમાં ગઈ. ચંદ્રરેખા (કલા) પણ સદા અનેક કલાવાળી રહેતી નથી. ૬૪. જાણે કૃપા ન કરતી હોય તેમ જલક્રીડા કરવા ઉતરતી રાણીએ સર્વ પણ દાગીના દાસીના હાથમાં આપ્યા. ૬૫. હારને વસ્ત્રમાં વટીને દાસી અશોકવૃક્ષની નીચે ઉભી રહી. લોક પૂજ્યની જેમ પૂજ્યની વસ્તુને માથે ચડાવે છે એમ અમે માનીએ છીએ. ૬૬. જાણે જળમાં પડેલા પોતાના પ્રતિબિંબને ભેટવા ન ઈચ્છતી હોય તેમ ચેલ્લણા જલક્રીડા કરવા વાવડીમાં પ્રવેશી. ૪૭. રાણીના સંઘટ્ટનથી પાણી એક પગથિયું ઉપર આવ્યું. કોણ રાજાની સેવાથી ઉચ્ચ પદવી પ્રાપ્ત કરતું નથી? ૬૮. ચેલ્લણા ઊંડા પાણીમાં ઉતરી તેથી દુઃખે કરીને પ્રાપ્ત ન કરી શકાય એવી ચેલણાની કાયાના સ્પર્શની પ્રાપ્તિના હર્ષથી જળ ઉછાળ્યું. દ૯. મજ્જન અને ઉન્મજ્જનની ક્રીડામાં તિરચ્છી ચાલતી આ સાક્ષાત્ જલદેવતાની જેમ શોભી.૭૦. રાણીની ક્રીડાના કારણે વાવડી પણ સમાકુલ જળવાળી થઈ. અથવા તો મોટાઓ વડેજ મોટાઓનો ભાર સહન કરાય છે. ૭૧. પાણીએ ચેટકપુત્રીના શરીર ઉપરના અંગરાગને મેળવ્યું. જેના ઘરમાં વસાય છે તેનો માલિક પણ ભાડાને મેળવે છે. ૭૨. એટલામાં કોઈપણ સ્થાનમાંથી વાંદરો ત્યાં આવ્યો. અવસરને શોધતા જીવો અવસર મેળવી લે છે જ. ૭૩. જે વૃક્ષની નીચે દાસી હતી તે અશોકવૃક્ષની ડાળી ઉપર વાંદરો ચઢ્યો. કાર્ય સાધવા નિકટપણું જોઈએ. ૭૪. અહો! મારે ઘણાં કાળ પછી આજે મનોરથ ફળ્યો. એમ વિચારતો પાણીનું બિંદુ ડાળી ઉપર સરકી નીચે આવે તેમ આવ્યો. ૭૫. જેમસિંહ હાક મારનાર સિવાય બધાને છોડી દે તેમ બાકીના અલંકારોને છોડીને વાંદરાએ હારને ઉપાડ્યો. ૭૬. તેણે એવી સિફતથી હાર ઉપાડ્યો જેથી દાસી ન જાણી શકી. ચાલાક પુરુષોને આવી કળા સિદ્ધ હોય છે. ૭૭. વાંદરાએ વિચાર્યું હારને તોડીને એવી રીતે ફેંકી દઉ જેથી એકેક છૂટા છૂટા વેરાયેલા મોતી પક્ષીના માળાની જેમ મળે નહિ.૭૮. અથવા તો જેમ કૃપણો નિધિને મૂકે તેમ મહારણ્યમાં અજાણી ભૂમિમાં લઈ જઈને મૂકી આવું. ૭૯. અથવા તો પોતાની જાતિવાળા વાંદરાઓને એકેક મોતી આપી દઉં જેથી પોતાના કંઠમાં ધારણ કરીને મનુષ્યની જેમ શોભે. ૮૦. અથવા તો આવા વિકલ્પોથી સર્યું પુત્રોને હાર આપી દઉ કારણ કે તેઓજ પરમાર્થથી મારા દક્ષિણાનું સ્થાન છે. ૮૧. હવે કોઈને ખબર ન પડે તેમ આવીને મોટા પુત્રને હાર આપ્યો કેમકે તે સમસ્ત કુટુંબનો વડો હતો. ૮૨. પુત્રે પણ આકાશને ખુબ ચકચકિત કરતા હારને ગ્રહણ કર્યો. ખરેખર બહુ થોડા જ જીવો પ્રથમ પરિણામનો વિચાર કરે છે. અર્થાત્ મોટા ભાગના જીવો પરિણામનો વિચાર કર્યા વિના કાર્યનો આરંભ કરે છે. ૮૩. અને આ બાજુ જેમ સમુદ્રમાંથી લક્ષ્મી નીકળે તેમ પાણીથી ભિનાયેલી ચેલ્લેણાદેવી લીલાથી વાવડીમાંથી બહાર નીકળી. ૮૪. એટલામાં દાસીએ માથા ઉપરથી પોટલી ઉતારી તેટલામાં જેમ અમાસની રાત્રે ચંદ્ર ન દેખાય તેમ દેવીનો હાર ન દેખાયો. ૮૫. દિવ્ય હારને નહીં જોતી ચલણા પરમ શોકને પામેલી તક્ષણ ઉડી ગયેલા જીવ જેવી થઈ. અર્થાત્ મૃતપ્રાયઃ થઈ. ૮૬. તેણીએ દાસીને કહ્યું તું સુતેલી કોઈ વડે ચોરાઈ છે. હે મૂર્ખ!તું નક્કીથી બે પોલા ગાલથી ભોજન કરે છે. ૮૭. જો તે હારનું રક્ષણ નથી કર્યું તો શેનું રક્ષણ
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy