SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ-૧ પેટની પણ પુત્રીને આંધળા કૂવામાં નાખવાનું શા માટે કરો છો? ૭૮. શ્રેષ્ઠીએ શ્રેણિકને કહ્યું : જેમ મુનિમાં જ્ઞાનાદિગુણોની તપાસ કરાય છે તેમ વરમાં કુલ, રૂપ અને વિભૂતિની તપાસ કરાય છે એમાં કોઈ સંશય નથી. ૭૯. જેમ ફળના રૂપથી ફળનો રસ જણાય છે તેમ ગાયના દૂધના ફીણ અને ચંદ્રના કિરણ જેવા નિર્મળ ગુણોથી તારું કુળ જણાઈ ગયું છે. ૮૦. અને આ શરીરની કાંતિથી તારી વિભૂતિ પણ જણાઈ ગઈ છે કેમકે વૃક્ષનું લીલાછમપણું મૂળમાં સરસતા વિના હોતું નથી. ૮૧. કામદેવને જિતનારું તારું રૂપ પ્રત્યક્ષ જ છે આથી લક્ષ્મીને કેશવની જેમ તું પુત્રીને યોગ્ય છે. ૮૨. હે કુમાર ! તું જગતનો ચંદ્ર છે, જ્યોન્ઝા જેવી નિર્મળ આની સાથે હું તારો સંબંધ કરું છું તો પછી તારા તરફથી કેવી રીતે ઠપકાને પાત્ર બનું? ૮૩. અને બીજું તારા આવવાના પૂર્વે રાત્રે સ્વપ્નમાં કોઈક રત્નાકર જેવો પોતાની કન્યાને પરણતો જોવાયો છે. ૮૪. તેથી દેવથી તને આ અપાઈ છે. આથી પાણિગ્રહણમાં જેમ અગ્નિ સાક્ષી છે તેમ હું અહીં સાક્ષી રૂપે છું. ૮૫. દાક્ષિણ્ય સ્વભાવના કારણે શ્રેણિકે શ્રેષ્ઠીનું વચન માન્ય કર્યું. વ્રતભંગની જેમ ઉત્તમ પુરુષોને પ્રાર્થનાભંગ દુ:શક્ય છે. ૮૬. પછી શ્રેષ્ઠીએ ક્ષણથી વિવાહની તૈયારી કરાવી. મહાપુરુષો પાછળથી બોલે છે પણ કાર્ય અગાઉથી થઈ જાય છે. અર્થાત્ મહાપુરુષો કાર્ય બતાવે તેની પહેલા કાર્ય થઈ જાય છે. ૮૭. તે આ પ્રમાણે| સર્વે ભાઈઓ ભેગાં થયા. ભોજનમંડપ અને ભોજનની સામગ્રી તૈયાર કરાઈ. ઉત્સાહને આ કરવું કેટલી વાર લાગે? ૮૮. પછી સફેદ શાલિ ચોખા, લીલાવર્ણની દાળ, નવા ઘીથી બનેલી રસોઈ તથા ઘટક વગેરે વ્યંજનોથી (શાકથી), ખંડખાદ્યાદિ પકવાનોથી, તળેલા ખાજા અને ખાખરાથી ધૂમિલ (વરાળમાં રંધાયેલા ઢોકળા વગેરે) અને મધુર ઘોળ (દહીંનો ઘોળ) વગેરેથી સકલ પણ લોક ભોજન કરાવાયો. ૮૯-૯૦. તથા ચંદન વગેરેથી લોકનું વિલેપન કરાવવામાં આવ્યું અને સત્કાર કર્યો તેવા પ્રકારના વ્યવસાયવાળા શ્રેષ્ઠીઓમાં તે સમસ્ત વ્યવહાર ઘટે છે. ૯૧. પછી સુગંધિ પાણીથી સ્નાન કરાવીને અંગ લૂછીને, ચંદન વગેરેથી વિલેપન કરીને, સુંદર ફુલની માળા પહેરાવીને દશી સહિત નવા બે સફેદ વસ્ત્રો પહેરાવીને, આભૂષણોથી શણગારીને કલ્યાણ જેવી નંદાને પરિચારિકાઓ કુલદેવીના ઘરમાં લઈ ગઈ. કુલદેવીને નમીને નંદા આગળ રહી. ૯૨-૯૪. વિલેપન, ભૂષા, નેપથ્યથી સુશોભિત શ્રેણિક પણ જાણે જંગમ કલ્પવૃક્ષ ન હોય તેમ દેવીભવનમાં આવ્યો. ૯૫. નંદાને જોઈને આનંદિત થયેલ શંગાર રસમાં ડૂબેલા શ્રેણિકે ચિત્તમાં આ પ્રમાણે વિચાર્યુંઃ ૯૬. અહો! આના બે લાલ ચરણો ઉન્નત કાંતિથી કેવા શોભે છે? નક્કીથી આના વડે જિતાયેલી લક્ષ્મીએ જળદુર્ગનો આશ્રય કર્યો છે. ૯૭. આના મુખની સ્પર્ધામાં પોતાને અપરાધી (હારી ગયેલ) જાણીને આરાધના માટે નખના બાનાથી આના પગમાં પડ્યો છે. ૯૮. દિગ્યાત્રાર્થે પડાવ નાખી રહેલા કામદેવના તંબૂમાં અમારા બેના યોગથી જે ચાર મહાતંભ થવાના છે તેમાંથી એક સરળ જંઘાનું યુગલ મારી બે આંખોને હર્ષ પમાડનારું થયું છે. ૯૯–૧૦૦. અહો! આના વિશાળ સુડોળ બે સાથળ મારા મનમાં રમે છે. આના વડે પરાજિત કરાયેલી કદલીઓ (કેળ)વનમાં ચાલી ગઈ છે એમ હું માનું છું. ૨૦૧. આનો ગોળ નિતંબ પ્રદેશ વિશાળ કોમળ અને સુંદર છે જે કામદેવના અભ્યાસ માટેની ભૂમિ છે એમ હું માનું છું. ૨૦૨. છાતી ઉપર રહેલા સ્તનના ભારને વહન કરવાથી જ જાણે રેખાને ધારણ કરતું આનું પેટ કૃશતાને પામ્યું હતું. ૩. આલાન સ્તંભને ઉખેડીને સાંકળને તોડીને કામદેવ રૂપી હાથી આના શરીર રૂપી નગરમાં વારંવાર ભમે છે. કારણ કે ગંભીર નાભિના બાનાથી હાથીના પ્રવેશનું વિવર દેખાય છે નહીંતર રોમરાજીના બાનાથી લોખંડની શૃંખલા કેવી રીતે હોત ૪-૫
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy