SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૩ સર્ગ-૭ તેઓને શું બીજાની સહાયની જરૂર પડે ? ૯૭. હું અતિઘોર મહાકાલ નામના શ્મશાનમાં પહોંચ્યો. મેં માન્યું કે ત્યાં રત્નપ્રભા પૃથ્વીનો એક પાતળો આવ્યો હતો. ૯૮. અને તે સમયે સૂર્ય પશ્ચિમ સમુદ્રમાં ડુબ્યો. સૂર્યનું એક પણ કિરણ બચાવનાર ન થયું. ૯૯. આથમતા સૂર્યમંડળના આલિંગનથી જાણે સરાગ થયેલી સંધ્યા લાલવર્ણવાળી થઈ. ૫૦૦. આ પિતૃવનમાં જતા ઘણાં પણ લોકો ભય પામે છે. હે પ્રાણ ! તું ભય વિના એકલો આ શ્મશાનમાં શા માટે જાય છે. ૫૦૧. અથવા ત્યાં પહોંચીને તું હકીકત જાણશે. સ્વયં જ ત્યાં જઈને ઉભો રહ્યો એટલે રોષના વશથી સંધ્યા જાણે લાલ થઈ. ૨. અથવા જેનું વર્ણન સંભળાય છે એવું શ્મશાન ભયાનક છે તો સાક્ષાત્ દેખાતું શ્મશાન પ્રાણ હરે એમાં શું આશ્ચર્ય હોય ? ૩. તે શ્મશાન કેવું છે– શ્મશાનમાં કોઈક સ્થાને ભૂતોનું ટોળું નાચી રહ્યું છે. કોઈક સ્થાને માલિક વિનાના કલેવરો પડેલા છે. ૪. કોઈક જગ્યાએ જાણે યમના પથ્થરના ગોળા ન હોય તેમ ખોપડીઓ પડેલી છે. કોઈક સ્થાન યશના પૂંજ સમાન હાડકાઓથી ભરેલું હતું. પ. કોઈક સ્થાન ચર્મ–લોહી અને માંસથી કતલખાના જેવું લાગતું હતું. કયાંક શૂળીઓ ઉભી કરેલી હતી. કયાંક ઘૂવડોનો ગર્જારવ સંભળાતો હતો. ૬. કોઈક ભાગ પિશાચોના સમૂહના ભૈરવના અવાજથી ભયંકર હતો. કોઈ સ્થાને ભૂતોનું ટોળું નાચતું હતું. કોઈ સ્થાને ચંડ ડાકિણીઓનો સમૂહ રહેલો હતો. ૭. કોઈક સ્થાને હાથમાં તીક્ષ્ણ છૂરીઓ લઈને શાકિનીઓ ઉભી હતી. કોઈ સ્થાને ચિતાનો અગ્નિ સળગી રહ્યો હતો. કયાંક ઘોર અંધકાર વ્યાપેલો હતો. ૮. કોઈક સ્થાને મહાઘોર શિયાળનો અવાજ સંભળાતો હતો. ૯. હે મંત્રિન્ ! આવા શ્મશાનમાં ઉત્તરીય વસ્ત્રથી પોતાના મુખરૂપી કમળને ઢાંકીને હાથમાં ભાજનને લઈને કરુણ સ્વરે રડતી જાણે આજ શ્મશાનની અધિષ્ઠાત્રી દેવતા ન હોય એવી એક સ્ત્રીને મેં જોઈ.૧૧. ક્ષત્રિયોની નિર્ભીકતા જાતિને કારણે હોય છે એટલે ભય છોડી અને કરુણાને લાવીને મેં તેને કહ્યું : હે ભદ્રા ! તું કેમ રડે છે ? શું તને ચોરોએ લૂંટી છે ? શું તારો કોઈ સ્નેહાળ ભાઈ પરલોક ગયો છે ? ૧૩. ઉન્મત્ત કે પરમાં આસક્ત થયેલ પતિએ તને છોડી દીધી છે ? અથવા તો સાસુ કે નણંદે તારી ભત્ચના કરી છે. ૧૪. અથવા તો તને શું બીજું ગાઢતર દુઃખ પીડી રહ્યું છે ? શંકા વગર મને પોતાનું રડવાનું કારણ કહે. ૧૫. માર્ગમાં દોડવાને કારણે હાંફતી સ્ત્રીની જેમ શ્વાસની ધમણને ફૂંકતી દીનતાનું નાટક કરતી તે ક્ષણથી કહેવા લાગી. ૧૬. જેના દર્પણ સમાન ચિત્તમાં પ્રતિબિંબ પડે તેની જ આગળ પોતાનું દુઃખ કહેવાય અથવા તો જે દુઃખરૂપી સમુદ્રમાં ઉગારવા સમર્થ હોય તેને કહેવાય પણ શું જેના તેના આગળ પોતાનું દૈન્ય બતાવાય ? ૧૮. દુઃખનો નિગ્રહ કરવામાં સમર્થ હોય તે દુઃખીને જોઈને દુઃખી થાય. તેવા પુરુષો હાલમાં પૃથ્વી ઉપર કયાં છે ? ૧૯. મેં કહ્યું ઃ તું પોતાનું દુઃખ જણાવ કારણ કે પૃથ્વી ઉપર દુઃખ દૂર કરનારા પુરુષો હોય છે. ષટ્ઠલ (નિર્બળ) બધી જગ્યાએ નથી તેમજ પહલ (પરાક્રમી) પણ નથી. ૨૦. માયા બહલા તે બોલી ઃ જો તું કહે છે તેમ છે તો અરે ! સાંભળ જે તું શૂળી ઉપર લટકેલો જુએ છે તે મારો પતિ છે. ૨૧. હું આને પ્રાણ કરતા પ્રિય હતી. અને તે મને પણ પ્રાણ કરતા પ્રિય છે. કેમકે એક હાથે તાળી પડતી નથી. ૨૨. મારા પતિએ ઘણું કરીને મારું વિપ્રિય કર્યું નથી. મેં પણ તેનું ખરાબ ઈઝ્યું નથી. અથવા હિતકારીનું કોણ પ્રતિકૂલ કરે ? ૨૩. પણ આજે કંઈક રાઈના દાણા જેટલા દોષને કાઢીને નીતિ–રીતિ અને દયાને નેવે મૂકીને રાજાના માણસોએ આરક્ષકો પાસે આવી દશા કરાવી છે. બધા અધિકારોમાં આરક્ષકનો અધિકાર અધમાધમ છે. ૨૫. પતિની આવી દશા જોઈને મેં ઘણાં પ્રકારે વિલાપો કર્યા. અથવા કુલપુત્રીઓનો આવો કુલધર્મ છે. ૨૬. હે શુભાનન ! હું બહું વિલાપ કરું તો પણ શું થાય ? તેઓના હાથમાં સપડાયેલાને મારા જેવા કંઈ બચાવી શકે ? ૨૭. મેં વિચાર્યું કે મારા હાથે આને છેલ્લું
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy