SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ-૪ ૧૪૧ સ્વાતિ નક્ષત્રનો વરસાદ મોતીના સમૂહને આપે તેમ બકરો રોજ મણિની લીંડીઓ મૂકે છે. ૨૦. અભયે કહ્યું ઃ તારી પાસે આવો બકરો છે તો થોડા દિવસ અમને પણ બકરો રાખવા આપ. પ્રિયાની જેમ લક્ષ્મી કોને પ્રિય ન હોય! ૨૧. શ્રેષ્ઠીએ અભયનું વચન માન્ય કર્યું એટલે અભયે રાજાના ઘરે બકરો બાંધ્યો. પોતાના કાર્યના હેતુથી મનુષ્યનું અને પશુનું ગૌરવ થાય છે. રર. બકરાએ સરસવના ગંધવાળી લીંડીઓને અધિક આપી. તેથી અભયે નિશ્ચય કર્યો કે નક્કીથી આ દેવની શક્તિ છે. ૨૩. દેવશક્તિની પરીક્ષા કરવા અભયે શ્રેષ્ઠીપુત્રને કહ્યું કે ભાર પર્વત ઉપર રાજા અતિકષ્ટથી ચૈત્યવંદન કરવા જાય છે. અર્થાત્ માર્ગ સારો નથી. ૨૪. તેથી રાજમાર્ગ ઉપર જેમ રથ ચાલે તેમ વૈભારગિરિ ઉપર રથ ચાલે તેવો માર્ગ બનાવી આપ. ૨૫. જેમ આકાશમાં વાદળ રચાય તેમ તરત જ દેવશક્તિથી રથનો માર્ગ તૈયાર થયો. ૨૫. અભયે તેને કહ્યું : નગરની ફરતો સુવર્ણનો કિલ્લો બનાવી આપ. જે કાર્ય આશ્ચર્યકારી હોય તેને બુદ્ધિમાનો કરે છે. ૨૬. દેવે ઈન્દ્રજાલિકની જેમ તુરત જ સુવર્ણનો કિલ્લો કરી આપ્યો. અભય શ્રેણિક રાજાની પુત્રીને અપાવવા અત્યંત તત્પર થયો. ૨૭. જો તું સમુદ્રની ભરતીમાં સ્નાન કરે તો રાજા તને પુત્રી આપે. કોણ એવો વિચક્ષણ મલિન મુખમાં તિલક કરે? ૨૮. અભયકુમાર આ વાત કરી રહ્યો છે તેટલામાં જાણે પૃથ્વીમાંથી અત્યંત ફૂત્કાર કરતો સાપનો સમૂહ ન ઉછળતો હોય ! ક્યાંકથી યુદ્ધ કરવાને ધસમસતી મહાસેના ન આવી રહી હોય! તથા પ્રચંડ વાયુ અને પુષ્કળ રેતી ન ઉછાળતો હોય તેવી મહાન ગર્જના કરતો રત્નાકર સાગર ધસતો દેખાયો. ૩૦. ત્યાર પછી તેઓએ વિચાર્યુંઃ ઉછળતા મોજારૂપી હાથને ઉચા કરીને પુત્ર ચંદ્રમાને આલિંગન દેવાને ઈચ્છતો ન હોય. વળી સર્વ સ્થાને ફરી વળેલા સફેદ ફીણોના વસ્ત્રોને ધારણ કરીને સમુદ્ર મગધ દેશની નદીઓને પરણવા ઉત્સુક ન થયો હોય એમ માનીએ છીએ. વળી આ સમુદ્ર શંખ–શુક્તિ-મણિ–મૌક્તિકના સમૂહના બાનાથી પરમપ્રીતિથી મગધના રાજા માટે ભેટશું ન લાવ્યો હોય એમ માનીએ છીએ. ૩૩. આ સમુદ્ર મત્સ્ય-કાચબા-મગર આદિના બાનાથી હર્ષના પુરથી વિવશ પોતાના કુળોને બતાવવા ઉદ્યમ કર્યો છે એમ અમે માનીએ છીએ. દેવ માયાથી આવેલા સમુદ્રના પાણીથી અત્યંત સ્નાન કરીને શ્રેષ્ઠીપુત્ર શુદ્ધ થયો. માનવી વડે કરાયેલી શુદ્ધિ દેવો વડે વિશેષથી શુદ્ધિને પામે છે. ૩૫. રાજાએ પુત્રીને પરણાવી. સર્વ સ્ત્રીઓથી યુક્ત મેતાર્ય શિબિકામાં આરૂઢ થઈને નગરમાં ભમ્યો તેવા પ્રકારના ભાગ્યશાળી જીવોને આ મનુષ્ય ભવમાં પણ તેવી ભાગ્ય સંપત્તિ થાય છે. ૩૬. જેમ ધર્મથી વાસિત મતિવાળા મહામુનિ ઉત્તમ બ્રહ્મચર્ય અને ગુપ્તિથી શોભે તેમ સુંદર ભક્તિ-કુલ–શીલથી શોભતી નવ પત્નીઓની સાથે શોભ્યો. ૩૭. સકલ સ્ત્રીઓની સાથે સતત સુંદર વેષયિક સુખોને ભોગવતા તેને લીલાથી બાર પણ વરસ દિવસની જેમ પસાર થયા. ૩૮. મિત્ર દીક્ષા લેવા ઉદ્યમિત બને એ હેતુથી દેવ ફરી મિત્રને પ્રતિબોધ કરવા આવ્યો. સજ્જન પુરુષોને હંમેશા પોતાના મિત્ર ઉપર પ્રેમ હોય છે. ૩૯. ત્યારપછી તેની સ્ત્રીઓએ માગણી કરી. હે દેવ ! અમને પણ ભાવથી તેટલા વરસ સંસારમાં રહેવા આપો. શું તમારી કૃપા અમને એકવાર ન મળે? ૪૦. દેવે પણ તેની સ્ત્રીઓની માગણીનો સ્વીકાર કર્યો. પ્રાર્થના કરાયેલ કલ્પવૃક્ષો પણ ઈચ્છિતને આપે છે તો શું દેવો ન આપે? ૪૧. પૂર્વ બંધાયેલા બંધનોથી પણ મેતાર્ય સ્ત્રીઓની સાથે ચોવીશ વરસ ગૃહવાસમાં રહ્યો. ૪૨. પછી સર્વ સ્ત્રીઓની સાથે મેતાર્ય પાપરૂપી જંગલને બાળવા માટે અગ્નિ સમાન વ્રતને ગ્રહણ કર્યુ. ખરેખર સૂર્યનો ઉદય સદા કાંતિથી યુક્ત જ થાય છે. ૪૩. પછી મેતાર્ય મુનિએ આગમનો ઘણો અભ્યાસ કર્યો. સદાગચ્છમાં રહ્યો અને નવપૂર્વ ભણ્યો. શું
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy