SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ-૨ ૩૯ ઈચ્છું છું. ર૯. જો ભાગ્ય યોગથી આ મારા સ્વામી ન થાય તો મારા ભોગો સાપના ભોગો જેવા થાઓ. તેથી જો તું મને સ્વામિની માનતી હો તો આનો ઉપાય વિચાર. ૩૦. અથવા તો તે જ વણિક નિર્દોષ ઉપાયનો જ્ઞાતા અને કર્તા છે. આનો સંપર્ક સારા ઉદય પામતા ભાગ્યનો સૂચક છે. શું ઉગતો સૂર્ય પ્રકાશ નથી આપતો? ૩૧. ચેટીએ જઈને તેને આ પ્રમાણે કહ્યુંઃ જેમ રુક્મિ રાજાની બહેન રુક્મિણી હર્ષથી કૃષ્ણ વિશે રાગી થઈ હતી તેમ મારી રાગી થયેલી સ્વામિની તમારા સ્વામીના પત્નીપદને વાંછે છે. ૩ર. તેથી તમે ઉપાયને કરો જેથી પતિના લાભથી તે હર્ષ પામે. આ યોગ્ય જ છે કેમકે સુવર્ણની વટીમાં જડાયેલા મોતીઓ શોભે છે. ૩૩. પરંતુ અહીં લીધેલી પ્રતિજ્ઞાનું દઢપણે પાલન કરવું જોઈએ. જેથી પોતાનું કાર્ય ત્રણ પ્રકારના કૌશલથી પૂર્ણ થાય. લીધેલી પ્રતિજ્ઞાનું પાલન ન કરવાથી આત્માની અને સર્વલોકમાં હાંસી થાય. ૩૪. હું ઉત્તમ સુરંગ તૈયાર કરાવી તેની અંદરથી રાજાને લઈ આવીશ. જેમ સૂર્યને જોઈને કમલિની વિકાસ પામે તેમ રથમાં બેઠેલ રાજાને જોઈને તારી સ્વામિની વિકાસ પામશે. ૩૫. જેમ મયૂરી દેવમંદિરના શિખર ઉપર ઊડીને બેસે તેમ પ્રથમ પ્રસંગે પણ ચિત્ર મુજબ તેને રથમાં બેઠેલા જોઈને તારી સ્વામિની જલદીથી ચડી જાય. ૩૬. આ પ્રદેશમાં, આ દિવસે, આ વારે આ પ્રહરે અને આ ક્ષણે સાક્ષાત્ પુણ્યોદય એવો રાજા આવશે એમ તેણે આને સંકેત કર્યો. ૩૭. ચેટીએ સર્વ રાજપુત્રીને જણાવી આવીને ફરી કહ્યું તમારું વચન પ્રમાણ છે કેમ કે અનેક વિકલ્પો કરવાથી કાર્યની સિદ્ધિ થતી નથી. ૩૮. પછી અભયકુમારે શ્રેણિક રાજા પાસે સર્વ પ્રવૃત્તિની જાણ કરી. નકાર કરીને ચટક રાજાએ જે આશાને ભાંગી હતી તેને અભયે ફરી સજીવન કરી. ૩૯. અભયકુમારે પોતાના માણસો પાસે જલદીથી સારી સુરંગ ખોદાવી. બીજાઓ જે કાર્ય મહિનાઓથી કરાવી શકે તે કાર્યને રાજાઓ દિવસોથી કરાવી શકે. ૪૦. જેમ ચક્રવાક અને ચક્રવાકી રાત્રિ સમયે સંતાપ પામે તેમ તે દિવસથી હંમેશા મગધરાજનું સ્મરણ કરતી ચેટક રાજાની પુત્રી શરીરમાં ઘણા સંતાપને પામી. ૪૧. કામનો વિકાર દુઃખદાયી છે. બરફ-હાર–ચાંદની-કમળ-મૃણાલ–સચંદન-ચંદ્રચૂર્ણ વગેરે શીતળ પદાર્થોથી તેણીએ શીતળતાને પ્રાપ્ત ન કરી ઉલટાની ઝાકળ બિંદુઓથી જેમ રસજ્વરી (તેવો પ્રકારનો રોગી) દાહને પામે તેમ દાહને પામી. ૪૨. રાત્રે કે દિવસે શયનમાં કે સ્થાનમાં બહાર કે ઘરે, સમુદાયમાં કે એકલી તે ક્ષણમાત્ર પણ શાંતિ ન પામી. ૪૩. ચેટીએ તેને આશ્વાસન આપ્યું કે– હે સ્વામિની તું ધીરી થા, મોહને છોડ અને ઈચ્છિતની સિદ્ધિ થશે એમ હું માનું છું કેમકે તે વણિક આ કાર્યમાં સહાય કરે તેવું જણાયું છે. ૪૪. હે સત્યપ્રતિજ્ઞાવતી ! હે રાજપુત્રી ! હે વિદ્રઢતી ! હે શ્રેષ્ઠ વિવેકવતી ! તારે વિયોગીની ચેણ કરવી ઉચિત નથી. ગુપ્ત કાર્યમાં શું આવી ચેષ્ટા શોભે? ૪૫. યુક્તિભર્યા વચન સાંભળીને સુયેષ્ટા ફરી શાંત થઈ. સુકાઈ ગયેલી પણ પાણીથી સિંચાતી અમૃતનામની વેલડી ફરી સજીવન થાય છે. ૪૬. અભયે રાજાને સંકેતનો દિવસ જણાવીને બોલાવ્યા. રાજા મનની દોટે ચાલ્યો. સ્વાર્થમાં કોને ઉતાવળ ન હોય? ૪૭. મહારથી સુલતાના પુત્રોની સાથે જતા શ્રી શ્રેણિકને જોઈને દશેય પણ દિકપાળો દશ દિશામાં પલાયન થયા. ૪૮. વીર શ્રેણિક રાજા બત્રીશ સુલતાના પુત્રોની સાથે સુરંગમાં પ્રવેશ્યો જાણે કે વ્યંતર દેવના સ્વામીઓને જીતીને તેના સ્થાને સુલતાના પુત્રોને સ્થાપન કરવા ન માગતો હોય. ૪૯. જેમ ચૈત્રીપૂર્ણિમાના દિવસે સુવર્ણકમળ પા સરોવરની ઉપર આવે તેમ સંકેત કરેલ સમયે રાજગૃહનો સ્વામી ક્ષણથી સુરંગના દરવાજે આવી પહોંચ્યો. ૫૦. જેમ ચકોરી ચંદ્રના બિંબને જોઈને આનંદ પામે તેમ તેને જોઈને ચિત્ર મુજબ સારી રીતે ઓળખીને તે ક્ષણે જ પરમ પ્રમોદને પામી. ૫૧. ચિત્રપટમાં શ્રેણિકનું જેવું
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy