________________
૨૮૯
સર્ગ-૧૨
ન
પોપટ, વાંદરા, હંસ, હરણ, મત્સ્ય, કિન્નર, ચામર તથા સત્ ચંપકલતા, પદ્મલતા, વગેરે સેંકડો લતા સ્વસ્તિક માંગલ્ય અને આલેખાયેલ ચિત્રોથી આશ્ચર્ય કરતી હતી. સ્તંભમાં સ્થાપિત કરાયેલ વજની વેદિકાથી ચારે બાજુથી ઘેરાયેલી હતી, વધારે શું કહેવું ? શ્રેષ્ઠ ગુણોથી વિમાનની બહેન હતી, હજાર પુરુષોથી ઉંચકી શકાય તેવી હતી. સામાન્ય શિલ્પીઓ વડે ન બનાવી શકાય તેવી મોક્ષદાયિની શિબિકાને રાજાએ તૈયાર કરાવી. ૫૮. સમસ્ત વિધિને નિપુણપણે જાણનાર અભયે આને ત્રણ પ્રદક્ષિણા આપીને દેવેન્દ્રની જેમ લીલાથી ચડયો. ૫૯. જેમ સૂર્ય પૂર્વ દિશામાં આરૂઢ થાય તેમ સર્વ જનતાની આંખ રૂપી કમળોને વિકાસ કરતા અભયે સિંહાસનને અલંકૃત કર્યો. ૬૦. નંદાએ જલદીથી હંસલક્ષણી વસ્ત્રને પહેર્યું. પછી શિબિકા ઉપર આરૂઢ થઈને અભયની જમણા પડખે બેઠી. ૬૧. બીજી સ્થવિર કુલમહત્તરા રજોહરણ સહિત પાત્રને લઈને નંદા નંદનની ડાબી બાજુ રહી. ૬૨. દિવ્યરુપિણી સુવેશધારિણી, પાછળના ભાગમાં રહેલી પાપ વિનાની નાયિકાએ તેના મસ્તક ઉપર સફેદ છત્ર ધર્યું. ૬૩. સંસ્થાન, રૂપ અને લાવણ્યથી અપ્સરાઓનો ભ્રમ કરાવે તેવી બે વરવર્ણિનીઓ (ઉત્તમ અને સુંદર રૂપ રંગવાળી સ્ત્રી) વિવિધ રત્નો અને મણિઓ ધારણ કરતી હતી. ૬૫. એક તરૂણી સ્વચ્છ પાણીથી ભરેલા ચાંદીના કળશને હાથમાં લઈને વાયવ્ય દિશામાં રહી. ૬ ૬. બીજી તરૂણી જાત્ય સુવર્ણના દંડવાળા ઉત્તમ પંખાને ધારણ કરતી પ્રવર શૃંગારને કરીને અગ્નિ દિશામાં ઉભી રહી. ૬૭. સમાન યૌવન અને લાવણ્યવાળા, સમાન વેષ અને વિભૂષણવાળા એક હજાર પુરુષોએ રાજાની આજ્ઞાથી શિબિકાને ઉંચકી ૬૮. મત્સ્ય, ભદ્રાસન, આદર્શ, વર્ધમાન, કુંભ શ્રીવત્સ, સ્વસ્તિક અને નંદ્યાવર્ત્ત ક્ષણથી આગળ ચાલ્યા. ૬૯. દીપડા–સિંહ–અશ્વ વગેરે ઘોડા અને ઘોડેશ્વારો આગળ ચાલ્યા, હાથીઓ અને મહાવતો બંને બાજુ ચાલ્યા. ૭૧. ઈશ્વાકુ, યદુ, ભોગ અને ઉગ્ર કુલ વગેરેમાં ઉત્પન્ન થયેલા તે તે વાહનમાં આરૂઢ થયેલા સામંત વગેરે ચાલ્યા. ૭૨. ભાલાવાળા, ધનુર્ધારી, યષ્ટિ અને ફરવાળા તોમર અને બાણવાળા શક્તિવાળા અને મુગરવાળા ચાલ્યા.૭૩. પ્રમદથી ઉદ્ઘર પદાતિએ ગુલાંટ ખાતા, હસતા, હું પહેલો, હું પહેલો એમ બોલતા ચાલ્યા. ૭૪. વણિકો, સેનાપતિઓ, શ્રેષ્ઠીઓ, સાર્થવાહો, પ્રધાનો, મંત્રીઓ અને મંત્રીરાજો તેની પાછળ પાછળ ચાલ્યા. ૭૫. અભયકુમારની બહેને હર્ષથી ચક્ષુદોષનાશક લવણ–ઉત્તારણ વારંવાર કર્યું. ૭૬. હે વત્સ ! બાહુબલી મુનિ, સનત્કુમાર સાધુની જેમ યાવજ્જીવ ચારિત્રનું પાલન કર. ૭૭. સિંહની જેમ દીક્ષા લઈને સિંહની જેમ સતત પાલન કરજે એમ નંદાએ પુત્રને આશિષ આપી. ૭૮. રાજ્ય લક્ષ્મીને છોડીને જે તું દીક્ષા લે છે તેથી તેં જલદીથી પૂર્વ પુરુષોએ આચરેલ ચારિત્રની ઉન્નતિ કરી છે. ૭૯. હે ઉભય ! કુલદીપક દ્રવ્ય શત્રુઓની જેમ ભાવશત્રુઓને જીતીને હમણાં તું જયપતાકાને ગ્રહણ કર. ૮૦. ભટ્ટ, નગ્નાચાર્ય, ભાટચારણો નંદ નંદ જય આદિ જય મંગલ શબ્દોનો મોટેથી નાદ મચાવ્યે છતે, ચારે બાજુ વાદકો વડે નાંદી સૂર્યો વગાડાયે છતે સતત દર્શનીય નાટકો થયે છતે જેમ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં આવેલ સૂર્યના વખતનો મેઘ પાણીને વરસાવે તેમ સતત દ્રવ્યને વરસાવતો યશોભરથી જેમ દિશાઓ પુરાય તેમ યાચકોની આશા પૂરતો અભયકુમાર તરત જ પરમ પ્રીતિથી રાજમંદિરમાંથી સમવસરણ તરફ ચાલ્યો. ૮૪.
આ બાજુ વૃદ્ધ અને યુવાન તથા નગરની નાયિકાઓ ક્ષોભ પામી. વાજિંત્ર વાગે છતે સ્ત્રીઓ કૌતુકને પામી. ૮૫. નગરની સ્ત્રીઓમાં આ પ્રમાણે ઉલ્લાપો થયા− હે સખી ! શું તું મારી રાહ નથી જોતી ? જલદીથી કેમ જાય છે ? ૮૬. હે નંદાના પુત્રદર્શન માટે ઉત્કંઠિતા ! તું ઉત્તરીય વસ્ત્રને પહેરીને જા. અરે હલા ! તું વેરવિખેર અંબોડાને બાંધ. ૮૭. હે પોતાના રૂપથી ગર્વિત થયેલી બહેન ! તું ઘૂમટો કેમ નથી