SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ-૧૧ ૨૫૫ જાણી શકાય તેમ નથી. ૭૨. આગમો પરસ્પર વિરુદ્ધ અર્થ બતાવતા હોવાથી આત્માનું પ્રતિપાદન કરનારા આગમમાં કઈ શ્રદ્ધા કરાય? કહેવાનો ભાવ એ છે કે આગમો કોઈ સ્થાને આત્મા છે એમ બતાવે છે. વળી બીજે સ્થાને આ જગત શૂન્ય છે એમ બતાવે છે. ૭૩. આત્મા હોય તો ઉત્પન્ન થતી હોય અને આત્મા ન હોય તો ઉત્પન્ન ન થતી હોય એવી કોઈ વસ્તુ નથી જેથી જ્ઞાનીઓ અર્થોપત્તિથી આત્માને જાણી શકે. પાંચેય પ્રમાણથી એક પણ પ્રમાણથી આત્મા સિદ્ધ ન થતો હોવાથી આત્મા નથી એમ સિદ્ધ થાય છે. પરંતુ આ વસ્તુ અસત્ય છે કારણ કે જીવ પ્રમાણનો વિષય બને છે. ૭૪. હું સુખી છું, હું જ્ઞાતા છું એ વચનો પ્રત્યક્ષ વિષયના બોધને જણાવનારા છે. કહેવાનો ભાવ એ છે કે હું સુખી છું. હું દુઃખી છું. હું જ્ઞાતા છું એવા વિધાનોમાં હું પદ ઉદ્દેશ્ય છે અને સુખી, દુઃખી જ્ઞાતા વગેરે પદો વિધેય છે. ઉદ્દેશ્ય અને વિધેયને અવિનાભાવ સંબંધ હોય છે. હું ને સુખ–દુઃખનો બોધ અનુભવગમ્ય છે. પોતાનો અનુભવ પ્રત્યક્ષ હોય છે. આ આત્મા છે એમ બુદ્ધિમાનોએ અનુમાનથી પણ જાણવું. તે આ પ્રમાણે– સુખ-દુઃખ વગેરે ધર્મો કોઈકને આશ્રયીને રહેલા છે. કેમકે આશ્રયનો ધર્મ બનતા હોવાથી. જેમ નવ્યત્વ, વત્તત્વ ધ ઘટને આશ્રયીને રહેલા છે. ૭૭. સુખાદિ વગેરે જે ધર્મો છે તે દેહાદિને આશ્રયે રહેલા નથી. કેમકે તેમાં બાધક દોષનો સંભવ છે. તેથી આ ધર્મોનો જે આશ્રય (ધર્મી) છે તે તે જ આત્મા છે એમ નિશ્ચય થયો. ૭૮. કહેવાનો ભાવ એ છે કે શરીરસ્થ જીવને અગ્નિનો સ્પર્શ થતા વેદના અનુભવે છે. જીવ ચાલી ગયા પછી એ જ શરીરને ચિતામાં બાળી નાખવામાં આવે તો પણ બળતરા અનુભવતો નથી. આ આત્મા ઉપયોગ આત્મા છે. કર્મોનો કર્તા છે. કર્મોનો ભોક્તા છે, શરીરથી ભિન્ન છે, વગેરે લક્ષણોથી જ્યારે ઓળખાય છે ત્યારે આ આત્મા ઉપમાનનો વિષય કેમ ન બને? ફક્ત સાધર્મ ઉપમાનથી નહિ પણ વૈધર્મ ઉપમાનથી પણ જણાય છે. ૮૦. મધ્ય-આદિ અને અંતમાં વિરોધ ન હોવાથી આગમમાં આત્માનું પ્રામાણ્ય ઘટે છે. આત્મા કામધેનુ ગાય છે, આત્મા એક છે. એ પ્રમાણે લક્ષણ છે. ૮૧. એ સિદ્ધાંત પણ આત્માનો સતત નિશ્ચય કરાવે છે. સર્વસ્વનો નાયક જીવ અથપત્તિથી પણ જાણી શકાય છે. ૮૨. જો આત્મા નથી તો અહીં પરલોક કોનો થાય? અથવા પુણ્ય-પાપ, બંધ–મોક્ષ અને સુખાદિ કોના ગણવા? ૮૩. દિવસે ભોજન નહીં કરનારનું પીનત્વ (જાડાપણું) રાત્રિ ભોજનને અર્થપત્તિથી જણાવે છે તેમ જેના વગર સુખાદિ ઘટી શકતા નથી તે આત્માને અર્થોપત્તિથી જાણવો. ૮૪. હે સ્વામિન્! આત્માના ગૃહ (બોધ થવા)માં આમ પાંચેય પ્રમાણો સાર્થક થાય છે પરંતુ તારી સેવાનો ત્યાગ કરનારા મૂઢો જાણતા નથી. ૮૫. ભવ્ય જીવો તારી કૃપાથી જ વસ્તુને યથાસ્થિત જાણે છે અથવા સૂર્યના ઉદયથી જ સદશ વસ્તુ સદશરૂપે (સ્વસ્વરૂપે) દેખાય છે. ૮૬. હે મહાવીર જિનેશ્વર ! મારા ઉપર એવી કૃપા કરો જેથી મારી બુદ્ધિ આસ્તિક્યમાં સતત રમણ કરે. આ પ્રમાણે સ્તુતિ કરીને તથા વર્ધમાન જિનેશ્વરને નમીને દેશનાને અંતે અભયકુમારે પ્રભુને વિનંતિ કરી. ૮૮. હે પ્રભુ ! જેમ કેવળીઓમાં છેલ્લા જંબુસ્વામી કેવળી થશે તેમ રાજર્ષિમાં અંતિમ રાજર્ષિ કોણ થશે? ૮૯. ભગવાને કહ્યું ઃ હે અભય ! ચૌદપૂર્વમાં જેમ બિંદુસાર પૂર્વ અંતિમ કહેવાયેલ છે તેમ ઉદયન રાજર્ષિ અંતિમ થશે. ૯૦. લલાટે અંજલિ જોડીને અભયે ફરી પૂછ્યું: હે સ્વામિન્ ! આ ઉદાયન કોણ છે? કૃપા કરીને મને કહો. ૯૧. મંથન કરાતા સમુદ્રના અવાજ સમાન ગંભીર અવાજથી પ્રભુએ ઉદાયન રાજાનું ચરિત્ર કહેવાની શરૂઆત કરી. ૯૨. ઉદાયન રાજર્ષિનું ચરિત્ર આજ ભરતક્ષેત્રમાં રમણીય ગુણોનાં સમુદ્ર, સમુદ્રના કિનારે આવેલ સિંધુ સૌવીર નામનો દેશ
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy