SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ અભયકુમાર ચરિત્ર ४४ રહેવાસી સકલ પણ લોકે તેની આદરથી પૂજા કરી આ તે તપ છે જે જગતને પણ પૂજ્ય છે તેથી અહીં તપનો કોણ કોણ આદર ન કરે? ૩૨. વિસ્મિત થયેલ લોકે પૂછ્યું : કયા વિરાગથી ઘરને છોડીને આ કષ્ટદાયક તપસ્યાને સ્વીકારી છે? ૩૩. તેણે કહ્યું : અહીંના સુમંગલ રાજાએ કુમાર અવસ્થામાં મારો પરાભવ કર્યો હતો તેથી મને વૈરાગ્ય થયો અથવા સાચું બોલવું જ ખરેખર સાચો તપ છે. ૩૪. પછી આ વચન એક કાનથી બીજા કાને જતા રાજાના કાને પહોંચ્યો અથવા તો નૈયાયિક વગેરે મતોમાં શબ્દ વિચિતરંગ ન્યાયથી અન્ય સ્થાને પહોંચે છે તેની જેમ ૩૫. પછી સુમંગલ રાજા ક્ષણથી મહાવિષાદને પામ્યો અથવા આ મહાવિષાદ સ્થાને થયો છે કેમ કે મોટો પુરુષ પોતાના અપરાધને શલ્ય કરતા અધિક માને છે. ૩૬. પછી રાજા સ્વયં જઈને નમીને પિતા જેમ બાળકના અપરાધને ખમે છે તેમ અજ્ઞાનભાવથી પૂર્વે મેં જે તમારા અપરાધો કર્યા છે તેની ક્ષમા કરો એમ આદરથી સેનક તાપસને ખમાવ્યો. ૩૭. શાંતચિત્તે સેનકે કહ્યું : હે રાજન! તમે આ શું બોલો છો? તમે ગુરુની સમાન હોવા છતાં તમારા ઉપર ભક્તિ ભાવ ન જન્મે તો અહીં ક્ષમાનું શું કામ છે? ૩૮. હે રાજન્ ! તમે આ તપમાં નિમિત્ત છો, તપ સંસારરૂપી સમુદ્રને તરવા સેતુ સમાન છે, દુઃખના સમૂહને બાળવા માટે દાવાનળના કંદ સમાન છે. કલ્યાણરૂપી વેલડીને ઉગવા માટે કંદ સમાન છે. ૩૯. આવા પ્રકારના પાત્રમાં ધનનું વાવવું મહાફળવાળું થાય છે. એવી સમજણથી રાજાએ તેને પારણાનું નિમંત્રણ કર્યું. કેમ કે કૃપણની ભક્તિ લુખી હોય છે. ૪૦. જો કે તપસ્વી સંતોષી હોવાથી રાજપિંડને ઈચ્છતો નથી તો પણ તેણે રાજાનું વચન માન્ય કર્યુ કેમ કે તપસ્વી લોક દાક્ષિણ્યશીલ હોય છે. ૪૧. નમીને આશીષ મેળવીને રાજા ઘેર ગયો, પછી માસખમણ પૂર્ણ થયે તપસ્વી રાજમહેલના દરવાજે આવ્યો, કેમ કે મુનિઓ સત્યપ્રતિજ્ઞાવાળા હોય છે. ૪૨. તે વખતે રાજાને માથામાં શૂળ ઉપડ્યું હોવાથી કોઈનો પણ અંદર પ્રવેશ ન થયો. તપસ્વી શાંતચિત્તે પાછો ફર્યો. તપસ્વીઓને તપની વૃદ્ધિમાં આનંદ જ હોય છે. ૪૩. જો પ્રથમ ઘરે પારણું ન થાય તો લાગટ બીજું માસક્ષપણ કરવું એ હેતુથી તેણે પૂર્વની જેમ બીજું માખમણ આદર્યું. ખરેખર ! સત્ત્વશાળી જીવ સત્ત્વને છોડતો નથી. ૪૪. આ લોકો ભૂખ કેવી રીતે સહન કરે છે એવું બોલનારને જોવા ન ઈચ્છતો હોય તેમ બીજા માસખમણના હેતુથી ઉષ્ટ્રિકામાં અધોમુખ કરીને પ્રવેશ્યો. ૪૫. બીજા દિવસે રાજાને સારું થઈ ગયું એટલે તેના પારણાને યાદ કરીને તાપસ પાસે જઈ નમીને ખમાવ્યા. તપસ્વી વર્ગ ભક્તિથી સાધ્ય (રીઝ) છે. ૪૬. મેં પાપીએ તમને નિમંત્રણ કરીને આજે આ પ્રમાણે બાલની જેમ ઠગ્યો. બીજે પણ તમારું પારણું ન થયું પાપીઓની પ્રવૃત્તિ આવા પ્રકારની જ હોય છે. ૪૭. જેમ લક્ષ્યને વીંધવામાં પ્રવર્તેલ કુધનુર્ધારી પોતાનો હાથ ભાંગે તેમ નિર્ભાગ્યોમાં શિરોમણિ મેં ધર્મના બાનાથી પાપ ઉપાર્જન કર્યું. ૪૮. હે સ્વામિનું! જો કે હું આ કાર્ય માટે વિનંતિ કરવા) યોગ્ય નથી તો પણ જેમ ગંગા નદી પાણીના પ્રવાહથી દેશના મધ્યભાગને પવિત્ર કરે છે તેમ આવીને તમારે મારા આંગણાને પવિત્ર કરવું. ૪૯. મુનિએ કહ્યું : હે રાજનું! તું વિષાદ ન કર. પ્રમાદથી થયેલ દોષ ભાવદોષ ગણાતો નથી. તારી ભાવનાને પૂરી કરીશ. અથવા મહાપુરુષોની પ્રવૃત્તિ પરાર્થ હોય છે. ૫૦. મુનિને નમી રાજા ઘરે ગયો. પારણાના દિવસની રાહ જોતા બીજો માસ પૂરો થયો. સુજ્યને ભજનારાઓને કોઈક રીતે દિવસોની દીર્ઘતા થાય છે. ૫૧. ફરી પણ રાજાને અસ્વસ્થતા થઈ. મુનિ શાંતપણે તે જ રીતે પાછા ગયા. તેવા પ્રકારના તપસ્વીઓને પણ લાભનંતરાયના ક્ષયોપશમ વગર ભિક્ષા મળતી નથી. પર. રાજાએ તેને ગોરવથી ત્રીજી વખત નિમંત્રણ આપ્યું. તપસ્વીએ તેનું વચન માન્ય રાખ્યું. જે તે રીતે વિનંતીને ન
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy