SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ અભયકુમાર ચરિત્ર ૨૪૮ લોકમાં પાપી ચોર છીએ. અમારા બેનો આ દેવાલયમાં પ્રવેશ ઉચિત છે. સર્પ અને લુંટારાને આવું સ્થાન મળે છે. ૮૬. અહીં ફક્ત સાધુઓ ઘણાં ધન્ય છે જેઓ ભાવથી દઢપણે વ્રતને ગ્રહણ કરે છે. જેઓ અંગીકાર કરેલ વ્રતને જાવજજીવ સુધી સર્વથા પાર પમાડે છે. ૮૭. કરેલી પ્રતિજ્ઞાનો નિર્વાહ કરનારા જે આ શ્રાવકો છે તે પણ લક્ષણથી અલંકૃત શરીરવાળા છે. અર્થાત્ તે પણ લક્ષણવંતા છે. ગ્રહણ કરેલ સ્થૂળ અભિગ્રહને હંમેશા સારી રીતે આરાધે છે તે પણ નક્કીથી ધન્ય છે. ૮૮. પૂર્વે જેઓએ અભિગ્રહ નથી કર્યો તે સારા છે પણ અભિગ્રહનું ખંડન કરનારા સારા નથી. રત્ન વિનાનો અલંકાર ઘણો સારો છે પણ રત્નનષ્ટ આભૂષણ સારુ નથી. ૮૯. મનુષ્યભવમાં શોકસંતાપ–દુ:ખના સમૂહનો નાશ કરનાર જૈન શાસનને પ્રાપ્ત કરીને જેમ શરીરમાં પડેલો વા શરીરને ભાંગે તેમ અમે પોતાના અભિગ્રહને શા માટે ભાંગ્યો ? ૯૦. આ કારણથી અમે પોતાનું પાપ જણાવવા અમે લોકોના દેખતા આ કૃષ્ણ દેવાલયમાં પ્રવેશ્યા. હે સજ્જનો ! હંમેશા (સના = હંમેશા) આ પાપ પ્રગટ થાય તે સારું. પોતાનો ધર્મ ગુપ્ત રહે તે સારો. ૯૧. લોકોએ જે કહ્યું છે કે પાપીઓ ઘણાં હોય છે અને ધર્મના અર્થી સૂરિઓ થોડા જ હોય છે - વચન બુદ્ધિના ભંડાર અભયને મળ્યું હતું. યુક્તિયુક્ત વચન કોને સંમત ન હોય ? ૯૨. ફક્ત તેણે જે આશયથી જણાવ્યું છે તે સંભવના અમે આ રીતે કરીએ છીએ. પાપીઓ હંમેશા પોતાને ધાર્મિક ઓળખાવે છે. ધાર્મિકો હંમેશા પોતાના દોષને જાણે છે. આ અર્થને જણાવવા ત્યારે અભયકુમારે લોકોની આગળ એમ કહ્યું હતું. અથવા તો થોડા જ પંડિતો અભયના ગંભીર ચિત્તને જાણી શકે છે. ૯૪. અહીં કહેવાનો ભાવ એ છે કે લોકોએ કહ્યું હતું કે ધાર્મિકો થોડા હોય છે અને પાપીઓ વિશેષ હોય છે. જ્યારે અભયકુમારે ધાર્મિકો વિશેષ હોય છે અને પાપીઓ થોડા હોય છે એમ કહીને લોક વિરુદ્ધ પણ પોતાના કથનને દષ્ટાંતથી પૂરવાર કરી આપ્યું. આમ કરીને દેખાવથી ધાર્મિક અને પરમાર્થથી ધાર્મિકનો ભેદ કરી બતાવ્યો. લોકોનું વચન પરમાર્થથી સાચું છે એમ સિદ્ધ કરી બતાવ્યું. લોકે રાજપુત્રની પ્રશંસા કરી કે હે મંત્રિરાજ ! તું અસામાન્ય તેજનો ભંડાર છે. પોતાના વચનરૂપી કિરણથી જગતરૂપી કમળને બોધપાત્ર (વિકસિત) કરે છે. ૯૫. હે નંદાપુત્ર ! સૂર્ય-ચંદ્ર-તારા—દ્વીપ–મેરુપર્વત–ભૂપીઠ સમુદ્ર રહે ત્યાં સુધી આનંદ પામ. તું જગતને આનંદ પમાડ અતુલ વિશાળ રાજય લક્ષ્મીને પ્રાપ્ત કર. ૯૬. સન્મુનિની જેમ નિર્મળબુદ્ધિના ભંડાર અભયકુમારે ઘણાં કાળ સુધી હંમેશાં શંખ અને મચકુંદ જેવા ઉજ્જવળ પવિત્ર સુકૃતના સમૂહનાં સત્રોથી (યજ્ઞોથી) લોકોના મનમાં વિવિધ પ્રકારના ઘણાં આશ્ચર્યો કર્યા. ૯૭. એ પ્રમાણે શ્રી જિનપતિસૂરિના પટ્ટલક્ષ્મીભૂષણ શ્રી જિનેશ્વરસૂરિના શિષ્ય ચંદ્રતિલક ઉપાધ્યાય વડે વિરચિત શ્રી અભયકુમાર મહર્ષિ ચરિત્રમાં અભયાંકમાં કાષ્ઠ કઠિયારાની કથા, માંસની મોંઘાઈ, વિદ્યાધરે આપેલ વિદ્યાની પ્રાપ્તિ, કૃષ્ણ અને શુકલ પ્રાસાદ પ્રસંગ, ધાર્મિક અને અધાર્મિકની પરીક્ષાનું વર્ણન નામનો દશમો સર્ગ પૂરો થયો. શ્રી સંઘનું કલ્યાણ થાઓ.
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy