SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ-૧૧ ૨૪૯ અગિયારમો સર્ગ સમય પ્રમાણે ધર્મ—અર્થ-કામનું સેવન કરનાર, રાજ્ય સંપત્તિમાં નિઃસ્પૃહ, વિપત્તિદલનમાં સમર્થ, નાના પણ ભાઈના કડવા વચનને સહન કરનાર શિષ્યની રક્ષા અને દુષ્ટને શિક્ષા કરવામાં હંમેશા ઉદ્યત અભયે દેશમાં સર્વત્ર ન્યાયઘંટાને વગડાવતો, પોતાના પૂર્વજોને ભૂલાવતો પિતાના રાજ્યને ચલાવ્યું. ૩. જેમ વહાણ સ્વયં તરે છે અને બીજાને તારે છે તેમ સ્વયં ધર્મની આરાધના કરી અને બીજા પાસે કરાવી.૪. શ્રેણિકપુત્ર અભયે બાહ્ય અને અત્યંતર શત્રવર્ગને એવી રીતે જીત્યા જેથી ફરીથી આ શત્રુ વર્ષે તેની સામું પણ ન જોયું. ૫. એકવાર રાજાએ હર્ષથી નંદાના પુત્રને કહ્યું : હે વત્સ ! જો કે તું ઘણો નિઃસ્પૃહ છે તો પણ રાજ્યને ગ્રહણ કર. તારા જેવો મોટો પુત્ર રાજ્યને યોગ્ય છે બીજો નહીં. અથવા ભારને ખેંચવામાં બળદ જ ગાડામાં જોડાય છે. ૭. હવે પછી હું ચિંતામણિના મહાત્મ્યને જીતે એવા શ્રી વીર જિનેશ્વરના ચરણકમળ ને દરરોજ સેવીશ. ૮. હે વત્સ ! મેં લાંબા સમય સુધી રાજ્ય કર્યું. હવે પરલોક પણ સાધવો જોઈએ. નીચ મનુષ્યો જ પાપમાર્ગમાં પડયા રહે છે. ૯. એક બાજુ લુચ્ચાના મુખનો શણગાર છે, બીજી બાજું પિતાની આજ્ઞાનું ખંડન છે. બીજી બાજુ વિશાળ સંસાર સાગરમાં ડૂબવાનું છે. ૧૦. આવા સંકટમાં પડેલો હું હમણાં શું કરું ? હું હું મેં ઉપાયને જાણ્યો એમ ચિંતવીને અભયે કહ્યું ઃ ૧૧. આ પ્રમાણે પિતાએ જે આજ્ઞા કરી છે તેનું પાલન કરવું સુંદર છે. અથવા બીજો કોણ અહીં ઉચિતને જાણે ? હે તાત ! તો પણ કેટલોક કાળ રાહ જુઓ. સમયે વિનંતિના સ્થાન આપને જણાવીશ. ૧૩. અને આ બાજુ તે વખતે ભુવનને આનંદ આપનાર સંપૂર્ણ વિશ્વનાયક શ્રીમહાવીર જિનેશ્વર ઉદાયન રાજાને દીક્ષા આપીને જાણે અભયના પુણ્યથી ખેંચાયેલ ન હોય તેમ ક્ષણથી મરુ દેશમાં આવ્યા. ૧૫. દેવોએ તત્ક્ષણ સમવસરણ રચ્યું. કેમકે તેઓ મનથી કાર્ય સાધનારા હોય છે. ૧૬. જાણે સર્વ રીતે સુવર્ણનું પવિત્રપણું ન જણાવતા હોય તેમ નવ સુવર્ણ કમળમાં સ્વયં બે પગને મૂકતા પ્રભુ પૂર્વના દરવાજામાંથી સમવસરણમાં પ્રવેશ્યા અને મોટેથી બરાડા પાડતો મોહ ચરટ નાશી ગયો. ૧૮. તીર્થના નાથ હોવા છતાં પણ તીર્થને નમસ્કાર થાઓ એ પ્રમાણે બોલ્યા પ્રભુ સિંહાસન ઉપર બેઠા નીતિરૂપી નદીઓ જિનેશ્વરરૂપી પર્વતમાંથી વહે છે. ૧૯. તિર્યંચો, મનુષ્યો અને દેવો પ્રભુને વંદન કરવા આવ્યા. શું પરાધીન વરાકડા નારકો વંદન કરી શકે ? ૨૦. જે ક્ષણે સ્વામી આવ્યા ત્યારે ઉધાન પાલકે જઈને હર્ષથી શ્રેણિક રાજાને વધામણી આપી. ૨૧. હે દેવ ! જગતના સ્વામી, ઈન્દ્રો વડે સ્તવના કરાયેલ, કર્મનાશક, વિશ્વ નમસ્કારણીય, ધર્મના પ્રવર્તક, અનુત્તરજ્ઞાની, પરમ આર્હત્ત્વના સ્વામી, પરમ તીર્થંકર ભગવાન શ્રી મહાવીર પરમાત્મા હમણાં જ ઉધાનમાં સમવસર્યા છે. આજે ભાગ્ય યોગે તેમના આગમનની વધામણી કરાવ છે. ૨૪. જિનેશ્વર દેવના આગમનના સમાચારથી શ્રેણિક રાજા ઘણો રોમાંચપૂર્વક પરમ આનંદને પામ્યો. ૨૫. ભગવાન ઉપરના બહુમાનને કારણે રાજાએ તેને પ્રીતિદાન આપ્યું. એની બદલીમાં પોતે સ્વયં અસંખ્યાત પુણ્યને ઉપાર્જન કર્યુ. ૨૬. ખરેખર આજે જ મારી સકલ લક્ષ્મી કૃતકૃત્ય થઈ. જે ભાગ્યજોગે જિનેશ્વરના વંદનના કાર્યમાં ઉપકારક થશે. ૨૭. જેમ સમુદ્ર સકલ દિશાઓ પૂરતો ધસી આવે તેમ રાજા સર્વ સામગ્રીથી પ્રીતિથી સમવસરણમાં ગયો. ૨૮. મારી શંકાનું સમાધાન થશે તેથી અતિ ઉત્સાહિત અભયકુમાર પણ મહાનંદથી પિતાની સાથે સમવસરણમાં ગયો. ૨૯. અભયકુમારાદિ પરિવારથી સહિત શ્રેણિક રાજા ઊંચા સિંહાસન ઉપર બીરાજમાન સુવર્ણકાંતિવાળા જિનેશ્વરને ત્રણ પ્રદક્ષિણા આપતા જેમ તારાથી સહિત ચંદ્ર સુમેરુ પવર્તની
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy