SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ-૧૧ ૨૬૫ પરમાત્મા છે જેના નામ માત્રથી પ્રતિમાએ દર્શન આપ્યા. પ૭. એ પ્રમાણે બોલતો હર્ષથી વિકસિત થયેલ ચક્ષવાળા લોકે દિશાઓના સમૂહને બહેરો કરનાર જયજયારવ કર્યો. ૫૮. ભક્તિથી પ્રતિમાને પ્રણામ કરીને જાણે સાક્ષાત્ સરસ્વતી ન હોય એવી પ્રભાવતી દેવીએ આ પ્રમાણે સ્તવના કરવાનું શરૂ કર્યું. ૫૯. હે સૌમ્યમૂર્તિ! હે વિનષ્ટ–અર્તિ! હે પ્રભાકર ! હે વિભાકર! (સૂર્ય) હે જગતબંધુ! હે દયાસિંધુ! ત્રણ જગતમાં આનંદ પામ, આનંદ પામ. ૬૦. હે જિનેશ્વર ! વિવિધ પ્રકારના શસ્ત્રો,-અક્ષમાલાસ્ત્રીથી રહિત તારી મૂર્તિજ બતાવે છે કે તારા ઈર્ષ્યા મોહ અને રાગ ચાલ્યા ગયા છે. ૬૧. જે રીતે મૂર્તિ શાંત, દાંત, નિરંજન દેખાય છે તે રીતે જ દેવાધિદેવપણું છે એમાં કોઈ સંશય નથી. દર. તેણીએ નાવિકને નાના ભાઈની જેમ માનીને પૂજા કરી (સન્માન કર્યું), અથવા ચેટકપુત્રીની વત્સલતા સ્થાને છે. ૩. વરઘોડામાં સ્થાને સ્થાને રાસડા ગવાય છે તે વારાંગનાઓ નૃત્ય કરે છd, ગંધર્વ વર્ગ ગાયે છતે સમગ્ર આચાર્ય ભટ્ટ જય મંગલ કરે છતે નગરમાં ચાર રસ્તા વગેરે સ્થાનો ઉપર અને દુકાનો ઉપર તોરણ, તલિકા વગેરે બંધાયે છતે, અર્થાતુ નગર સુશોભિત કરાયે છતે પ્રભાવતીએ મોટી પ્રભાવનાપૂર્વક અંતઃપુરમાં પ્રતિમાનો પ્રવેશ કરાવ્યો. પ્રભાવના એ દર્શનનું અંગ છે. દ૬. પ્રભાવતીએ અંતઃપુરની મધ્યમાં શુદ્ધ જિનપ્રાસાદ નિર્માણ કરાવ્યો અને તેમાં મનની જેમ પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. અર્થાત્ પ્રતિમાને મંદિરમાં સ્થાપન કરાવી અને પ્રભુને હૃદયમાં સ્થાપન કર્યા. ૭. સ્નાન કરીને શુભ્ર (સફેદ) વસ્ત્રો પહેરીને પ્રભાવતી રાણીએ હંમેશા ત્રિકાળપૂજા કરી. ૬૮. ઉદાયન રાજા સ્વયં પાસે રહીને વીણા વગાડે છતે પ્રભાવતીએ પ્રભુની આગળ ઈન્દ્રાણીની જેમ અત્યંત કરુણામય નૃત્ય કર્યું. ૬૯. એમ સંગીતક કરવામાં નિરત, પાપથી વિરામ પામેલી મનુષ્યભવને સફળ કરતી તેણીએ દિવસો પસાર કર્યા. ૭૦. એકવાર ઉદાયન રાજા સ્વરગ્રામ-મૂછન રાગથી વીણાને સુંદર રીતે વગાડી રહ્યા હતા ત્યારે અત્યંત હર્ષના ભરથી ભાવ-અભિનયપૂર્વક નૃત્ય કરતી પ્રભાવતીના મસ્તકકમળને ન જોયું. ૭૨. તેવા પ્રકારના અરિષ્ટના દર્શનથી કષ્ટની શંકા કરતા રાજાના હાથમાંથી જીર્ણ ભીંતમાંથી પથ્થર પડે તેમ વીણાનો કોણ (વીણા વગાડવાની કાંબી અથવા ગજ જેના વગર વીણા વગાડી શકાય નહીં) પડી ગયો. ૭૩. તુરત જ સંગીતના ભંગથી આનંદ ઊડી જવાથી ઘણી પતિભક્ત હોવા છતાં પણ પ્રભાવતીએ રાજા ઉપર ક્રોધે ભરાઈને કહ્યું ઃ ૭૪. હે નાથ ! શું મેં નૃત્યના તાલનો ભંગ કર્યો જેથી વીણા વગાડતાં વગાડતાં અટકી ગયા. ૭૫. આ પ્રમાણે ઘણાં ઘણાં આગ્રહથી પુછયું ત્યારે રાજાએ કોઈક રીતે (મુશ્કેલીથી) સત્ય હકીકત જણાવી. સ્નેહીઓ પ્રિયપાત્રના અમંગલને કહેવા શક્તિમાન થતા નથી. ૭૬. રાજાના આવા જવાબને સાંભળીને ધીર પણ પ્રભાવતીએ રાજાને કહ્યું કે આ દુર્નિમિત્તથી મારું આયુષ્ય અલ્પ છે એમ હું જાણું છું. ૭૭. હે પ્રિય! આજીવન ધર્મમાં એક માત્ર રત મને મરણનો જરાપણ ભય નથી પરંતુ આ દુર્નિમિત્તનું અવલોકન મને આનંદ આપનારું થયું. કેમકે આ નિમિત્ત મને ચારિત્રની પ્રેરણા કરે છે. વિષાદ વિનાના મુખવાળી પોતાના આવાસમાં ગઈ. અથવા નજીકમાં બુઝાનારી દીવાની વાટ વિશેષથી પ્રદીપ્ત બને છે. ૮૦. જિનધર્મનું જ્ઞાન નહીં હોવાથી રાજા પણ મનમાં દુભાયો. ખરેખર શ્રાવકો જ વિવેકવાળા હોય છે. ૮૧. એકવાર જિનપ્રતિમાની પૂજાના અવસરે રાણીએ સ્નાન કરી લીધું ત્યારે દાસી પૂજાને યોગ્ય વસ્ત્રો લઈ આવી. ૮૨. રાણીએ અરિષ્ટના કારણે વસ્ત્રોને લાલ વર્ણના જોયા. મોટાઓને પણ અંતકાળે પ્રકૃતિ (સ્વભાવ)નો વિપર્યય થાય છે. ૮૩. હે સમયને નહીં જાણનારી દાસી!દેવપૂજાના સમયે પ્રતિકૂળ વસ્ત્રો
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy