SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ અભયકુમાર ચરિત્ર ૨૪ હોય છે. આ પ્રમાણે ચિંતાને વહન કરતા રાજાએ યથોચિત વાત કરીને નંદાને આનંદિત કરી. ૨૬. હર્ષિત થયેલ રાજાએ દરેક દુકાનને રેશ્મી વસ્ત્રોથી, દરેક માર્ગમાં સુંદર તોરણોથી નગરની શોભાને કરાવી. ૨૭. જેની આગળ પુત્ર છે એવી સતી નંદા હાથી ઉપર આરૂઢ થઈ. જેમ જયપુત્રથી યુક્ત ઈન્દ્રાણી પ્રવેશ કરે તેમ ઉત્તમ શણગારને ધારણ કરતી નંદાએ નગરમાં પ્રવેશ કર્યો. ૨૮. દુકાનની શ્રેણી જાણે ચારે બાજુથી ફરકાવાયેલ રેશમી વસ્ત્રોથી પુત્ર સહિત પ્રવેશ કરતી નંદાના ઉતારણા લે છે. અર્થાત્ નંદાને વધાવે છે. ૨૯. સૌંદર્યના ધામ, પુત્ર સહિત પ્રવેશ કરતી નંદાને આનંદના પૂર સહિત એકી ટસે જોતા નગરજનોની આંખો જાણે અત્યંત સ્તંભિત કરી દેવાઈ હોય તેમ ઉન્મેષ અને નિમેષ વગરની થઈ. ૩૦. તે વખતે કૌતુક જોવા ઉત્સુક થયેલી સ્ત્રીઓ આ પ્રમાણે ચેષ્ટા કરવા લાગી– કેટલીક સ્ત્રીઓને એકાવલી હારના સ્થાને વિચિત્ર પ્રકારની મણિમય સુવર્ણની કાંચિને પહેરી. ૩૧. બીજી કેટલીક સ્ત્રીઓએ કંકણથી ભૂષિત અંગોમાં સુવર્ણના કુંડલોને પહેર્યા અને સુવર્ણના કુંડલોને પહેરવાના સ્થાને યથોચિત સ્થાને જડેલા મણિના સમૂહવાળા કંકણોને પહેર્યા. ઉતાવળના આવેશમાં આવેલી કેટલીક સ્ત્રીઓએ કેયૂર પહેરવાના સ્થાને નૂપુરોને પહેર્યા. કુતૂહલથી ઉત્સુક બનેલી કેટલીક સ્ત્રીઓએ પહેરવાના બંને વસ્ત્રનો વિપર્યય કર્યો. અર્થાત્ ઉપરનું વસ્ત્ર નીચે અને નીચેનું વસ્ત્ર ઉપર ધારણ કર્યુ. ૩૩. ભ્રમર જેવી કોઈક કાળી સ્ત્રીએ પુત્રના ભ્રમથી ખોળામાં બિલાડીના બચ્ચાને લીધું. બીજીએ ભૂંડને, વળી ત્રીજીએ પોતાના પુત્રની ભ્રાંતિથી કૂતરાને લીધું, વળી ચોથીએ ગાયના વાછરડા સમાન વાંદરાને અને કોઈએ પુત્રની ભ્રાન્તિથી ભૂંડના બચ્ચાંને પોતાની કેડમાં તેડ્યો. આ બધી સ્ત્રીઓ સખીઓ વડે હસાઈ કે આ નવા પ્રકારના પુત્રો થયા છે કેમકે સમાન વસ્તુઓમાં ભ્રમ થાય છે. ૩૫. કે આ પ્રમાણે નગરની સ્ત્રીઓ વડે અણછાજતી ચેષ્ટા કરાઈ. ઘરમાંથી નીકળીને તે તે સ્થાને ઊભી થઈને પુત્ર સહિત નંદાને જોતી સ્ત્રીઓ હર્ષના વશથી બોલવા લાગી. ૩૬. ખરેખર ! નંદાએ ઐશ્વર્યનું કારણ દાનને ભક્તિથી પાત્રમાં આપ્યું છે. આણે કોઈથી હિલના ન કરી શકાય એવું અગ્નિની જ્વાળાને થંભાવી દે તેવું પ્રભાવશાળી શીલ પાળ્યું છે. ૩૭. ખરેખર ! આણે (નંદાએ) દુસ્તપ તપને તપ્યું છે. ધર્મરૂપી પૃથ્વીમાં કુશલ બીજને વાવ્યું છે. જે સદ્ આર્યા આવા પ્રકારના પુત્રની માતા થઈ અને જે શ્રેણિક રાજાની પત્ની થઈ. ૩૮. આનું લાવણ્ય દેવાંગનાઓ કરતા શ્રેષ્ઠ છે; સામાન્ય જનમાં ન હોય એવું એનું રૂપ છે. આનું ગાંભીર્ય જગતથી પણ શ્રેષ્ઠ છે; એના સર્વ અંગનું સંસ્થાન અતીવ સુંદર છે. ૩૯. આનું ગૌર વર્ણ સુવર્ણની કાંતિનો પરાભવ કરે તેવું છે. આનું માધુર્ય શરીરની પ્રિયતામાં એક માત્ર ધુર્ય છે અર્થાત્ આના શરીરની જ શોભા કરતા એનું માધુર્ય વિશેષ છે. આની આદેયતા સર્વજનથી મનોહર છે. સારી રીતે આકર્ષિત કરાયા છે ગુણો જેના વડે એવો આનો સમતા ગુણ શ્રેષ્ઠ (પૂર્ણ) છે. ૪૦ અહો ! વિદૂરભૂમિ જેમ વૈસૂર્ય રત્નને જન્મ આપે તેમ સ્ત્રીજનમાં શિરોમણિ આણે ગુણોના એક ધામ, દેવકુમાર જેવા પુત્રને જન્મ આપ્યો છે. ૪૧. આજ સૌભાગ્યવતી સ્ત્રીઓમાં શિરોમણિ છે શ્રેષ્ઠીપુત્રી હોવા છતાં જેને રાજા પતિ મળ્યો છે. આ જ રત્ન પ્રસૂતામાં અગ્રેસર છે જેણે અભય જેવા પુત્ર રત્નને જન્મ આપ્યો છે. ૪૨. જો વિધિ પ્રસન્ન થાય તો સાચે જ અમે આવી થઈએ. અભિમાનથી મુક્ત થયેલી નંદાએ નગરની સ્ત્રીઓના આવા પ્રકારના સંલાપને સાંભળ્યો. ૪૩. નંદિના નાદ અને પ્રતિવાદથી (પડવાથી) જ્યારે દિગંત પૂરાયેલું હતું અને બાકીના નગરના લોકો હૈયામાં આનંદને ધારણ કરતા હતા ત્યારે મોટા મહોત્સવપૂર્વક રાજાએ નંદાને નગરમાં પ્રવેશ કરાવ્યો. ૪૪. નમતા એવા પુત્રની સાથે નંદા સાસુવર્ગને મસ્તકથી નમી કેમકે પરમ
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy