SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ-૨ ૨૩ માટે શંખની જેમ ત્રણ રેખા કરી હતી. અર્થાત્ ત્રણ રેખાથી એણે કંઠના ચાર વિભાગ કર્યા હતા. તેમાં ચાર વિદ્યાને બેસવા માટે ચાર આસન કર્યા હતા. ૮. એના બિંબફળ સમાન કાંતિવાળા બે હોઠ જાણે સાક્ષાત્ નગરજનનો અનુરાગ ન હોય તેવો હતો. આના ધારદાર સફેદ અને દઢ દાંતો જાણે મનુષ્યના બત્રીશ લક્ષણો હતા. ૯. આની જીભ કંઈક લાલવર્ણ અને નિર્મળ હતી. આનું તાલુ શૂરત્વને સૂચવનારું કમળની જેવી કાંતિવાળું હતું. આના બે કોમળ ગાલ સરસ્વતી અને લક્ષ્મીને સુખેથી બેસવા માટે બે સારી ગાદીઓ ન હોય તેવા હતા. ૧૦. આની લાંબી, ઊંચી અને સરળ નાસિકા બુદ્ધિથી પ્રાપ્ત કરાયેલ જયની કીર્તિયષ્ટિ ન હોય તેવી હતી. નીલકમળ સમાન આની બે આંખો બંને લોકને જોવાની ઈચ્છાથી શું જાણે વિકસિત ન થઈ હોય તેવી હતી. ૧૧. કપાળની ઉપર રેખાના બાનાથી સુનાસા વંશની ઉપર ભ્રકુટિથી રચાયેલ પણછ પુણ્યરૂપી અનાજના દાણાથી ભરપૂર ક્ષેત્રમાં આવેલ કાગડાને ઉડાડવા જાણે બાણ સહિતનું ધનુષ્ય ન હોય તેવું હતું. ૧૨. દોલા (હિંચકા) સમાન આકારવાળા, રચના વિશેષથી રમ્ય બનેલ, ખભા સુધી લટકતા, બે કાન જાણે બુદ્ધિના ક્રિીડા કરનારા વિમર્શ અને પ્રકર્ષ નામના ભત્રીજા ન હોય તેવા લાગતા હતા. ૧૩. બે કમળો જે અહીં આના મુખ ઉપર ગોઠવાયેલ છે તેથી હું જાણું છું કે આનું મુખ પુનમના ચંદ્ર જેવું છે. આનો સ્નિગ્ધ અંજન જેવો આ શ્યામ કેશપાશ સ્ત્રીઓના મનને બાંધવા માટે પાશ છે. ૧૪. આના માથામાં જમણી બાજુએ એ રીતે આવર્ત (માથાની ભમરી) રચાયું હતું તેમાં પણ કોઈ આશ્ચર્ય ન હતું કેમ કે તેવા ચતુર કુશળ પુરુષોને સમસ્ત પણ પૃથ્વી દક્ષિણા જ છે. ૧૫. આણે ગતિથી રાજહંસોને જીતી લીધા છે. એમાં પણ આશ્ચર્ય નથી કે આ મંત્રશક્તિથી (બુદ્ધિથી) રાજહંસોને (ઉત્તમ રાજાઓને) જીતી લેશે. ૧૬. આના સ્વરે ભાદરવા મહિનાના પાણીવાળા વાદળના અવાજને જીતી લીધો તે યોગ્ય જ છે. અર્થાત્ ભાદરવા મહિનાનો મેઘ જેવો ગંભીર અવાજ કરે તેનાથી આનો સ્વર ગંભીર હતો. ૧૭. જે આ ઊર્ધ્વદર્શી (દૂરંદર્શી -પરલોકનો વિચાર કરનાર) છે તેમાં કોઈ આશ્ચર્ય નથી કારણ કે તે હંમેશા ઉચ્ચપદને (મોક્ષને) વાંછે છે. અથવા વધારે શું કહેવું આનું જે જે અંગ જોવાય છે તે તો લોકોત્તર અને સુંદર છે. ૧૭. શું વિધાતાએ સામુદ્રિકશાસ્ત્ર જોઈને આને લક્ષણોથી યુક્ત બનાવ્યો છે? અથવા તો આના સારને જાણીને સામુદ્રિક શાસ્ત્રની રચના કરી છે? આ પ્રમાણે હર્ષથી શરીરના રૂપનું વર્ણન કરીને રાજાએ પુત્રને પુછ્યું: હે ગોત્રરૂપી આકાશ માટે સૂર્ય સમાન! તારી માતા ક્યાં છે? ૧૯. અભયે કહ્યું: હે તાત! ગુણોથી સુંદર તમારા ચરણરૂપી કમળનું હંસીની જેમ સ્મરણ કરતી સ્વજનોને સાતા આપતી માતા નગરની બહાર ઉદ્યાનમાં રહેલી છે. ૨૦. રાજાએ અભયને આગળ કરીને, નંદાનો નગર પ્રવેશ કરાવવા પોતાના પુરુષોને આદેશ કર્યો અને પોતે પણ પાછળ ગયો. રણમાં ખુંપેલો મનુષ્ય શું શું ન કરે? ૨૧. નંદા પવિત્રશીલના પાત્ર એવા શરીરને હર્ષથી સુશોભિત કરવા લાગી. પુત્રે તેને તેમ કરતા રોકી કેમકે કયારેક પુત્રની શિક્ષા પણ માતાના શુભ માટે થાય છે. ર૨. પતિનો વિયોગ હોય ત્યારે પ્રોષિતભર્તૃક સ્ત્રીઓએ વેશભૂષા કરવી યોગ્ય નથી. સૂર્ય દ્વીપાંતરમાં હોય ત્યારે શું કમલિની કયારેય વિકાશને પામે છે? ૨૩. વિચારણા કરવામાં બુદ્ધિમાન પુત્રના વચનથી, તે પૂર્વના વેશને ધારણ કરીને રહી. બાળક પાસેથી પણ સારવાળા હિતકારી વચનને બુધોએ ઔષધની જેમ શંકા રહિત ગ્રહણ કરવું જોઈએ. ૨૪. જેના હાથ ઉપર સૌભાગ્ય કંકણની શ્રેણી ઢીલી પડી ગઈ છે, જેની આંખમાં આંજણ આંજેલું નથી, જેણે મલિન વસ્ત્રો ધારણ કરેલા છે, અલ્પજળમાં ઉગેલી કમલિની કરતા વધારે ખરાબ સ્થિતિમાં રહેલી નંદાને રાજાએ જોઈ. ૨૫. અહો! આ કેવી કૃશાંગી થઈ ગઈ છે ! અથવા એમાં કોઈ આશ્ચર્ય નથી કે સતી સ્ત્રીનું ચરિત્ર સાધ્વીના ચરિત્ર સમાન
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy