SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ અભયકુમાર ચરિત્ર ૨૭૨ વારંવાર ધુણાવ્યું. પ૫. મારો શત્રુ ક્યાં છે જેથી હું આને શિક્ષા કરું ? એમ ચતુર્વસ્ત મલ્લે આક્ષેપ કરી જાણે બે આંખોથી દિશાઓમાં દષ્ટિ દોડાવી. ૫. એમ સંક્ષોભને જોઈ રાજાએ કહ્યું તમે સ્થિર થાઓ તમારું ઈચ્છિત થશે. ૫૭. અરે! તમે જલદીથી વિજયડંકાને જોશથી વગાડો જેથી શત્રુના હૃદયની સાથે પૃથ્વીતલ કંપી ઉઠે. ૫૮. એવા રાજાના આદેશથી નિયુક્ત પુરુષોએ ક્ષણથી ભેરીને જોશથી વગાડી. અવાજથી દિશાઓને પૂરતી ભેરી ઘણી વાગી. ૫૯. ભેરીને સાંભળીને અતિશય હર્ષ પામેલ મહાવતોએ જાણે જંગમ પર્વત ન હોય એવા હાથીઓને તૈયાર કર્યા. ૬૦. ઉત્સાહી ઘોડેશ્વારોએ સિંધુ કેક્કાણ વાહલી વગેરે દેશોમાં ઉત્પન્ન થયેલ જાતિવંત અશ્વોને જલદીથી તૈયાર કર્યા. ૬૧. ધ્વજ અને કળશોથી હાલતા ચાલતા દેવ આવાસો ન હોય એવા રથોને તૈયાર કર્યા. દર અને શેરીમાં ઉભા રાખ્યા. ૨. આટલા દિવસ સુધી અમે ફોગટ જ અમારા સ્વામીનું લૂણ ખાધું તેથી હમણાં અમે ઋણમુક્ત બનીશું. ૬૩. એમ ઉત્સાહથી ધનુષ્યો અને તલવારને સજ્જ કરતા પદાતિઓ આનંદથી ફરી ફરી કૂદકા મારવા લાગ્યા. ૬૪. જ્યોતિષ શાસ્ત્રોને જાણનાર જ્યોતિષીએ ઉત્તમ મુહૂર્તનું પ્રદાન કર્યુ ત્યારે નિયુક્ત પુરુષ બધા રાજાઓને બેસવા માટે હાથીને લેવા ગયો તેટલામાં મહાવાદી વાદમાં ઉત્તર આપીને હર્ષ પામે તેમ હાથી મદને પામ્યો. ૬. સિંદુર વગેરે વિવિધ વસ્તુઓથી શૃંગારિત કરાયેલ તે હાથી ઉપર રાજા જાણે સાક્ષાત્ જય ન હોય તેમ ચડ્યો. ૬૭. છત્રના આકારવાળા રાજાના મસ્તક ઉપર છત્રધારકે છત્રને ધારણ કર્યું. તે યોગ્ય હતું. સમાનોને વિશે સમાન શોભે છે. ૬૮.બંને રાજ્યોનું જાણે એક છત્રત્વ ન હોય તેમ લોકોએ છત્રને બમણું થયેલું જોયું. ૬૯. હે રાજનાયક ! તું મારી ઉપર આક્રમણ કરીશ નહીં એમ પૂર્વે સાંત્વન આપવા માટે કલાનિધિ રાજા (પ્રદ્યોત) વારાંગના સ્ત્રીઓ વડે વિંઝાતા ચામરના બાનાથી પોતાની કરાવલીને ઉદાયન રાજાને મોકલી એમ જાણે સૂચવતું હતું. ૭૧. આગળ, પાછળ અને બે પડખે સૈનિકો વડે વીંટળાયેલા રાજા જાણે સાક્ષાત્ ઈન્દ્ર પૃથ્વીતલ ઉપર ન અવતર્યો હોય તેમ શોભ્યો. ૭૨. ઉત્તરોત્તર કલ્યાણ અને જયના આગમનને સૂચવનારો શ્રેષ્ઠ શકુનોથી હર્ષ પામેલ રાજા નગરમાંથી નીકળ્યો. ૭૩. ચાલતા ઘોડાઓએ પૃથ્વીને ખરે ખરે ખોદી. અથવા કઠોર પગવાળા રાજાઓની પણ આવી ગતિ હોય છે. ૭૪. પૃથ્વીના ભારની ધૂરાને વહન કરવામાં અગ્રેસર શેષનાગને જોવા માટે જાણે રથોએ ચક્રના ઘાતથી માર્ગમાં પૃથ્વીને ખોદી એમ હું માનું છું. ૭૫. રથોથી અને અશ્વોથી ખોદાયેલી પૃથ્વીને પાછળ ચાલતા હાથીઓએ જલદીથી સમાન કરી કેમકે મોટો પુરુષ નાનાએ બગાડેલા કાર્યને સુધારી લે છે. ૭૬. પદાતિઓ જેના ઉપર થયા છે એવા મજબૂત શરીરવાળા પડખામાં સ્થાપિત કરેલ ફરકતી ધ્વજાવાળા વહાનોને વેગથી ખેંચતા વારંવાર ઊંચે નીચે ડોક કરતા ઊંટો જાણે આકાશમાં ઊડવાની ઈચ્છાવાળા ન હોય તેવા લાગ્યા. ૭૮. ધન-ધાન્યથી ભરેલા અનેક ચાલતા વાહનોના બાનાથી પ્રકટ નિધાનો રાજાની સાથે નક્કીથી ચાલ્યા. ૭૯. ઉદાયન રાજાના પાછળના ભાગમાં ચાલતા મહાસન વગેરે દશ મુકુટ બદ્ધ રાજાઓ શોભ્યા. તેનાથી જાણે એમ લાગતું હતું કે દાનના એક વ્યસની આ શૂરવીરની સેવા કરવા માટે આ દિક્ષતિઓ સ્વયં મનુષ્યલોકમાં અવતર્યા હતા. ૮૧. હું ધૂળથી ઢંકાઈ ગયો તે ઘણું સારું થયું નહીંતર મને જોઈને આ રાજા આક્રમણ કરત. એમ ચાલતા સૈન્યની ઉડેલી રજથી પોતાને અતિશય ઢંકાયેલ જોઈને સૂર્યે પોતાને બહુ માન્યું. ૮૩. બાણોથી ભરેલા ભાથાને બાંધતા ધધારીઓને જોઈને મારા પણ કિરણોના સમૂહને આ લોકો લઈ લેશે એમ વિચારતા સૂર્યો ત્યારે ગાઢ રજના ભરથી પોતાના હજાર કિરણોને છુપાવી દીધા એમ લાગ્યું. ૮૫. નદીની જેમ રાજાની સેના વિષમ પૃથ્વીને સમ અને સમને
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy