SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ–૫ ૧૧૩ ભૂખ આવીને રહી છે. ૯૨. હે વૃદ્ધક ! તું મૌન ધરીને અહીં જ ઘરમાં પડ્યો રહે. તું દેવોની સાથે શું કરીશ? તારા ચિત્તમાં દેવો વસેલા છે. હવે દેવોનું તમારે શું કામ છે? બાલીશની જેમ અત્યંત અસંબદ્ધ બબડો છો. ૯૪. દાન ભોગના યોગથી લક્ષ્મી ક્યારેય ક્ષય પામતી નથી. કૂવામાંથી રોજ પાણી કાઢવામાં આવે છતાં શું કૂવો ખાલી થાય છે? ૯૫. પરંતુ ક્ષયવાળા મનુષ્યના શરીરની જેમ પાપ કર્મના ઉદયથી લક્ષ્મી ક્ષય પામે છે. ૯૬. અથવા તો અવિવેકીઓ એવા તમારી સાથે વાદ કરીને શું કરવું છે? હું મારું ચિંતિત કરીશ. વિવેકીઓ પોતાના સ્વાર્થ (કલ્યાણ)ની હાની ન કરે. ૯૭. આજે ભાગ્યે જોગે હું ચેત્યોને વાંદીશ એમ ભાવના કરતો આ પુત્રોની રજા વિના પણ નગર તરફ ચાલ્યો. ૯૮. લોકોએ કૌતુકથી પણ નગરમાં પ્રવેશ કરતા શ્રેષ્ઠીને ન જોયો. ત્યારે આવકાર આપવો જુહાર કરવાની શું વાત કરવી? ૯૯. ખેરખર દારિદ્રય પરમ અદશ્યીકરણ અંજન છે. કારણ કે દેખતો નજીકમાં રહેલા દરિદ્રને જોઈ શકતો નથી. ૪00. શ્રેષ્ઠીએ વિચાર્યું. તે જ હું છું. તે જ આ લોકો છે. સાથે હોવા છતાં હું તેઓને જોઉં છું. તેઓ મને જોતા નથી. અહો ! દારિદ્રયનો વિલાસ કેવો છે? ૪૦૧. આથી જ કહ્યું છે કે- હે દારિદ્રય તને નમસ્કાર થાઓ કેમકે તારા પ્રસાદથી હું સિદ્ધ થયો છું. કારણ કે હું બધાને જોઉં છું મને કોઈ જોતું નથી. ૨. પરબ ઉપર અંગનું પ્રક્ષાલન કરીને સ્વયં ગળેલ પાણી લઈને જિનમંદિરના દ્વાર પાસે પહોંચ્યો. ૩. અહો ! ભાગ્યજોગે આ જિનદત્ત શેઠ પધાર્યા એમ વિચારીને હાથમાં માળા લઈને કોઈ માળીની પુત્રીએ શ્રેષ્ઠીને કહ્યું હે શ્રેષ્ઠિનું! મારી પાસેથી ઉત્તમ માળા ખરીદી લીઓ. મારી પાસે આજે એક લખોટી નથી તો હું તારી પાસેથી માળા કેવી રીતે ખરીદું? ૫. આણે કહ્યું : હે તાત! તમે જે આપ્યું છે તે જ અમે ખાઈએ છીએ. બાકી તો શાકભાજી વગેરે ખરચ માટે કમાઈએ છીએ. ૬. હે તાત! પોતાની પુત્રી ઉપર કૃપા કરીને આ માળા લીઓ એમ બોલતી જિનદત્તના બે ચરણને પકડીને માળીની પુત્રી ઊભી રહી. ૭. શેઠે કહ્યું છે વત્સા ! હું ફક્ત દેવને વાંદવા આવ્યો છું. પરંતુ માળા આપ્યા વિના તને સમાધિ ન રહેતી હોય તો મને માળા આપ. ૮. તેની આપેલી માળા લઈને ત્રણવાર નિસાહિ નિસીહિ બોલીને રોમાંચિત થયેલ શેઠ આત્મમંદિરમાં પ્રવેશ્યા. ૯. સર્વસાધારણ ધોયેલ વસ્ત્ર પહેરીને મુખકોશ બાંધીને શેઠ ગભારાની અંદર પ્રવેશ્યા. ૧૦. રોમાંચિત અંગવાળા બે આંખોમાંથી હર્ષના આંસુ વહાવતા ફુલોથી ભગવાનની પૂજા કરતા શેઠે કહ્યું : ૧૧. હે ભુવનપ્રભુ! એવા દિવસો હતા જ્યારે મેં તમારી સુવર્ણમય પુષ્પોથી અને આભૂષણોથી પણ પૂજા કરી હતી. ૧૨. ઉત્સવના પ્રસંગોમાં મહાવિભૂતિથી વિધિપૂર્વકની રથયાત્રાથી અને સંગીતપૂર્વક મેં તમારી ભક્તિ કરી હતી. ૧૩. હે જિનેશ્વર ! આજે કેવો દિવસ આવી ગયો જેમાં હું દુર્દશાને પામેલો બીજાના ફૂલોથી તારી પૂજા કરું છું. ૧૪. ખરેખર ! કોઈક ધર્મની આરાધના કરનાર ભવ્યને મેં અંતરાય કર્યો હશે તેનું આ ફળ મને હમણાં મળ્યું છે. ૧૫. એ પ્રમાણે ભાવનાપૂર્વક શેઠે ઘણી ગહ કરી. પૂજા કરીને બહાર રહીને દેવવંદન કર્યા. ૧૬. પૂજાના વસ્ત્રો ઉતારીને શેઠ જ્યાં ધર્મઘોષ સૂરિની ધર્મદેશના ચાલતી હતી ત્યાં ગયા. ૧૭. સભાના છેડે બેઠેલા શેઠે સૂરિરાજને વંદના કરી. સૂરિએ આને મોટા સંભ્રમથી ધર્મલાભ આપ્યો. ૧૮. વ્યાખ્યાન આપતા આચાર્ય ભગવંત કોઈ ધનવાનનો આવો ગૌરવ નથી કરતા તો શું રાજા આવ્યા છે? ૧૯. એમ આશ્ચર્યચક્તિ થયેલ સભાજનોએ જેટલામાં પાછું વાળીને જોયું તેટલામાં ફાટેલ તુટેલ મેલા વસ્ત્રો પહેરનાર કરચલીની લટકતી ચામડીવાળો, જેનું હાડપિંજર દેખાઈ રહ્યું છે, જેમ તેમ વિખેરાયેલ વાળવાળો વૃદ્ધ દેખાયો. ૨૧. અહો! આ રંક જેવા વૃદ્ધનો શા કારણથી આટલો બધો આદર કરતા હશે? રર. સભાજનો આ પ્રમાણે વિચારતા હતા ત્યારે ગુણવાન ઉપર બહુમાન ધરાવતા ગુરુએ
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy