SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ-૧૧ ૨૭૯ રૂપ-સૌભાગ્ય-લાવણ્ય-લક્ષ્મી અને રાજકૃપા પુણ્યથી જ પ્રાપ્ત થાય છે જ્યારે પાપથી આનાથી વિપરીત પ્રાપ્ત થાય છે. અર્થાત્ પાપના ઉદયથી કુરૂપ-દુર્ભાગ્ય-લાવણ્યરહિતતા–નિર્ધનતા અને રાજકોપ પ્રાપ્ત થાય છે. ૫. પત્રાદિ વડે ખરચાતી પણ પુણ્યશાળી જીવોની લક્ષ્મી કયારેય ક્ષય પામતી નથી. જેમકે ભદ્રશ્રેષ્ઠીની લક્ષ્મી. હે લોકો ! અભદ્ર નામના શેઠના પુત્રની જેમ પાપી જીવોની લક્ષ્મી નહીં ખરચાતી હોવા છતાં નાશ પામે છે. તે આ પ્રમાણે ધનેશ્વર શેઠનું દષ્ટાંત પૂર્વે વિવિધ પ્રકારના મહામૂલ્યવાન રત્નોથી રત્નાકર જેવું આચરણ કરનાર રત્નપુર નામનું ઉત્તમ નગર હતું. અર્થાત્ જેમ સમુદ્ર વિવિધ પ્રકારના રત્નોથી ભરેલો હોય તેમ આ નગર પણ વિવિધ પ્રકારના રત્નોથી ભરપુર હતું. ૬૮. તેમાં નગરજનોમાં ઉત્તમ ધનેશ્વર શ્રેષ્ઠી રહેતો હતો. જે ઔદાર્યગુણથી બલિ જેવો હતો, ધનથી કુબેર જેવો હતો. ૬૯. જાણે બીજી લક્ષ્મી ન હોય તેવી ઉદાર, સરળ, ધીર, ગંભીર, મધુર, સ્થિર ધનશ્રી નામની તેની પત્ની હતી. ૭૦. તે બંનેને સાગર નામનો પુત્ર થયો. જેમ સાગર જળચરોથી ભરેલો હોય તેમ તે દોષોથી ભરેલો હતો. ૭૧. તેને જડના સંપર્કથી પ્રસિદ્ધ, કુટિલ, નદી સમાન નીચ ગામિની નર્મદા નામની પત્ની હતી. ૭૨. ધનેશ્વર અને ધનશ્રી શ્રાવક-શ્રાવિકા દંપતીએ નિયાણા રહિત સાધુઓને દાન આપ્યું. ૭૩. શીલનું પાલન કર્યું. દુસ્તપ તપને તપ્યા. તે બંનેએ હંમેશા બાર પ્રકારની ભાવના ભાવી. ૭૪. પરમ ઋદ્ધિથી અનેકવાર તીર્થયાત્રા કરી. આ પ્રમાણે ધર્મમાં તત્પર બંનેએ મનુષ્ય ભવ સફળ કર્યો. ૭૫. માતા-પિતા વડે અપાતા દાનને જોઈને અતિપીડિત થયેલ સાગરે પત્ની સાથે આ પ્રમાણે વિચારણા કરી. ૭. વૃદ્ધ માતા-પિતા ભ્રષ્ટચિત્તવાળા થયા છે. જ્યાં ત્યાં વિભવનો વ્યય કરતા શું પરિણામ આવશે? આ બંને કાલે મરશે. ૭૭. આ ધન નાશ કરાયે છતે આપણે હાથમાં ઠીકરા લઈને ભિક્ષા માટે ફરવું પડશે. ૭૮. કબદ્ધિ સાગરે એકવાર પિતાને કહ્યું : હે તાત! શું તમને વા પડ્યો છે? અથવા શું તમને સન્નિપાત થયો છે? અથવા શું તમને કોઈ ગ્રહ વળગ્યો છે? અથવા શું તમારી મતિ ભ્રષ્ટ થઈ છે? જે આ પ્રમાણે હંમેશા દાન આપીને વિભવનો ક્ષય કરે છે. ૮૦. તું પિતા નથી પરંતુ પોતાના કુટુંબને જીવવાના ઉપાય ધનને હંમેશા વેડફી રહ્યો છે. જો હવે કોઈને પણ એક કોડી પણ આપશો તો મારા જેવો બીજો કોઈ ખરાબ નથી એમ સમજજો. ૮૨. પ્રતિબોધને અયોગ્ય જાણી ધનેશ્વરે લોકોની સાક્ષીમાં અર્ધો ભાગ વહેંચી દઈને પુત્રને અલગ કરી દીધો. ૮૩. વૈરાગ્યભાવથી વિશેષથી પણ ધર્મ સ્થાનોમાં વપરાતા શ્રેષ્ઠીનું ધન ધર્મની સાથે વધ્યું. ૮૪. અંતિમ સમયને જાણીને ધનેશ્વર અને ધનશ્રીએ પોતાના સર્વધનને સુબીજની જેમ ક્ષેત્રમાં વાવીને અનશન કરીને પંચપરમેષ્ઠી નમસ્કારનું ચિંતવન કરતા શુભધ્યાનમાં મરીને દેવલોકમાં ગયા. ૮૬. પણ સ્વયં નહીં વાપરવા છતાં, સ્વયં દાન ન કરવા છતાં સાગરનું ધન નહીં વપરાતી વિદ્યાલક્ષ્મીની જેમ ક્ષય પામ્યું. ૮૭. પછી સીદાતો ભાગ્યહીન, પેટ ભરવા પત્નીની સાથે લોકોના ઘરે કામ કરવા લાગ્યો. ૮૮. કેટલોક કાળ ગયા પછી તે બંનેને રોગ ઉત્પન્ન થયો તેથી બંને લોકોના ઘરોમાં કામ કરવા શક્તિમાન ન થયા. ૮૯. તો પણ કોઈ લોકે જીવવા માટે ભોજન વગેરે ન આપ્યું જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી મહેનત કરીને કંઈક મેળવે છે. ૯૦. પછી દીનમુખા, દયાપાત્ર, ઘડાના ઠીકરા લઈને આ બંને ઘરે ઘરે ભિક્ષા માગે છે. ખરેખર ભાગ્યની ગતિ ન્યારી છે. ૯૧. પૂર્વાવસ્થામાં અમારે ભિક્ષા માગવી પડશે એમ બોલ્યા હતા તે જ અવસ્થા આવીને ઊભી રહી. ૯૨. આમ દુઃખથી જીવીને, દુષ્ટ ધ્યાનમાં પરાયણ પાપનું ઉપાર્જન કરીને
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy