SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ અભયકુમાર ચરિત્ર ૧૩૬ ચકચકિત સુવર્ણ કુંભ દેવમંદિરના શિખરને શોભાવે તેમ નગરના લોકને આનંદિત કરતા પ્રથમ પત્રે રાજાનું સ્થાન શોભાવ્યું. ૨૦૩. એકવાર આણે સાવકીમાતાને કહ્યું ઃ તમે આ સંપૂર્ણ રાજ્યને ગ્રહણ કરો. તમારો પત્ર આ રાજ્ય સંભાળે. ભવથી ભય પામેલો હું દીક્ષા લઈશ. ૨૦૪. રાજા સામે ચાલીને માતાને રાજ્ય આપવા ગયો છતાં માતાએ લીધું નહીં. લીઓ લીઓ એમ કહેવા છતાં ચોરો પણ લેતા નથી. ૫. ગંધહસ્તી, રથ, ઘોડા, ચામર, છત્ર, બંદિના સમૂહથી શોભતું મંડલેશ, સચિવેશ્વર, પ્રતિહાર વગેરે પરિવારથી યુક્ત રાજાને ત્રણ, ચાર અને મહામાર્ગોમાં પ્રભ્રમણ કરતા જોઈને પશ્ચાત્તાપ પામેલી સાવકી માતાએ હૃદયમાં વિચાર્યું: ૭. તે વખતે રાજા રાજ્ય આપતો હોવા છતાં મેં રાજ્ય ગ્રહણ ન કર્યું. હમણાં હું શું કરું? હવે બે હાથ ઘસતી રહું? અથવા સ્ત્રીઓ હંમેશા તુચ્છમતિવાળી હોય છે. ૮. મેં જો તે વખતે રાજ્ય લીધું હોત તો મારા પુત્રો નક્કીથી અત્યારે સવિલાસને કરતા હોત. ખરે પ્રસંગે દુર્મતિની બુદ્ધિ ચાલતી નથી. ૯. તેથી હું આને જલદીથી મારું જેથી આ રાજ્ય મારા પુત્રોને મળે. પેટ ભરેલું હોય ત્યારે ફળ ન તોડાય તે શું પથ્યકારિણી ભૂખ લાગે ત્યારે ન તોડવું? ૧૦. તથા વિચાર્યુઃ શું વજ પડીને ચૂરો નથી કરતું? શું તીક્ષ્ણ તલવાર વડે ફળાતું નથી. દાતરડાના સમૂહથી શું છેદાતું નથી ? ૧૧. પાણીના પૂરથી શું તાણી જવાતું નથી? અગ્નિ વડે શું બળાતું નથી ? શું તપસ્વિઓ મરણનો પ્રતિકાર કરે છે? આ રાજાને જરા પણ સત્ત્વ નથી. તેથી આ કોઈક ઉપાયથી મારી નાખ્યું. ૧૨. આ રાજા જરા પણ ભૂખ સહન કરવા સમર્થ નથી તેથી તેણીએ રસોઈયાને દિવસે દિવસે કહ્યું પ્રભાતે રાજાને યોગ્ય ભોજન લઈ આવ. ૧૩. પછી તેણે તે પ્રમાણે કર્યું. બીજે વખતે તેણે દાસીના હાથે સુંદર સિંહ કેશરીયો લાડુ મોકલાવ્યો. જાણે ભુખના દાંતને પાડનારો ગોળો ન હોય? ૧૪. હાથમાં લાડુ લઈ જતી દાસીને જોઈને રાણીએ પુછયું : તારા હાથમાં શું છે? દાસીએ કહ્યું : હે સ્વામિની ! રાજા માટે લાડુ લઈ જાઉં છું. ૧૫. કેવો છે મને બતાવ તો ૧ બાલીને તેણીએ જલદીથી વિષથી ખરડાયેલ હાથથી લાડુ લીધો. અહો! આ લાડુ સુંદર છે એમ વારંવાર બોલી. ૧૬. પણ આ લાડુમાં જરા સુગંધ નથી એમ બોલીને પાછો આપ્યો. અહો ! લોકમાં વિશ્વાસ ઉત્પન્ન કરાવનારી માયાવીઓની વચન ચાતુરી કેવી કેવી હોય છે? ૧૭. દાસીએ આવીને રાજાના હાથમાં લાડુ અર્પણ કર્યો. ત્યારે ભાગ્યના વશથી રાજાના બે ભાઈઓ ત્યાં હાજર હતા. પછી રાજાએ મનમાં વિચાર્ય: ૧૮. આ બંને ભાઈઓ ભુખ્યા છે તેથી હું કેવી રીતે લાડુ ખાઉ?પછી લાડુના બે સરખા ભાગ કરીને બંને ભાઈઓને વહેંચી આપ્યા. ૧૯. નાનાભાઈ ઉપર પર સજ્જનનો પ્રેમ પત્ર જેવો હોય છે. લાડુ ખાવા માત્રથી બંને ભાઈનો દષ્ટિભંગ થયો. શરીર કંપવા લાગ્યું. અને મૂર્છા આવી. આ જાણીને જાણે પોતાનું રાજ્ય ન હારી ગયો હોય તેમ રાજા ઘણો વ્યાકળ થયો. ૨૭. નક્કીથી આ ઝેરની અસર છે નહીંતર આવી સ્થિતિ ન થાય. આનો ઉપાય જલદીથી કરું. હમણાં ઉપાય કરવામાં નહીં આવે તો આગળ જતા શત્રુની જેમ દુર્જય થશે. ૨૧. રાજાએ શ્રેષ્ઠ સેંકડો વૈદ્યો પાસે સુવર્ણનું પાણી, શ્રેષ્ઠ યંત્ર મણિ વગેરે મુખ્ય ઉપચારોથી તે બેને ક્ષણથી સાજા કરાવ્યા. ૨૨. યથાર્થ સ્વરૂપને જાણવાની ઈચ્છાથી રાજાએ જલદીથી દાસીને બોલાવીને પુછ્યુંઃ અરે! કોણ પાપીએ આ ઘોર પાપને કર્યું છે? ૨૩. દાસીએ કહ્યું : હે સ્વામિન્ ! હું પરમાર્થ જાણતી નથી સ્વામીની નાના ભાઈની માતાએ મારા હાથમાંથી લાડુ લીધો હતો. ૨૪. આવા પ્રકારના ઘોર પાપને (ન બોલી શકાય તેવા) આણે કર્યુ છે. હે રાજન્ ! કાકડીમાંથી આ અગ્નિ નીકળ્યો છે. ૨૫. રાજાએ પણ સાવકીમાતાને બોલાવીને સ્વયં નિષ્ફરપણે તર્જના કરી કે ઘણાં રૌદ્ર મનવાળી તે શાકિનીની જેમ આવું ઘોર
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy