SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ-૩ ૪૯ એટલામાં કાલનિવેદકે મોટા અવાજે કહ્યું : રાજા ઉગ્રશાસની હોય તો પોતાના જાગવાના સમયે કોણ ન જાગે? ૨૮. આ તેજનો ભંડાર, લાલ મંડલવાળો સૂર્ય પોતાના કોમલ કિરણોથી ભુવનને પુષ્ટ કરતો આપની (રાજાની) જેમ ઉદય પામે છે. ર૯. કાળરૂપી માળીની પુત્રીની જેમ તારા દર્શનમાં ઉત્સુક દિનલક્ષ્મીએ સૂર્યરૂપ પાકેલા દાડમને તૈયાર કર્યો છે. ૩૦. તેને સાંભળીને મગધાધીશે ચિત્તમાં વિચાર્યું: કાલનિવેદન કરવામાં નિપુણ આ બંદી આજે સારું બોલ્યો. તેથી નક્કી કુલનો ઉદય કરે એવો પુત્ર દેવીને થશે નહીંતર આ પ્રમાણે ઉદય સંબંધી ફળનું સૂચન ન થાય. ૩૨. પછી વ્યાયામ કરીને સુંગધિ તેલથી અત્યંગન કરીને, સુગંધિ પાણીથી સ્નાન કરીને ચંદનાદિથી અંગે વિલેપન કર્યુ. ૩૩. પછી દેવની પૂજા કરીને રાજાએ તિલક કરવાના અવસરે મસ્તક ઉપર સુવર્ણનો મુગુટ પહેર્યો. બે કાન ઉપર લટકતા કુંડલ ધારણ કર્યા, મોટા આમળા જેવા સુંદર મોતીઓથી ગૂંથાયેલ હાર છાતી ઉપર ધારણ કર્યો. ભુજાના બળની પૂજા કરવા જાણે ભૂજા ઉપર કેયૂર (બાજુબંધ) બાંધ્યા. કાંડા ઉપર સુવર્ણના કડાને ધારણ કર્યા મોટા આમળા જેવા સુંદર મોતીઓથી ગૂંથાયેલ હાર છાતી ઉપર ધારણ કર્યો. મૃદુતાને માટે આંગડીને પણ વિટીના બાનાથી સુવર્ણથી ભૂષિત કરી. આને છોડીને હમણાં બીજો કોઈ વીર ભૂતલ ઉપર નથી એમ જણાવવા તેણે જમણા પગે વીરવલયને ધારણ કર્યું. જેમ ઈન્દ્ર દેવોની સાથે સુધર્મ સભાને શોભાવે તેમ દેવસમાન રૂપવાન મંત્રી–સામંતોથી ભૂષિત રાજાએ સભાને શોભાવી. ૩૮. રાજાએ પોતાના સેવકો પાસે, પ્રસિદ્ધ તે તે શાસ્ત્રના પારગામી આઠ સ્વપ્ન પાઠકોને બોલાવ્યા. ૩૯ સ્વપ્ન પાઠકોએ સ્નાન કરી અંગે વિલેપન કરી કપાળે તિલક કર્યું. પછી માથા ઉપર દહીં, સરસવ, દૂર્વા અને અખંડ ચોખાને ધારણ કર્યા. સફેદ વસ્ત્રોને પહેરીને ફળ વગેરે લઈ આવીને અને રાજાને અર્પણ કરીને આશીર્વચન બોલી પૂર્વ દિશામાં સ્થાપન કરેલી પીઠ ઉપર બેઠાં. મેરુ પર્વત આગળ કુલાચલ શોભે તેમ શ્રેણિક રાજા આગળ શોભ્યા. ૪૨. તે વખતે હાથી–સિંહ– મૃગ-વ્યાધ્રઅશ્વ-શ્કર- સંબર-મયૂર-ચક્રવાક–હંસ વગેરે પક્ષીઓના ચિત્રો જેની ઉપર આલેખાયેલ હતા એવા પડદાની પાછળ આવીને ધારિણી રાણી બેઠી. કેમ કે રાજાની રાણીઓનું વ્રત અસૂર્યપશ્યતા હોય છે. અર્થાત્ રાજાની રાણીઓ સૂર્યને નહીં જોનારી હોય છે. એટલે ક્યારેય અંતઃપુરથી બહાર નીકળતી નથી. ૪૪. રાજાએ સ્વપ્નપાઠકોનો સત્કાર કરીને પૂછ્યું કે આજે સવારે ધારિણી દેવીએ સ્વપ્નમાં હાથીને જોયો. આ સ્વપ્નનું શું ફળ મળશે? તે સ્પષ્ટ જણાવો કારણ કે સૂર્યના કિરણો જ વસ્તુનું દ્યોતન કરવા સમર્થ હોય છે. ૪૫. ત્યાર પછી બધા ભેગા થઈને સારી રીતે ઊહાપોહ (વિચારીને) કરીને તરત જ સ્વપ્નના અર્થને જાણ્યું કેમકે શાસ્ત્રનો અભ્યાસ કલ્યાણકારી છે. ૪૭. પછી સ્વપ્ન પાઠકોએ કહ્યું હે નરાધીશ! સ્વપ્ન શાસ્ત્રોમાં બધા પણ બોત્તેર સ્વપ્નોનું વર્ણન કરેલું છે. ૪૮. આમાંથી ત્રીશ મહાસ્વપ્નો કલ્પવૃક્ષની જેમ મહાફળવાળા છે. તેમાં પણ સિંહ–હાથી–વૃષભ-ચંદ્ર – સૂર્ય–સરોવર-કુંભ- ધ્વજ-સમુદ્ર–માળા– અભિષેક કરતી લક્ષ્મી – રત્નનો રાશિ – વિમાન ભવન અને અગ્નિ એ ચૌદ મહાસ્વપ્નોને તીર્થકરની માતા અને ચક્રવર્તીની માતા જુએ છે. ૫૧. વાસુદેવની માતા આમાંથી કોઈપણ સાત સ્વપ્નોને જુએ છે, બળદેવ ગર્ભમાં આવે ત્યારે તેની માતા ચાર સ્વપ્નોને જુએ છે. પર. મંડલાધિપની માતા આમાંથી એક સ્વપ્નને જુએ છે તેથી હે રાજનું! દેવી મરભૂમિની જેમ પુત્રને જન્મ આપશે. પ૩. પુણ્યનો ભંડાર, શુરવીર પુત્ર નક્કીથી રાજ્યનો સ્વામી થશે કેમકે ચર્મચક્ષુથી જોયેલું ૧. અસૂર્યપશ્યતા : મૂર્વ પતિ તિ - ન+સૂર્ય+q++g-ન સૂર્યપઃ તસ્ય ભવ: તિ+સૂર્યપતા સૂર્યને ન જોવાપણું. આ ઉપપદ સમાસ છે.
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy