SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ અભયકુમાર ચરિત્ર ૩૬ પછી ઉત્તર આપવા અસમર્થ વિલખી થયેલી તાપસી ચૂપ થઈ ગઈ. સૂર્યનો પ્રકાશ ભુવનમાં હોતે છતે ખદ્યોતની કાંતિનો અવકાશ કયાંથી હોય ? અર્થાત્ ન હોય. ૬૭. જેમ છોકરાઓ ગાંડી સ્ત્રીની મશ્કરી કરી, તાળીઓથી તુમુલ મચાવી ઉપહાસ કરે તેમ પોતાની સ્વામિનીના વિજયથી હર્ષાવેશમાં આવેલી અંતઃપુરની દાસીઓએ ઉપહાસ કર્યો. અપમાનિત તાપસીને સાપણીની જેમ ગળામાં પકડીને બહાર ધકેલી. અહો ! પીસાઈ જવાના કષ્ટને પામેલી તાપસીને માત્ર ચુંટન જેટલું દુઃખ પ્રાપ્ત થયું તે આશ્ચર્ય છે. ૬૯. તાપસીએ ચિત્તમાં વિચાર્યુ : મને નમસ્કાર કરવાનું તો દૂર રહો પણ પોતાને પંડિત માનતી રાજપુત્રીએ મને અપમાનિત કરી બહાર કાઢી. ૭૦. રાજપુત્રી પોતાને વિદુષી માને છે એટલે કોઈની પણ મધ્યમાં કોઈને આદરણીય ગણતી નથી તેથી જો હું આને શિક્ષા ન કરું તો ભિક્ષા માગવા સિવાય કંઈ જાણતી નથી. ૭૧. કયા ઉપાયથી આને ભારે શિક્ષા થાય ? અહો ! મેં જાણ્યું, જાણ્યું આને શોકયના સમૂહમાં નાખું કેમકે સ્ત્રીઓને શોક્યનું દુઃખ મોટું હોય છે. ૭ર. પછી તેણીએ ચિત્રકરીની જેમ જાણે આ બ્રહ્માની જ રચના સર્વસ્વ ન હોય તેમ રાજપુત્રીનું રૂપ પટમાં આલેખી લીધું પછી શ્રેણિક રાજાને બતાવ્યું. ૭૩. રાજાએ પણ પટમાં આલેખાયેલ રૂપને જોયું ત્યારે બીજી સર્વ સ્ત્રીસમૂહનું રૂપ ફિક્કું લાગ્યું. વારંવાર મસ્તકરૂપી કમળને ધુણાવતો ચિત્તમાં હર્ષ પામ્યો અને તેનામાં એકલીન થયો. ૭૪. અહો ! આનો કેશપાશ ભ્રમર જેવો નીલવર્ણો મુલાયમ છે. શું આણે સ્વરથી મોરને વશ કરીને સુભગોના અભિમાનરૂપી વિષને ઉતારવા બળાત્કારે કલાપને ગ્રહણ કર્યો છે ? ૭૫. આની ગોળાકાર મુખમુદ્રાથી પુનમનો ચંદ્રમાં કોઈક એવી રીતે ભંગાયો છે કે કૃષ્ણપક્ષને પામીને દિવસે દિવસે ક્ષીણતાને જ પામે છે. ૭૬. માખણ અને રૂ જેવા સુકોમળ આના બે બાહુ પોતાના ગુણોથી જિતાયેલી પલાયન થતી રિત અને પ્રીતિને વાળથી પકડવા જાનુ સુધી લંબાયા છે. ૭૭. આણે કોઈક દેવીને જીતી લીધી છે નહીંતર કેવી રીતે પ્રજાપતિ પાસેથી સુભરાવદાર સ્તનના બાનાથી બે સુવર્ણકુંભને મેળવત ? ૭૮. અહો ! કૃશ પણ ઉદરથી આણે ત્રણ રેખા મેળવી છે અથવા સ્થૂળતાથી કંઈ મળતું નથી તેમાં અહીં કોઈ આશ્ચર્ય નથી. મધ્યસ્થતા અભ્યુદય (ચડતી)નો હેતુ છે. ૭૯. આનો અપ્રતિમ સમુન્નત નિતંબ કોઈક એવો મૃદુ અને વિશાળ દુર્ગમ છે જેથી આ સ્થળ ઉપર આરૂઢ થઈને કામદેવ હંમેશા યુવાનોને વીંધે છે. ૮૦. આના બે સાથળો અતિસારભૂત અને સદા ફળ આપનાર છે તેની સરખામણી જેનો અંદરનો ભાગ પોકળ છે અને એક જ વખત કંઈક ફળ આપે એવા કેળના વૃક્ષના થડની સાથે કેવી રીતે કરી શકાય ? અર્થાત્ ન કરી શકાય. ૮૧. હરિણીઓ જ્યાં સુધી આની બે વિશાળ આંખો, બે મૃદુ અને સરળ જંઘાને જોતી નથી ત્યાં સુધી ભલે હર્ષથી પુંછડી હલાવે અને આકાશમાં કુદકા મારે. ૮૨. આના કાંતિના ભરથી ભરેલા બે ચરણો શત્રુ એવી લક્ષ્મીની સાથે યુદ્ધ કરવાની ઈચ્છાવાળા થયા પણ આશ્ચર્ય એ છે કે તેઓનું યુદ્ધનું કૌતુક ફળીભૂત ન થયું કેમ કે લક્ષ્મી જલદુર્ગની અંદર ડુબી ગઈ. ૮૩. આનું રૂપ વાણીનો વિષય બનતું નથી અર્થાત્ વચનથી વર્ણવી શકાય તેવું નથી, આનું સૌંદર્ય લોકને અનુરૂપ નથી અર્થાત્ લોકોત્તર છે, આના શરીરનું લાવણ્ય અપૂર્વ છે, અથવા તો આનું સર્વ પણ લોકોત્તર છે. ૮૪. ત્રણ જગતમાં ઘણાં સ્ત્રીમંડળોને બનાવનાર બ્રહ્માના શિષ્યે અહીં પરાકાષ્ટાને પ્રાપ્ત કરી. અનેકવાર અભ્યાસ કરતા બ્રહ્માનું જ્ઞાન જ અહીં પરાકાષ્ટાને પામ્યું છે. અર્થાત્ હજુ સુધી આવું રૂપ બનાવી શક્યો ન હતો. ૮૫. રાજાએ તાપસીને પુછ્યું : હે ભદ્રા ! તારી પાસે આ કોનું ચિત્રપટ છે ? લાવણ્ય અને સૌભાગ્યની ભંડાર આ મૃગાક્ષી કોઈ ઉત્તમ કવિએ કલ્પેલી મહાકથા છે કે રામકથાની જેમ સત્ય છે ? ૮૬. તાપસીએ
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy