________________
સર્ગ-૯
૨૩૭ રક્ષણ કરવું જોઈએ તેમજ વૃદ્ધિ કરવી જોઈએ. ૪૦.
આ પ્રમાણે જિનેશ્વર વડે કહેવાયેલ પૂર્વભવ સાંભળીને કૃતપુણ્ય વગેરેને તુરત જાતિસ્મરણ જ્ઞાન થયું. ૪૧. સંસાર ઉપરથી વૈરાગ્ય પામેલ કૃતપુણ્ય સ્ત્રીઓ સહિત ત્રણ જગતના ગુરુ આગળ આ પ્રમાણે વિનંતી કરી. ૪૨. લોકાલોકને જોનારા તમોએ કેવળજ્ઞાનરૂપી દીપકથી સર્વપણ જે જણાવ્યું છે તે તેમજ છે. હે પ્રભુ! તમારા પ્રસાદથી જાતિ સ્મરણ પામેલો હું પૂર્વભવના વૃત્તાંતને સ્વહસ્તની જેમ જોઉં છું. ૪૪. હે સ્વામિન્ ! જેમ હરણ પાશથી ખેદ પામે તેમ હું સંસારવાસથી કંટાળ્યો છું તેથી મને જલદીથી દીક્ષા આપી કૃપા કરો. ૪૫. જિનેશ્વર દેવે કહ્યું : હે વિવેકી! આંખના પલકારા જેટલો પણ વિલંબ ન કર. વિવેકીઓને આજ કરવું ઉચિત છે. ૪. પરમાનંદના પૂરથી પૂરાયેલા કૃતપુણ્ય પ્રભુને નમીને ઘેર ગયો. સ્વયં વ્રતના મહાભારને ગ્રહણ કરવા ઈચ્છતા તેણે કુટુંબને ભેગું કર્યું અને પુત્રો ઉપર ઘરનો ભાર મુકયો. ઘણી જ ત્વરાથી દીક્ષા લેવા માટે વિશાલ શિબિકા ઉપર આરૂઢ થયો. ઉત્તમ ભાવના ભાવતા ગંધહસ્તીરાજની જેમ યાચકવર્ગને દાન આપતો દીક્ષા લેવા નીકળ્યો. શ્રેણિક રાજાએ સ્વયં તેનો દીક્ષા મહોત્સવ કર્યો. બંદિતૃદોએ તેની મંગળ માળાને ગાઈ. જેમકે– આયથાર્થ કૃતપુણ્ય છે. આણે સુમનોહર લક્ષ્મીને ભોગવીને અને રૂચિમુજબ સ્વયં દાન આપીને ગૃહવાસનું ફળ મેળવ્યું છે અને હમણાં શ્રી મહાવીર પરમાત્માના શુભચરણમાં વ્રત ગ્રહણ કરીને ભાવિ જન્મ સફળ કરશે. એમ લોકો વડે કરાતી શ્લાઘાને સાંભળતો અને પત્નીઓની સાથે નગરમાંથી નીકળીને સમવસરણમાં ગયો. ૫૩. શિબિકામાંથી ઉતર્યો પણ ભાવનાઓમાંથી ન ઉતર્યો અને સમવસરણમાં પ્રવેશ્યો. એ રીતે લોક માનસમાં પ્રવેશ્યો. ૫૪. પ્રદક્ષિણાપૂર્વક નમીને તે પ્રભુની સન્મુખ ગયો. હે નાથ ! મને જલદીથી સંસાર સાગરથી પાર ઉતારો. ૫૫. સ્વયં પ્રભુએ પત્નીઓ સહિત કૃતપુણ્ય શ્રેષ્ઠીને દીક્ષા આપી. અતિ ધન્યના મસ્તક ઉપર જિનેશ્વર ભગવાનનો હાથ પડે. ૫૬. સર્વ દેવો અને મનુષ્યોએ કૃતપુણ્ય મુનિને નમસ્કાર કર્યા. ચારિત્રવંત પુરુષો કોને કોને નમસ્કરણીય નથી બનતા? ૫૭. પ્રભુએ ગ્રહણ અને આસેવન શિક્ષા માટે કૃતપુણ્યને ગણધરને સોપ્યો અને જયશ્રી પ્રમુખ સાધ્વીઓને પ્રવર્તિનીને સોંપી. ૫૮. કૃતપુણ્ય મુનિએ દીનતા વિના ચારિત્રસાર ધર્મની સુંદર આરાધના કરવા લાગ્યા. જયશ્રી વગેરે સાધ્વીઓએ વિધિપૂર્વક પુત્રની જેમ સર્વકાળનું પાલન કર્યું. ૫૯. અતિચાર રહિત સાધુપણાનું પાલન કરીને અંતસમયની આરાધના કરીને તે બધા ભોગથી સમૃદ્ધ ઉત્તમ દેવલોકના સુખને પામ્યા. પછી ત્યાંથી ક્રમથી ચ્યવને સામગ્રીને પામીને કલ્યાણ, ઐશ્વર્ય અને સુખનું ધામ નિત્ય ભય વિનાના મોક્ષને પ્રાપ્ત કરશે. ૬૦.
એ પ્રમાણે શ્રી જિનપતિસૂરિ પટ્ટલક્ષ્મીભૂષણ શ્રી જિનેશ્વરસૂરિના શિષ્ય શ્રી ચંદ્રતિલક ઉપાધ્યાય વિરચિત શ્રી અભયકુમાર મહર્ષિચરિત્ર અભયાંકમાં કૃતિપુણ્યનો જન્મ, નંદિષણ અને સેચનકની ઉત્પત્તિ, અભયકુમારની બુદ્ધિનો પ્રયોગ, કૃતપુણ્યને પુત્રાદિ લક્ષ્મીની સંપ્રાપ્તિ, શ્રીમદ્ મહાવીર જિનેશ્વરનું આગમન, કૃતપુણ્યનો પૂર્વભવ, વ્રતનું ગ્રહણ વગેરેનું વર્ણન કરતો આ નવમો સર્ગ પૂરો થયો. શ્રી સંઘનું કલ્યાણ થાઓ.