SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ-૩ ૫૧ : ! તે દોહલો પૂરો કરવા તું જ યાદ કરવા યોગ્ય છે કેમકે ગળામાંથી કોળિયો ન ઉતરતો હોય તો પાણી જ ઈચ્છાય છે. ૮૩. અભયે પણ કહ્યું : તમે નિશ્ચિંત રહો કલ્પવૃક્ષ સમાન તમારા પ્રસાદથી હું આને પાર પાડીશ. ૮૪. પૂર્વે અભયને એક દેવની સાથે મૈત્રી થઈ હતી. મનુષ્યને મનુષ્યની સાથે મૈત્રી તો જગતમાં પણ થાય છે પણ દેવની સાથે થાય તે આશ્ચર્ય છે. ૮૫. બ્રહ્મચર્યવ્રતને ધારણ કરીને પૌષધશાળામાં જઈ ઉપવાસને કરી દર્ભના સંથારામાં રહ્યો. ૮૬. પછી દેવને ઉદ્દેશીને અભયકુમારે ધર્મધ્યાન આદર્યું કેમકે પ્રયત્ન વિના દેવ સાધી શકાતો નથી. ૮૭. ધર્મધ્યાનના પ્રભાવે ત્રીજા દિવસે દેવલોકમાંથી આવીને મિત્રદેવ તેની સમક્ષ પ્રગટ થયો. તેના મુગુટના રત્નોના કિરણોથી આકાશમાં ઈન્દ્રધનુષ રચાયું હતું. તેના કપોલતલ ઉપર બે કુંડલ લટકતા હતા. તેના કંઠમાં સુંદર સુગંધિ કરમાયા વિનાના પુષ્પોની ગૂંથેલી માળા લટકતી હતી. તેની બે ભુજામાં કાંતિના પૂરને રેલાવતા કેયૂર શોભતા હતા. તેની કેડ અને કાંડા તેજસ્વી આભરણોથી શોભી રહ્યા હતા. જાનુ સુધી લટકતા હારથી તેનું ઉપરનું શરીર શોભતું હતું. તેના બે પગમાં મણિઓના સમૂહથી ભરેલા સુવર્ણના વલયો શોભતા હતા. અનેક મણિઓ જડેલી વીંટીઓથી તેની આંગડીઓ શોભતી હતી. તેણે અતિકોમળ દિવ્ય દેવષ્યને પહેર્યા હતા. તેના શરીરની કાંતિ બાર સૂર્યની કાંતિને ઝાંખી પાડે તેવી હતી. તેના બે પગ જમીનતલથી ચાર આંગળ અધર ચાલતા હતા. તેની બે આંખો પલકારા વિનાની હતી. અથવા તો વધારે શું કહેવું આકર્ષણ મંત્રથી તો અપ્સરાનો સમૂહ પણ આકર્ષિત થાય છે. ૯૪. દેવે આને કહ્યું : હે સુંદર ! તેં મને શા માટે યાદ કર્યો ? તું દુષ્કર પણ કાર્યને જણાવ જેથી હું તે સાધી આપું. ૯૫. અભયે કહ્યું : હે દેવ ! મારી માતાને અકાળે મેઘનો દોહલો થયો છે. ૯૬. મારા ઉપર સ્નેહભાવને ધારણ કરતા તમે માતાનો દોહલો પૂરો કરો. બુદ્ધિમાન પણ મનુષ્યોને વરસાદ વરસાવવાની શક્તિ કયાંથી હોય ? ૯૭. અથવા તો તમારા દર્શનથી આ સર્વ સિદ્ધ થયું છે. જેને રત્નાકર મિત્ર હોય તો શું કયારેય સીદાય? ૯૮. ભલે એમ થાઓ એમ કહીને દેવ ક્ષણથી અદશ્ય થયો અથવા દેવો મનુષ્યલોકમાં લાંબોકાળ રહેતા નથી. ૯૯. પછી નિશ્ચિંત બનેલ અભયકુમાર પણ ઘરે ગયો અને પારણું કર્યું. અથવા બીજાઓ પણ આ રીતે ભોજન કરે. ૧૦૦. જેમ ભૂમિ ફાટતા તીરાડ દેખાય તેમ દેવના પ્રભાવથી વર્ષાના ચિહ્નોની પરંપરા એકાએક જ દેખાઈ. ૧૦૧. તે આ પ્રમાણે પવન વાવાનું અત્યંત બંધ થવાથી તૃણ—વૃક્ષ—લતા વગેરે જાણે અધિક ધ્યાનમાં આરૂઢ ન થયા હોય તેમ નિષ્કપ અને નિર્દોષ થયા. ૨. તત્કાળ સકલ લોક અતુલ તાપથી અત્યંત વ્યાકુળ થયો. અને પંખા વીંઝાવાથી સુખી થયો. ૩. આ વિભુને (આકાશને) કોઈ તુચ્છ ન માની લે એ હેતુથી પદાતિની જેમ વાદળો ચારે બાજુ આકાશમાં ફેલાઈ ગયા. ૪. જોકે અમે ઉન્નતિને પામ્યા છતાં અમારો પુત્ર પાણી નીચ ગામી કેમ થયો એવા વિચારથી ખિન્ન થયેલા વાદળો શું શ્યામ ન થયા હોય ! પ. પૂર્વે પવન વાયો પછી વરસાદ વરસ્યો. આમ છતાં પૃથ્વી આદિના સંયોગ વિના બીજમાંથી અંકુરો ફુટતો નથી. ૬. જેમ જેમ વાદળાંઓ ઘણી ધારાઓથી વરસે છે તેમ તેમ મુસાફરોના શરીરમાં કામના બાણો લાગે છે. ભૂમિની અંદર પ્રવેશી ગયેલ તાપ શત્રુને નક્કીથી હણવા માટે મોટી ધારાથી વરસાદ વરસીને ભૂમિની અંદર પ્રવેશ્યો. ૮. સુમનનો માર્ગ (આકાશ)માં જતા વર્ષાૠતુ સ્વરૂપ રાજાની આગળ દીપિકાની જેમ ઝબકારા મારતી વીજળી ચમકી ઉઠી. ૯. અથવા તો શું તે (વર્ષાઋતુ રાજાના) જ તામ્રવર્ણો સુસ્વર પડઘાઓએ તપેલા ગ્રીષ્મરાજાને જીતીને જાણે તાળીઓના ગડગડાટ વગાડ્યા. ૧૦. મેઘ નિર્દોષ વાદકે (વગાડનારે) ગર્જારવના બાનાથી તે જ ગર્જનાઓને જોશપૂર્વક સ્વાભાવિક વગડાવી છે એમ હું શંકા કરું છું. ૧૧. જાણે પરસ્પર
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy