SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ-૮ ૧૯૧ પર. વનેચરના વચન સાંભળીને ક્ષણથી જાણે અમૃતનું પાન ન કર્યું હોય તેમ રાજા પરમ આનંદને પામ્યો. તે હાથીને પકડવા મિથ્યાત્વ મોહ જેવા ભયંકર વનની અંદર રાજા સ્વયં પ્રવેશ્યો. ૫૩. સંપૂર્ણ પરિવારને દૂર રાખીને, અત્યંત એકાગ્ર ચિત્તવાળો આ સુદક્ષ એકલો જ ધીમે ધીમે જેમ અન્યમાં લીન થયેલ હરણને પકડવાની ઈચ્છાવાળો દીપડો એક મનવાળો થઈને જાય તેમ તેની સન્મુખ જવા પ્રવૃત્ત થયો. ૫૪. કલાનો અભિમાની રાજા–કૃત્રિમ હાથીની નજીકની ભૂમિમાં જઈને અતિ મધુર સ્વરથી ગાવા લાગ્યો. એ રીતે ખરેખર કલા કલ્પિત ફળને માટે થાય છે. ૫૫. જેમ જેમ રાજા વધારે ને વધારે ગાય છે તેમ તેમ હાથીને પકડવાની ઈચ્છાવાળા અંદર બેઠેલા સૈનિકો રાજાના મનની સાથે જ હાથીને નિશ્ચલ કરે છે. ૫૬. મારા ગીતથી આ હાથી અત્યંત મોહિત થયો છે એમ જાણીને પકડવામાં એક માત્ર સજ્જ ઉદયન રાજા જેમ પોતાના રીસાઈ ગયેલા ભાઈને સાંત્વન આપવા જાય તેમ હાથીની અત્યંત નજીક ગયો. ૫૭. રાજપ્રસાદના મદથી મત્ત થયેલ અધિકારીની જેમ હાથી અતિશય સ્તબ્ધ થયો છે એમ નિશ્ચય કરીને રાજા હર્ષથી સિંહની જેમ છલાંગ મારીને હાથી ઉપર આરૂઢ થયો. ૫૮. અમારા માથા ઉપર આરૂઢ થયેલો આ બહાદુર કોણ છે એમ ગુસ્સાથી સુભટો હાથીના પેટમાંથી બહાર નીકળીને હાથી ઉપર ચઢેલા ઉદયન રાજાને નીચે પાડ્યો અને સહાય વગરના તેને બાંધી લીધો. ૫૯. જો કે વત્સરાજ ઉદંડ, ચંડિમ અને પ્રચંડ ભુજાના બળથી પ્રકાંડ હતો છતાં એકલો હોવાને કારણે, હાથમાં શસ્ત્ર ન હોવાને કારણે અને શત્રુના કબ્જામાં હોવાને કારણે સૈનિકોની સાથે તેણે યુધ ન કર્યું. સિંહ પણ તેવી રીતે પાંજરામાં પુરાયેલો હોય તો શું પરાક્રમ બતાવે ? ૬૦. માયા અને પ્રપંચથી વશ કરાયેલ વત્સરાજને લાવીને ખુશ થયેલ સુભટોએ પોતાના સ્વામીની આગળ હાજર કર્યો. રાજાઓના હળો કામ કરતા નથી પણ છળો તો કામ કરે છે. ૬૧. માલવપતિએ કહ્યું : હે વત્સરાજ ! તું મારી પુત્રીને સંપૂર્ણ ગાંધર્વકળા ભણાવ અને સુખે સુખે મારા ઘરે રહે નહીંતર તારું કલ્યાણ નથી. ૬૨. સમયજ્ઞ ઉદયને દીર્ઘ દષ્ટિથી વિચાર્યું : રાજપુત્રીને ભણાવતા હાલમાં કાળક્ષેપ કરું. કાલાંતરે કદાચ કલ્યાણ થાય. એક સ્વપ્નથી રાત્રિ પૂરી થતી નથી. ૬૩. દુષ્ટ દશાને પામેલો રસોયો શું આગળ જતા નળરાજા ન થયો ? એમ વિચારીને તેણે રાજાનું વચન માન્ય કર્યું. પંડિત પુરુષો એકાંત આગ્રહી હોતા નથી. ૬૪. રાજાએ તેને ફરી કહ્યું : હે કૌશાંબિકેશ્વર ! મારી પુત્રી કાણી છે તેથી કૌતુકથી પણ તું તેને જોતો નહીં નહીંતર આ લજ્જા પામશે. ૬૫. ભાગ્યના વશથી મારી પુત્રીનું મુખ એક આંખથી રહિત છે. હે માનવેન્દ્ર ! જેમ ચાંદની આકાશમાં રહેલ એક તારાને શોભાવે છે તેમ તું પ્રવર ગીતકળા શીખવાડીને તેને શોભાવ. ૬૬. અંતઃપુરમાં આવીને રાજાએ પુત્રીને કહ્યું : હે સુકૃતની એક પાત્ર ! તારા માટે ગાંધર્વકળાનો જાણકાર બોલાવ્યો છે. પરંતુ તે અતિશય કોઢી છે ઘણું કરીને કલાવાન પણ કોઈક પ્રકારના દોષથી દૂષિત હોય છે. ૬૭. હે પુત્રી ! તું સ્વાભાવિકપણે કયારેય આ કોઢીને જોઈશ નહીં. જે કોઈ માંગલિક હોય એને જોવું જોઈએ. દુર્મંગલના એક વિષયવાળી દિદક્ષા કેમ રખાય ? ૬૮. પ્રવર રૂપને જોવા યોગ્ય તારી બે આંખો બીભત્સ કોઢીના શરીરને જોવા યોગ્ય છે ? શું દેવકન્યા ઈન્દ્રના ઘોડાને જોઈને પામર કૂતરાને જોવાની ઈચ્છા કરે ? ૬૯. અને વળી હે પુત્રી ! તને એકવારમાં ઘણી સમજણ આપી છે. હે પિતાની આજ્ઞાનું પાલન કરનારી પુત્રી ! સ્વપ્નમાં પણ તારે જોવાની ઈચ્છા ન કરવી. અધ્યાપકને જોવાનો મનોરથ પણ ન કરવો. કેમકે બુધ (પંડિત) અપથ્ય વિષયની શ્રદ્ધા ન કરે. ૭૦. હે વત્સા ! તું સતત એવી રીતે અભ્યાસ કર જેથી થોડા દિવસોમાં ગાંધર્વ સંગીતમાં નિપુણ થઈ જાય જેથી કરીને આ કોઢીને જલદીથી રજા આપી
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy