SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ-૭ ૧૫૩ ઉપર પણ ન થજો. ૨૦૧. જેમ શાકિનીમંત્રસાધક શાકિનીને મારે તેમ નાના ભાઈને મારીને હું આ ધન લઈ લઉ એવો દુષ્ટ વિચાર આવ્યો હતો. ૨. શિવદત્ત પણ કહ્યું : હે ભાઈ ! તે સાચું કહ્યું. મારું પણ ચિત્ત તારો દ્રોહ કરવા તૈયાર થયું હતું. ૩. આ ધન એક જાતની ઠગવિદ્યા છે એમાં કોઈ સંશય નથી. જેનાથી મોહિત થયેલા જીવો પોતાની સમાન ભાઈને હણે છે. તે જે આ નકુલકને પાણીના પૂરમાં પધરાવી દીધો તે સારું કર્યું. ધન સર્વ વિપત્તિનું મૂળ છે. તેમ કરવું યોગ્ય જ હતું. ૫. પ્રશાંત ચિત્તવાળા અમે બંને પોતાને ઘરે આવ્યા. ખણજનો નાશ થયા પછી કોને સુખ ઉત્પન્ન ન થાય? ૬. માતા અને બહેનને ભક્તિથી મસ્તક નમાવીને અમે બંને પીઠ (આસન) ઉપર બેઠા. ૭. વિનય સર્વત્ર કલ્યાણકારી છે. ૭. માતાએ અમારા બેનું પગ પ્રક્ષાલન વગેરે કર્યું. પુત્ર સિવાય માતાને કોણ વહાલો હોય? તો પછી અતિથિ બનેલા પુત્રોની શું વાત કરવી? ૮. અમારું અતિથિપણું સાચવવા માતાએ જાણે યમરાજની દૂતિ ન હોય એવી બહેનને માછલા ખરીદવા મોકલી. ૯. જ્યારે અમે દાબળાને પાણીમાં ફેંકી દીધો હતો ત્યારે ભક્ષ્યની બુદ્ધિથી માછલું તેને ગળી ગયું હતું. તિર્યંચોને જ્ઞાન કયાંથી હોય ! ૧૦. જેમ વ્યાધ હરણને જાળમાં પકડે તેમ કોઈ માછીમાર સરોવરમાં આવીને તે જ માછલાને જાળમાં પકડ્યો. ૧૧. પોતાના આત્માને પાપકર્મને સોંપવાના ઈચ્છાથી જાણે માછીમારે માછલાને વેંચવા ચાર રસ્તે મૂક્યો. ૧૨. મારી બહેને જેના પેટમાં નકુલક પડેલો છે એ માછલાના વિનાશ માટે કર્મ—ધર્મના વશથી સાપના કરંડિયાની જેમ ખરીદ્યો. ૧૩. હે અભય! પાપીની સગી બહેન જેવી મારી બહેને નરકના દરવાજાના કપાટની જેમ તે માછલાને કાપ્યો. ૧૪. હે ધીમદ્ ! પથ્થરમાંથી દેડકો નીકળે તેમ માછલાના પેટમાંથી ધનનો નકુલક તુરત નીકળ્યો. ૧૫. જેમ ઊંદર ધનને હરીને બિલમાં મૂકે તેમ મારી બહેને નકુલકને લઈને હર્ષથી પોતાના ખોળામાં રાખી દીધો. ૧૬. માતાએ મારી બહેનને પૂછ્યું : હે સત્યભાષિણી ! બોલ નાગવલ્લીના પાનની જેમ કેડમાં શું ભરાવ્યું છે ? ૧૭. બહેને કહ્યું છે માતા! મેં કંઈ છુપાવ્યું નથી વ્યગ્ર ચિત્તવાળી તને માત્ર દષ્ટિનો ભ્રમ થયો છે. ૧૮. કૃતાંતના પાશથી જાણે ખેંચાઈ ન આવી હોય તેમ શંકા-આતંકથી આકુલ થયેલી અમારી માતા બહેન પાસે આવી. ૧૯. જાણે ભૂત ન વળગ્યું હોય તેવી મારી પાપી બહેને છરી લઈને માતાને નિર્દયપણે મારી નાખી. ૨૦. પછી હાહારવ કરતા અમે બંને બહેન પાસે દોડ્યા. ભયથી તેના ખોળામાંથી નકલક જીવની જેમ નીચે પડ્યો. ૨૧. અમે નકુલકને ઓળખીને અત્યંત ખેદ પામ્યા. અનર્થથી અમે દૂર ભાગ્યા તો અનર્થ અમારી પાછળ દોડ્યો. ૨૨. અહો ! અમે આ નકુલકને પાણીમાં ફેંકી દીધો હતો શાકિનીના સમૂહની જેમ ફરી પાછો કેવી રીતે ઉપર આવ્યો. ૨૩. જેમ કલહંસો ખાબોચિયામાં રાગ કરતા નથી તેમ જેઓ અનર્થના ભાજન ધનમાં હંમેશા રાગને કરતા નથી તેઓ ધન્ય છે, તેઓ પુણ્યશાળી છે. ૨૪. જેમ રીંગણાનું ફળ રોગોનું નિદાન (કારણ) છે તેમ ધન જ છેદ–ભેદ-ભય-મહેનત-કલેશ–બંધ –વધ વગેરે આપત્તિઓનું કારણ છે. ૨૫. શું અમે હવે માતાનો ઘાત કરનારી બહેન ઉપર ક્રોધ કરીએ? અથવા તો નષ્ટ થયેલું કાર્ય ફરી સંધાતુ નથી. ૨૬. હવે બહેન ઉપર પરમ અનર્થ કરીશું તો પણ અહીં વેર જ વધશે કોઈ સિદ્ધિ થશે નહીં. ૨૭. અને વળી માતા પોતાના કર્મથી જ મરાઈ છે તો હવે બીજો શા માટે મરાવો જોઈએ? ડાહ્યા પડેલા ઉપર પાટુ મારતા નથી. ૨૮. તેથી ગૃહવાસ છોડી આપણા આત્માનો વિસ્તાર કરીએ. બુદ્ધિમાન સ્વાર્થને સાધે, સ્વાર્થને બ્રશ એ મૂર્ખતા છે. ર૯. અમે બે સરોવર પાસે પહોંચ્યા હતા ત્યારથી અનર્થના ભાજન ધન ઉપર વૈરાગ્ય થયો હતો. ૩૦. બહેનના વૃત્તાંતને જોઈને જે અમને અત્યંત વૈરાગ્ય થયો તેનાથી અમારો
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy