________________
શુભસંહ-ભાગ ત્રીજો
...
www
ચાડતા, નવાં નવાં વિપ્લવમંડળો સ્થાપતા અને તેને માટે પૈસા ઉઘરાવતા.
X
ઘણુ વખત, શત્રિના ભયાનક અંધારામાં ગામથી દૂર દૂરના કોઈ દેવાલયમાં કોણ જાણે કેમ, ક્યારે અને કોની મારફત પહોંચેલા સરદારના હુકમને તાબે થઈને જુવાનની ટાળી જમાં થતી. મધ્યરાત્રિએ એક માણસ કોણ જાણે કયાંથી એ દેવાલયમાં આવીને હાજર થતો. અધે દેખાય અને અર્થે ન દેખાય એવી રીતે રહી, ત્રણ-ચાર કલાક સુધી, વશ કરી લે એવે સૂર કંઇક ઉપદેશ આપતા અને પાછા અદૃશ્ય થઈ જતો. વર્ષો સુધી વિપ્લવ-મંડળનું કામ એ રીતે - ચાલ્યું. પકડાય તે ભયંકરમાં ભયંકર રીબામણીઓ સહીને મરવું પડે. એવું જોખમ નિરંતર માથે ઝઝુમતું; છતાં અસંખ્ય યુવાનો સેનની આજ્ઞાએ, તે જ્યાં કહે ત્યાં હાજર થતા અને તેને પણ જાણે મૃત્યુને હથેળીમાં લઈને ખેલતો હોય તેમ માથામાટે લાખોનાં ઇનામ બોલાતાં હોય તેાયે, - એમ ચેરના માથાની જેમ રાતની રાત ભમતે જ
તે નાસ્યા પછી, ડે. સેન લંડનમાં પકડાયા. સેન અમે રિકાથી લંડનમાં આવ્યા છે, એવી જાસુસીને ખબર પડતાં જ તેમણે ચીનના એલચીને તરતજ એ ખબર પહોંચાડ્યા અને તેણે બે ચીનાઓને 3. સેનને પકડવા મોકલ્યા. સેન પકડાઈ ગયા. તેમને એક કોટડીમાં પૂરવામાં આવ્યા અને તેમના ઉપર સખ્ત જાતો મૂકવામાં આવ્યો.
તેમની ગિરફતારી ખાનગી રાખવામાં આવી. . સેન કોઈને પણ મળી શકે નહિ એવી વ્યવસ્થા મૂકાઈ. ચૂપચાપ સેનને ચીન જતી ટીમર ઉપર ચઢાવી દેવા અને ચીન પહોંચાડી સરકારને સોંપી દેવા, એટલે સરકાર મરજી પ્રમાણે શિક્ષા કરે એવી ચીનના એલચીની ધારણા હતી.
મૃત્યુના જડબામાં ઉભા રહીને સેને છૂટવાના મરણીઆ પ્રયત્નો કરવા માંડયા.મિત્રાને પિતાના પકડાયાના સમાચારનો એકજ શબ્દ પહોંચાડવાને તેમણે આકાશ અને અવની એક કર્યો. તેણે તેના ઉપર પહેરો ભરતા પહેરેગીરો મારફત મિત્રાને ચિઠ્ઠી પહોંચાડવા પ્રયાસ કર્યો, પણ પહેરેગીર ત એલચીને આપી દીધી. આથી જપતે સપ્ત થયો.
તેણે સિકકાઓ સાથે બાંધીને, તેમની કોટડીની સળિયાવાળી બારીમાંથી બહાર ચિઠ્ઠી ફેકવા માંડી; પણ તે મકાનના ચોગાનમાં પતી. છેવટે તેમણે એક નોકરને ફાડ્યો અને તેની મારફત, પોતાના એક વખતના શિક્ષક અને પછીના દિલોજાન દોસ્ત ડૅ. જેમ્સને આ ખબર પહોંચાડી
ડૉ. જેમ્સ, સેનને છોડાવવાની તૈયારીઓ એકદમ આદરી. ચીન જનારું જહાજ બારામાં - આવી ગયું હતું અને થોડા દિવસમાં ઉપડવાનું હતું. એટલે દરેક પળની તેને કિંમત હતી. તે * છાપાંઓની ઍકિસે દોડ. પરદેશ ખાતાના પ્રધાનને મળ્યો. પણ વાત એટલી વિચિત્ર હતા કે પ્રથમ તે સૌ કોઈ તે માનવાનેજ તૈયાર થતું નહિ. છેવટે તપાસ શરૂ થઈ. પ્રથમ તે ચીનના એલચીઆ સનના સંબંધમાં સાવ અજ્ઞાન બતાવ્યું: ૫ણ જ્યારે તે ન ચાલ્યું, ત્યારે ‘સેન સાવ પાતાના ઇચ્છાપૂર્વક આવેલા અને તે ચીનમાંથી રાજદ્રોહનો ગુન્હો કરી નાસી ગયા હોવાથી પકડવામા આવ્યા છે એમ કહેવા માંડયુંપણ પરદેશ ખાતાએ તે સ્વીકારવાની સાફ ના પાડી. લંડનના પત્રોએ જબરો શેર કરી મૂકે અને ડૉ. સેન બાર દિવસનો કારાવાસ ભોગવી છૂટા થયા.
રપાવી રીતે ક્ટકારો મેળવ્યાના અનેક પ્રસંગે ડે. સેનના જીવનમાં બન્યા છે. એક વખત તે નાની હોડીમાં છુપાઈને રહેતા હતા, ત્યારે પાંચ હજાર ડોલરનું ઇનામ લેવા એક માણસ તેમને પકડવા આવ્યો. ડૉ. સેને તેની સાથે મીઠાશથી વાત કરી. પેલો માણસ તેમના ચરણમાં પડથી.
આવા પરાક્રમશીલ અને પ્રતાપી પુરુષે એશિયાના પ્રથમ પ્રજાસત્તાકની સ્થાપના કરી. આજે અને યુગો સુધી એ વીરના ભવ્ય જીવનમાંથી એશિયાના યુવકે દેશભક્તિની પ્રેરણા પામી, ડીસેનને પગલે ચાલી, માતૃસેવાની ધૂન મચાવો અને એશિયાને ઉજજવળ બનાવો.
(“સૌરાષ્ટ્ર” તા. ૨૩-૫-૨૫ તથા ૩૦-૫-૨૫ ના અંકમાંથી.)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com