________________
દેવીરૂપે શક્તિ-પૂજન
૮૧
દેવી-પૂજાની પદ્ધતિ આ દેશમાં કેટલા સમયથી ચાલતી આવી છે, તે કહી શકવું અશક્ય છે. ઘણું કરીને ભારતની આદિસભ્યતાના યુગથીજ અહીં શક્તિ-પૂજાની પ્રથા ચાલી આવી છે. હાલમાં પુરાતત્ત્વવેત્તાઓને માલૂમ પડયું છે કે, ભારતની અંદર તેમજ બહાર જાપાન, ચીન, ખેતડીઆ આદિ દેશમાં પણ પ્રાચીનકાળમાં દેવી-પૂજા પ્રચલિત હતી. એ દેશેાના લેાકેા દેવીને ૭૦૦૦ મુદ્દોની માતા માનતા હતા. ક્યાંક ક્યાંક બુદ્ધદેવની પ્રતિમાની સાથે સાથે દેવી-મૂર્તિ પણ જોવામાં આવે છે.
ઋગ્વેદના દેવીસત ઉપરથી માલમ પડે છે કે, ક્યાંક ક્યાંક આદ્યા શક્તિને અગ્નિસ્વરૂપા માન્યાં છે. વળી તૈત્તિરીય બ્રાહ્મણમાં પણ દુર્ગો અને તેાત્રના ઉલ્લેખ કરેલા છે. શતપથ બ્રાહ્મણુમાં લખ્યું છે કે, પ્રજાપતિ દક્ષે જ્યાં અનેક યજ્ઞા કર્યાં હતા, ત્યાં ‘પાર્વતી-દક્ષ' નામના યજ્ઞ પણ કર્યો હતેા. ઋગ્વેદના દ્વિતીય મડળની ૨૭ મી ઋચામાં લખ્યું છે કે, પ્રજાખંતિએ ‘દક્ષતનય’ નામની એક વેદી બનાવી રાખી હતી. ત્યારબાદ વળી શતપથ બ્રાહ્મણમાં જોઇએ છીએ કે, તે વેદી ઉપર એક સુવર્ણમયી પીતાત્મ પ્રતિમાની પ્રતિષ્ઠા કરતા હતા. આ પ્રતિમાને હવ્યવાહની'ની પ્રતિમા કહેતા હતા. આ પ્રતિમાની ચારે ખાજુએ ખીજા કેટલાંક નાનાં મોટાં દેવ-દેવીઓની પ્રતિષ્ઠા થતી હતી. એક બળવાન દેવતા વેદીનું રક્ષણ કરતા હતા, એક ચતુર્ભુજા દેવી હેમ વગેરે ગ્રહણ કરતી હતી, એક દેવી ધનભંડારનું રક્ષણ કરતી હતી અને એક દેવી જ્ઞાનદીપક લખને ઉભી રહેતી હતી.
હાલની દુર્ગા–પ્રતિમાની સાથે ઉપલા વનનું શુ ́ખરૂં મળતાપણું છે. સામવેદમાં દુર્ગાપૂજાના જે મ`ત્રા મળી આવે છે, તેમાં દુર્ગાનું નામ પણ આવ્યું છે. વૈદિક સાહિત્યમાં મળી આવતાં અનેક પ્રમાણે! ઉપરથી જણાય છે કે, વેદમાં આદ્યા શક્તિને અગ્નિસ્વરૂપ માન્યાં છે.
યજુર્વેદમાં રુદ્ર અને અખિકાનાં નામ આવે છે અને તેએ આહુતિ ગ્રહણ કરતાં હતાં, એ વાત પણ મળી આવે છે. તૈત્તિરીય આરણ્યકમાં તે વર્તમાનકાલીન દુર્ગાપ્રતિમાના બધાય ભાગે ઘણેભાગે જેમના તેમ મળી આવે છે.
આ રીતે શોધ કરતાં માલમ પડે છે કે, ભારતવર્ષમાં શક્તિ-પૂજાની પદ્ધતિ અત્યંત પ્રાચીન છે. હાલની પૂજાપદ્ધતિ ઉપરથી પણ જણાય છે કે, દુર્ગાપૂજાની લગભગ બધી વિધિ વૈદિક રીતિ અનુસાર છે. હા, એ પણ બરાબર છે કે, જેમ મેાટા મેટા શાસ્ત્રગ્રંથામાં પણ વખતેા વખત પ્રક્ષિપ્ત વિષયેા ઉમેરાયા છે, તેજ પ્રમાણે દેવીની વૈદિક પૂજા-પદ્ધતિમાં પણ ધણુંયે પ્રક્ષિપ્ત થયેલુ છે; પરંતુ આદ્યા શક્તિની, મહામાયાની, પરબ્રહ્મ પરમાત્માની યેાગમાયાની દેવીરૂપે પૂજા કરવાની પ્રથા અહીં ધણા સમયથી પ્રચલિત છે.
આજે પણ જો આપણે સાચા મનથી, પૂર્ણ અંતઃકરણપૂર્વક જગતના કારણરૂપ, સનાતની, ચિન્મયી, મહામાયા જગખિકાનું આવાહન કરીએ, આપણાં ભક્તિપૂર્ણ અશ્રુસંચિત જળથી અચઢાવવાના સંકલ્પ કરીએ, આપણાં હૃદયરૂપી પુષ્પા માતાને ચરણે ચઢાવવાને નિશ્ચય કરીએ અને તેમનાં ચરણુતળને આપણાં હૃદયરક્તરૂપી અળતાથી સુશાભિત કરવાની પ્રતિજ્ઞા કરીએ, તે! સ`મંગલમયી માતા આપણી ઉપર અવશ્ય કૃપા કરશે.×
( ‘હિંદુપ’ચ’વિજયાંકના અગ્રલેખ ઉપરથી અદિત )
× યુધમ વાળા પણ વામમાર્ગે ચઢી ગયા અને ધર્મને નામે અધમ પુષ્કળ વ્યાપી ગયો, ત્યારે દયાળુ પ્રભુ ભગવાન શંકરાચાર્ય રૂપે પેાતાનું અપૂવ જ્ઞાનચારિત્ર્ય પ્રકટાવીને અધમના મુખમાં જઈ પડેલા ભારતવાસીઆને ઉદ્ધાર કર્યાં હતા. એ અદ્ભુત ઈશ્વરી વિભૂતિએ પરમાત્માનાં અનેક મુખ્ય સ્વરૂપાનાં સ્તુતિગાન કર્યાં છે. તેમાં એક ભવાની-ભુજગતૅાત્ર છે. સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય તરફથી હાલમાંજ ભગવતી ભાગવત-અથવા દેવીભાગવતની નવી આવૃત્તિ નીકળી છે, તેના શરૂ ભાગમાં એ સ્વેત્રમાંના થેાડાક મ્યાક ભાવાય સાથે અપાયા છે, તે અહીં પણ આ પછી અપાયું છે.
શુ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com