________________
A
wwwwwwwww
ભગવાન આદિશંકરાચાર્યની પુન: વેદધર્મસ્થાપના
૪% છે; તેથી જ તેઓ નાગા, ઘરબારવગરના; સોનું ને પથ્થર, હીરા ને કાચ એકસરખાં જ જાણે છે ને ગણે છે. પણ જે તેના જેવા થશે તેજ તેઓની હાલત સમજી શકશે. અહી (પોપટીયા) વિદ્યાનું કામ નથી, અનુભવનું કામ છે. સાધુ-સંતોને ઉપદેશ હમેશાં સ્વાર્થ છોડીને પરમાર્થને માર્ગે લગાડવા સારૂ રહે છે. તેઓનું બોલવું આટલું જ છે કે, નિરભિમાની થાઓ, હલકાપણું છોડે; એટલે કિંમત જેવું કંઈ રહેનાર નથી. વસ્તુપર કિંમત મૂકીને તેની સાથે બંધાઈ જાઓ છે, તે પર કિંમત નહિ મૂકો તોજ તે વસ્તુથી અલગ રહેતાં શીખશે, ને એજ પરમાર્થ સાધવાનો રસ્તો છે. હવે ધર્મીઓ ને સુધારકે, ચર્ચાપત્રીઓ ને અધિપતિઓ જેઓ એકબીજાને સલામ કે નમસ્કાર કરે છે, તેઓ પણ તેમના આગળ પોતાનું હલકાપણું સ્વીકારે છે. અને પિતાનું અભિમાન કમી કરે છે, તો પછી પરમાર્થને રસ્તે ચાલનારા અધમ કેવી રીતે થયા ? ત્યારે હવે હલકાપણામાં શરમ જેવું કંઈ નથી કે લજવાવું પડે; પણ જેમ ધર્મના અર્થનો અનર્થ કરો છો, તેમ ભાષાના શબ્દોને પણ અનર્થ કરી રહ્યા છો. હલકાપણાથી જ સ્વાર્થ તજી શકીને યાને કિંમત નહિ મૂકતાં શીખીને પરમાર્થને રસ્તો મળી રહે છે અને ખુદા પોતે પણ મળી રહે છે. કિંમત મૂકવી એટલે હદ બાંધવી. જેમ જેમ માણસ પિતાની કિંમત કરવાનું છોડતો જાય છે, તેમ તેમ તેના તાબાનું સર્વ કમતી થતું જાય છે, એટલે તેમને દૃશ્ય આંખનો ઉપયોગ પણ કમતી કરવો પડે ને જ્યારે જ્યારે દેખતી આંખોને અંધાપે આવે છે, ત્યારે અદશ્ય આંખ ફૂટી નીકળે છે ને તે અદશ્ય યાને નિરાકાર ને બેહદ-અપાર-અનંત-રૂપે જોઈ રહે છે. તે અદશ્ય આંખ તે પિતેજ જોઈ શકે છે, પણ બીજા જોઈ શકતા નથી. જેનું તેને જ કામ આવે છે. જે પોતે જોઈ રહ્યો છે તેવું બીજા આ દેખતી આંખોથી જોવા માગે છે તે કેમ દેખાવાનું ? તેથીજ સાધુ-સંતો ને પેગંબરો વાંચવા કરતાં કરણી પર વધારે ભાર મૂકી ગયા છે. જેઓ ભાવી કરણ કરી રહ્યા છે, જે વસ્તુની કિંમત છોડતા જાય છે, તેઓને તે આંખ-અદશ્ય આંખ મળી રહેશે, ત્યારે જ તે સાધુ-સંતો ને પિગંબર જે બેલી રહ્યા હતા તે ખરૂં હતું, એમ અનુભવ થઈ રહેશે. તેથી જે વિદ્વાનો કરણ વગર માત્ર ચોપડીઓમાંથીજ વિદ્યા મેળવીને થયા હોય છે, તેઓનેજ સાધુ-સંત ને પેગંબરનું બોલવું ભેદી યા તો ખોટું લાગે છે. જેવી કેળવણી માબાપોએ મેળવી, તેવીજ કેળવણી આપણને આપી ને જન્મોજન્મના આપણા સંસ્કાર પણ તેવાજ છે. તેથીજ નાનપણથી આપણે વસ્તુની કિંમત કરવા લાગીએ છીએ. તેથીજ બે-હદને ખુદા અવળી કરણી કરનારાઓને દેખાતો નથી ને દે પણું નહિ. ધર્મની સમજ પડતી નથી ને સમજવાના પણ નહિ. પાણી શાંત હોય છે ત્યારેજ નિર્મળ ને સ્વસ્થ રહે છે, પણ જ્યારે આપણે યા કાઈ બીજે, કોઈ પણ રીતની ખટપટ કરીને તેની સ્થિરતાનો ભંગ કરીને પાણી હલાવી મૂકીએ છીએ, ત્યારે જ તે ગદલ ને ગંદીલું થાય છે. તેમ માણસ બચપણમાં શાંત ને ચૂપ અભણ હાલતમાં હોય છે, ત્યાં સુધી જ તેનું મન સ્વછ ને નિર્મળ રહે છે. નિર્દોષ બચું જ્યારે ખટપટ કરીને વિદ્યા મેળવે છે, ત્યારે જ તેનું મન ગંદુ થવા લાગે છે, અભિમાન આવી જાય છે ને પવિત્રતા ગુમ થઈ જાય છે ને જેવો બાલ્યાવસ્થામાં નિર્મળ, સ્વચ્છ યાને નિર્દોષ હતો તે તે વિદ્યા મેળવીને રહેતું નથી. તેથીજ બચપણની સાત વર્ષની ઉંમર ઠરાવીને તેઓની નિર્દોષ હાલત છે તેથી તેઓને ધર્મ નહિ, ત્યારપછીજ તેઓને ધર્મ માં દાખલ કરીને ધર્મના કાયદા ને ફરમાને લાગુ પડે છે. કારણ કે હવે તેનું મન તેટલું જ સ્વચ્છ ને પવિત્ર રહેનાર નથી ને રહેતું પણ નથી.
૧૯૨-ભગવાન આદિ શંકરાચાર્યની પુન: વેદધર્મ સ્થાપના
અને હાલના સંન્યાસીઓનું માયાવીપણું અંધારૂં એટલે શું ? અંધારૂં એ કોઈ પદાર્થ નથી, પણ પ્રકાશની ગેરહાજરી હોય તેને આપણે અંધારૂ કહીએ છીએ. એક મેટ એારડો આખું વરસ બંધ રાખ્યું હોય તે તેમાં આખું વર્ષ અંધારું છે, એમ કહેવાય; અને એ આખા વર્ષનું અંધારું ફક્ત એકજ દીવાસળી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com