Book Title: Shubh Sangraha Part 03
Author(s): Bhikshu Akhandanand
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 429
________________ આરોગ્યવિષે કિંમતી સૂચનાઓ ૪૧૩ ની ખરી કિંમત નથી. માત્ર સ્થૂળ પુસ્તક ખરૂં ધન નથી. આપણે આપણાં બાલબચાં માટે પસ્ત રાખવા માગતા હોઈએ તે સંભવિત છે, પરંતુ તેમ રખાયેલાં પુસ્તકે આખરે નવી પ્રજાને જૂનાં પડે તેમ હોય તે તે નકામાં છે. પ્રગતિ સાથે નવું સાહિત્ય થયે જાય છે ને ખરી ઉપગિતા તેની છે. આમ વિચારી આપણે આપણા ઘરમાંથી કાઢી નાખવા જેવાં પુસ્તકોને નોખાં કાઢવાં જોઈએ. આપણે તે પુસ્તકો રાખીએ, કે જે કાયમના ઉપયોગનાં હોય, જે આપણને આપણી જાત જેટલાં પ્રિય હેય ને તેથી તેને અળગાં નજ કરી શકતા હોઈએ; કારણ કે તેના વાચનમનનથી આપણને પ્રાણ, ઉત્તેજન અને ઉત્સાહ મળે છે. તે પુસ્તક ન નાખી દઈએ કે જે સ્મૃતિરૂપ હય, જે વડીલની પૂજારૂપ હોય, જે આપણા જીવનનાં શકવતી હોય, જે નિરંતરનું જીવન રેડી શતાં હોય, જે સનાતન સત્યનાં હોય; પણ બાકીનાં આપણે બહાર કાઢી તેને મોકલી આપીએ. તેની જગાએ નવાં નવાં પુસ્તક મૂકીએ ને હમેશ નવું એટલે પ્રગતિવાળું પુસ્તકાલય રાખીએ. પણ કાઢી નાખેલાં પુસ્તકા કયા નાખવા ?: અમરતાં એ પુસ્તકા નકામાં ઘરમાં પડયાં હતાં, પણ છતાં તેને વેચીને પૈસા ઉપજાવવાનું મન થશે. ખરી રીતે તે આપણે નકામી વસ્તુમાંથી છુટયા એજ મોટો લાભ છે. પૈસા મેળવવા જઈશું તો બુકસેલરો અધ કિંમત પણ નહિ આપે; માટે એ બધાં પુસ્તકોને આપણે આપણા ગામના કે શહેરના પુસ્તકાલયને આપી દઈ શકીએ. ત્યાં બધી જાતનાં પુસ્તકોનો ઉપયોગ છે, ત્યાં વિવિધ જાતના વાચકો છે. આપણે જેનો ઉપયોગ્ય નથી. તેનો ઉપયોગ કરવાવાળા ત્યાં આવી ચઢે છે. વળી ગામનું એક પુસ્તકાલય આપણાં જૂનાં પુસ્તકોથી સમૃદ્ધ થતું રહે તો તેને માટેના પૈસા નવાં પુસ્તકે વધારે પ્રમાણમાં ખરીદવામાં મળે. આથી પુસ્તકાલય બમણું સમૃદ્ધ થાય. આમ ન કરીએ તો આપણું પુસ્તકો જેને ઉપયોગ લાગે તેવા ગરીબ વિદ્યાર્થીઓ, સગાંસંબંધીઓને આપીએ; પણ વિશાળ ઉપગ તે પુસ્તકાલયમાં મોકલવાથી છે; માટે આપણને જે ખરેખર ભારરૂપ છે, તેને વેંઢારવાનો મેહ છેડી દઈને આપણે બીજાઓને ઉપયોગી થઈએ. (“પુસ્તકાલય” માસિકમાં લેખક-શ્રી. ગિજુભાઈ) ૧૯૪–આરોગ્યવિષે કિંમતી સુચનાઓ ૧-એરંડિયું અથવા કેસ્ટર ઓઈલના ગેરફાયદા આપણા દેશીઓ જરા જરામાં બાળકોને જાલાબ લાવવા માટે એરડીયાને ઢીંચારો ઢીંચાડે છે. આ તબેહ ઘણી નુકસાનકારક છે. તે જેમ બાળક માટે તેમ મેટી વયના માણસોમાટે પણ નુકસાનકારક થઈ પડે છે. એરંડીયું લેવાની ટેવ પડી જવાથી પરિણામ એ આવે છે કે, કબજીઆતને રોગ જાથકનો થઈ પડે છે. એ જ પ્રમાણે જુલાબ લાવનારી બીજી દવાઓ માટે પણ સમજવું. માટે બાળકને કે પિતાને કદી પણ એરંડીયું લેવાની તબેહ પાડવી નહિ. પેરેલીન ઑઇલ અથવા કઈક રૂપમાં પેરેફીન લેવાની અથવા યુવાનો છૂટથી ઉપયોગ કરવાની રીત તંદુરસ્તી માટે ઘણીજ સલામતીભરી છે. આથી એરંડીયું કે જુલાબ લાવનારી બીજી દવાઓને ઉપયોગ કરવાની કદી પણ જરૂર પડશે નહિ. ૨-થુલું એ એક ઘણોજ કિંમતી ખોરાક છે. હાલની તબીબી વિદ્યાએ થલાના ખોરાકને ઘણે કિંમતી ગણવાથી તે તરફ આપણા દેશીએનું પણ ઘણું સારું લક્ષ ખેંચાવા લાગ્યું છે. તબીબો કહે છે કે, ખોરાકની ખરી ખુબી જેવી હોય તે તે થુલામાં મળી આવે છે. એ ખેરાકમાંથી ચૂનો, લોખંડ અને વિટામીનોને કુદરતી જો મળી આવે છે; એટલું જ નહિ પણ જરપત થઈ શકે એટલા જથામાં સ્ટાર્ચ અને પ્રોટીન પણ યુલાના ખેરાકથી શરીરને મળે છે. આ ઉપરથી ખુલ્લું માલમ પડી આવે છે કે, થુલાને ખોરાક શરીરને માટે ઘણી પુષ્ટિ આપનારો થઈ પડે છે. તબીબો તરફથી ખોરાકતરીકે થુલું છૂટથી વાપરવાની મજબૂત ભલામણ કરવામાં આવે છે. દરેક વખતના ખાણ વેળાએ એક મોટો ચમચો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 427 428 429 430 431 432