Book Title: Shubh Sangraha Part 03
Author(s): Bhikshu Akhandanand
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 427
________________ nnnnnnnnnnnnnnnnn ભગવાન આદિશંકરાચાર્યની પુન: વેદધર્મ સ્થાપના ૪૧૧ ની પ્રજાને વગરવાંકે લૂંટવી અને એ લૂંટનાં નાણાંવ , વરુણ, અગ્નિ વગેરે દેવતાઓને રીઝવવા, એ બધી શેખી માયાજાળ છે. હમણાંના કેટલાક દેશી રાજાએ એજ રીતે પિતાની રાંકડી પ્રજાને લુંટીને વિલાયત દેશમાં જઈને એ લૂંટનાં નાણાં યૂરોપી દેવતાઓના મુખમાં હામી દે છે. એવા કામમાં કલ્યાણ કેમ હોઈ શકે? મુંબઈના મેટા વેપારીઓ પણ એવી જ જાતનો યજ્ઞ કરે છે. આખા હિંદનાં તમામ ગામડાંને ચૂસીચૂસીને તેઓ મુંબઈમાં પૈસે ઘસડી લાવે છે.. મને ન્યુયૅક ફીચરને સટ્ટો ખેડીને યૂરોપ-અમેરિકાવાળાનાં મોઢાંમાં સામટું નાણું હોમી દે છે; અથવા તકલાદી રમકડાં આપણા દેશનાં ગરીબ ગામડાંમાં દાખલ કરીને ગરીબોના પૈસા ઠેઠ જર્મની સુધી પહોંચાડે છે. શંકરાચાર્યે પોતાના જમાનાની રૂઢિ પ્રમાણે વેદશાસ્ત્રનો અર્થ કરી. દેખાડવ્યો. આપણે પણ આપણા જમાનાની દષ્ટિએજ વેદશાસ્ત્રને અર્થ કરવાનો છે. ભાગવતમાં કહ્યું છે કે, “વેદ” એ કલ્પતરુ છે અને તેમાંથી જેવી જાતના શુભ અર્થ ઉપજાવવા હોય તેવા ઉપજાવી શકાય. માત્ર ઠગબાજીભરેલા સ્વાથી અર્થો કરવાથી અને એવા સ્વાથ અર્થી ઉપર ધ્યાન આપવામાંથી સજજનોએ વેગળા રહેવું ઘટે. માયા જડ છે-નાશવંત છે, એનામાં નવાં નવાં રૂપ લેવાની તાકાત છે જ નહિ. પરંતુ પ્રભુનું ચૈતન્ય કે જે તમામ ઠેકાણે ફેલાયેલું છે, તેની હયાતીને લીધેજ માયા નવું નવું રૂપ ધારણ કરીને આપણને ફસાવી શકે છે. પ્રભુનું ચિતન્ય એજ એક સત્ય પદાર્થ છે; માટે એ ચૈતન્યનું જ નિરંતર રટણ કરવું. એ ચેતન્ય અનેક અવતાર ધારણ કરે છે, તેમાં દશ અવતાર મુખ્ય છે; એ વાત આપણે અગાઉ જોઈ ગયા. આ સૃષ્ટિ દિવસે દિવસે આગળ વધે છે, એમ યુરોપીયન વિદ્વાને પણ કબૂલ કરે છે અને ભાગવતમાં પણ પ્રભુના પહેલા અવતાર કરતાં બીજો અવતાર અને બીજા કરતાં ત્રીજો અવતાર વધારે ચઢીઆતો છે, એમ બતાવ્યું છે. દશ અવતારમાંથી આઠ અવતારનું વર્ણન ભાગવતમાં આવે છે. એ આઠમો અવતાર શ્રીકૃષ્ણને છે અને આઠેય અવતારોમાં તે ઉત્કૃષ્ટ છે, એમ સિદ્ધ કરવાને સમર્થ પ્રયત્ન ભાગવતમાં કરેલ છે. શ્રી પરમાત્મા એક એક અણુમાં પ્રવેશ કરીને રહેલા હોવાથી તેમને વિષ્ણુ કહેવામાં આવે છે. વળી વિષ્ણુ ભગવાન જળમાં શયન કરીને રહેલા છે, એમ પણ મનાય છે. જળનું બીજું નામ “નારા” છે. એ નારાને વિષે જેનું રહેઠાણ છે તે પ્રભુને નારાયણ પણ કહે છે. ભગવાન શંકરાચાર્યો અને તેમની ગાદી ઉપર થયેલા શિખ્યો તથા એ સંપ્રદાયના સંન્યાસીઓને આપણે પ્રણામ કરવા હોય તો “-નમે-નારાયણાય” બોલવું પડે છે અને તેના ઉત્તરમાં એ સ્વામી મહારાજ “નારાયણ” એમ બોલીને આપણું પ્રણામ સ્વીકારે છે. માટે શંકચાર્યનો સંપ્રદાય શિવ અથવા મહાદેવને સંપ્રદાય નથી, પણ વિષ્ણુને સંપ્રદાય છે, એમ જાણવું. પણ ઘણી વાર સમજફેરથી લોકો એ સંપ્રદાયને શિવજીનો સંપ્રદાય ધારી બેઠા છે. શિવનું બીજું નામ કરે છે અને આ સંપ્રદાયના. પ્રથમ આચાર્યનું નામ શંકરસ્વામી છે, એ કારણથી સમજફેર ઉત્પન્ન થાય છે. તેની ખાત્રીને માટે શંકરસ્વામીનાં રચેલાં વિષ્ણુ અને કણનાં ભાવપૂર્ણ સંસ્કૃત પદ્યો વાંચી લેવાં. પરંતુ કાળની બલિહારી છે. કાળે કરીને મોટી મોટી ઉથલપાથલ થઈ જાય છે. શંકરસ્વામી, મહાસમર્થ ત્યાગી હતા અને સંન્યાસીનો આશ્રમ પણ તેમણે જ નવેસરથી સ્થાપન કર્યો. સંન્યાસીઓ કોઈપણ ચીજની માલકી ધરાવી ન શકે, એમ તેઓએ ફરમાન કાઢયું; જગતની માયામાં. સંસારીઓએ પણ લપટાવું નહિ. એમ પ્રત્યક્ષ દેખાડી આપવાને સંન્યાસીઓને ઠેરઠેર કરીને દેશ દેવાની યોજના ઘડી; પરંતુ આ પાપી કળિયુગમાં તેઓની ગાદી ઉપર બિરાજવાને વલખાં મારનારા અનેક ધૂતારા ઉત્પન્ન થવા લાગ્યા છે. તેઓ ગાદી જેવી એક ફાની વસ્તુ માટે આપસઆપસમાં વહે છે. વકીલો તથા સોલીસીટરને ત્યાં ધકેલા ખાય છે અને સાચાં ખાટાં કરવાને લલચાય છે. એ ગાદી ઉપર બિરાજનારા મહાપુઓ “રાજરાજેશ્વર”ને ઈલ્કાબ ધરાવે છે, છતાં રાજા તો શું પણ તેના એકાદ ન્યાયાધીશ કે માજીસ્ટ્રેટ ઉપર કંગાલ અરજીઓ લખવામાં તેઓ નીચું માનતા નથી! વળી તેઓ “જગદગુરુ” કહેવાય છે, છતાં જગતને તેઓ કોઈ પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 425 426 427 428 429 430 431 432