________________
૪૧૩
શુભસ’ગ્રહ–ભાગ ત્રીજો
સારૂં કામ શીખવી શકતા નથી; પણ ઉલટા પોતે આ જગતનાં પામમાં પામર પ્રાણીને પેાતાના ગુરુ બનાવી તેઓની પાસે વઢવાડ કરવાની ભુંડી રૂઢિઓ શીખી લે છે. મારા એક મહા વિદ્રાન બાળમિત્ર પણ સંન્યસ્ત લઈને આગળ જતાં એવી કઢંગી લાલચમાં લપટાઈ ખેડા છે અને તેએને મફતીયા વકીલ તથા સેાલીસીટર) પણુ મળી રહે છે! એ બધી કાળની બલિહારી છે. જે ધર્મના ગુરુએ મૂળથીજ સસારી હોય અને તેને લીધે સંસારની માયામાં રચ્યાપચ્યા રહે, તેઓને પણ આપણે પસંદ નથી કરતા, તે સન્યાસ ધર્માંના ગુરુઓને કા માં ધકેલા ખાતા આપણે કેમ પસંદ કરીશું ? માટે મારી નમ્ર પ્રાર્થના છે કે, આપણા કૃપાળુ ભગવાન આદિશકરાચા આપણા દિલમાં આવીને વસે અને ગારી માયાને આપણાથી દૂર રાખીને તે આપણને આપણા જન્મનું સાર્થક કરી લેવામાં તત્પર બનાવે. તથાસ્તુ.
(તા૦ ૨૩-૫-૧૯૨૮ ના “મુંબઈસમાચાર” માં લેખકઃ-રા. નાત્તમ જેઠાભાઇ નરમણ )
૧૯૩–પુસ્તકાના વૃથા સંગ્રહ કરી રાખનારાઓને સલાહ
આપણે મધ્યમ વર્ગના માણસા, આપણા ઘરમાં જે પુસ્તકા પડયાં છે તેને જોઇ જશું તે જણાશે કે, તેમાંનાં કેટલાંએકને આપણે કદી વાંચ્યાંજ નથી. તેઓ પહેલેથી ઘરમાં પડવાં છે તે પડ્યાં રહેતાં આવ્યાં છે, તેમને ઉપાડીને જોવાની કે વાંચવાની આપણને પુરસદજ મળી નથી, તેમને વારંવાર સાચવીને રાખવાની આપણી રીતિ ચાલુજ રહી છે. કેટલાંએક પુસ્તકા એક વાર આપણે આપણા માટે ખરીદેલાં હતાં . તે એક જગાએ પડેલાં દેખાશે. તેને ઉપયાગ વર્ષો પહેલાં હતેા, હવે તે નકામાં છે. તેથી આપણે તેને હાથ ઝાલતા નથી—અર્થાત્ વાપરતા નથી; પણ તેને પણ સંભાળ્યા કરીએ છીએ. કેટલાંએક પુસ્તકા આપણે સારાં જાણી મગાવેલાં છે, પરંતુ માલવનાનાં હાવાથી આપણે તેને કારે મૂકેલાં છે. કેટલાંએક એવાં પણ છે, કે જે ભયંકર અથવા ઉત્તેજક સાહિત્યના વિભાગમાં પડે અને તેને આપણે જોઈ ગયા પછી તેમાંથી લાભ-અલાભ લીધા પછી ધ્રુપાવીને કાળથી વેંઢાર્યો કરીએ છીએ. કેટલાંએક આપણા ધંધાને લગતાં છે, પરંતુ અઘતન નથી તેથી નકામાં છે, કેટલાંએક ભેટતરીકે આવેલાં અગર લેખકાએ વળગાડેલાં છે, કે જેની આપણને પરવા સરખી નથી. કેટલાંએક કામનાં છે એમ લાગે છે ને દીકરાએ મેટા થશે ત્યારે વાપરશે, એવી બુદ્ધિથી ર્ખાએલાં છે.
બધાંને ધરમાં શામાટે રાખવાં? ભારરૂપ કે ખાટી શાભારૂપ છે.
આપણે જરા મનથી વિચારીએ તે લાગવું જોઇએ કે, આ એક તે તેએ જગા રેશકે છે, સ`ભાળ માગે છે તે છતાં કેવળ આ આપણી અયોગ્ય પરિગ્રહવૃત્તિનું ફળ છે. ધરડાંઓને જેશું તે દેખાશે કે, તેએ જે આવ્યુ તે ભેગુ' કરવામાં સમજે છે. મેડા ઉપર કે કાતરીઆમાં તે નજરે ચઢે તે ફેકતા જાય છે. તે બધું ઉતારીને જોઇએ તેા ત્રીસ ત્રીસ વર્ષોથી ન વપરાયેલી, કાટ ખાઇ ગયેલી ને ન વાપરી શકાય તેવી ચીજો તેમાંથી મળે. તે નાખી દીધાના બરનીજ હાય. નાખી દીધેલીજ છે, પરંતુ અવિવેકી પરિગ્રહવૃત્તિ તેને બહાર નાખી દેવાની ના પાડે છે તેમમત્વને ખાટા સતાષ લે છે. પુસ્તકા રાખી મૂકવાની બાબતમાં પણ એમજ છે. જે પુસ્તક! સાથે હવે કશું લેવાદેવા નથી, તેવાં પુસ્તકે અભરાઇ કે કબાટમાં રાખી આપણે આપણી બુદ્ધિ અને વિવેકનું અધારૂ' બતાવીએ છીએ. સાપ પેાતાની કાંચળી જૂની થતાં ઉતારી દે છે, જૂના નકામા જોડાને વસ્ત્રોનેા ત્યાગજ કરીએ છીએ; એમજ આપણા પૂરતાં જે પુસ્તકા જૂનાં, ઘરડાં, નકામાં થઇ ગયાં છે, તેને આપણે આપણી છાતીપર રાખી તેને ભાર ન વેઠવા જોઇએ. એ કેવળ નકામી ઉપાધિ છે. આપણને પુસ્તકાલયા શાખ હેાય તે ખરૂં, પણ ઘણાં પુસ્તકા રાખવા કરતાં ઉપયાગી પુસ્તકા રાખવાં તે સાચા શેાખ છે. આપણી તે મિલ્કત છે, માટે તેને છેાડી દેવાનું મન ન થાય તે ખરૂં; પણ પુસ્તકમાં જે મિલ્કત છે તે તેમાંથી જ્ઞાન મેળવવાની ઉપયોગિતાપૂરતી છે ને હાવી જોઇએ. પુસ્તકના સ્થૂળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com