Book Title: Shubh Sangraha Part 03
Author(s): Bhikshu Akhandanand
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 431
________________ ચા અને ફીના ઉપયોગથી થતી દુનિયાની બરબાદી જાપ બનાવેલી ચાહ, અગર ૧૫ થી ૧૭ ગ્રામમાંથી બનાવેલી કૅરી ૧ ગ્રામ જેટલું કેફીન ધરાવે છે. આ ઉપરાંત બીજા તો પણ બેઉ પીણાંમાં હોય છે. કોફીમાં ચરબી અને કલોરોનિક એસીડ રહેલું હોય છે, જ્યારે ચાહમાં ટેનીન અને થીબોનીન હોય છે. ચાહમાં કેફીન અને ટેનીન મેટા અંશમાં હોય છે. ચાહનો ઉપયોગ કેઈ પણ રીતે ખોરાકતરીકે ગણી શકાય નહિ. હલકી ચાહમાં જેટલા પ્રમાણમાં ટેનીન હોય છે, તેટલાજ પ્રમાણમાં ટેનીન ઉંચી ચામાં હોય છે. ચાહ બનાવવાની રીતમાં જ ટેનીન કેફીન કેટલું અંદર આવે છે તેનો આધાર રહે છે. જેમ લાંબે વખત ચા ગરમ પાણીમાં વધુ ઉકળે કે રહે, તેમ ટેનીન વધારે અંદર દાખલ થાય અને થોડા વખતમાં થોડુંક કેફીન ભળે છે. એમાંથી જ બીજો પ્યાલો કાઢવાથી પણ કેફીન મેળવાય છે તે ખેટી હકીકત છે; કારણ કે કેફીન પહેલા પ્યાલામાં પૂરેપૂરા પ્રમાણમાં ચાલ્યું જાય છે, પછી બીજામાં ટેનીન મોટા અંશમાં આવે છે. કેફીન તેજી લાવનારું તવ છે અને તેથી જ હૃદયના દરદીઓનું મરણપ્રમાણ વધે છે, કેમકે કેફીનની અસર હૃદય ઉપર તાત્કાલિક થાય છે. આરોગ્યશાસ્ત્રીઓને. એવો અભિપ્રાય છે કે, વિચારની ગતિ ઝડપી અને શુદ્ધ હોય છે અને સુસ્તી ઉડી જાય છે, થાક દૂર થાય છે અને કેપીનથી બધી જ્ઞાને િતીવ્ર અને તેજ બને છે. આથી અફીણના પ્રતીકારરૂપે કેફીન ઘણે ભાગે વપરાય છે. કેફીન લીધા પછી નબળાઈ કેટલી આવે છે, માણસની તાકાત કેટલી નાશ પામે છે તેને અખતરે મી હાલિંગથે કર્યો છે. તાજી ચા પીવાથી ટાઈપ કરવાનું કામ, આકડા ગણવાનું કામ, કાગળ લખવાનું, છાપવાનું વગેરે ઝડપથી બનતું હતું; કારણ કે કેફીનને અંશ મોટો હતો. આ બધી અસર મગજમાંથી–મનની ઇન્દ્રિયોની તેને માલુમ પડી હતી. કેફીનની અસર સ્નાયુ ઉપર થાય છે અને તેમને તે વેગ આપે છે. કેફીનની માઠી અસર શરીરના બીજા એકે વિભાગ ઉપર થતી નથી. પરંતુ હૃદય ઉપર થાય છે, લોહીના દબાણમાં ઉછાળો આવે છે. કેફીન સારી રીતે એટલે કે ઔષધતરીકે કીડનીના રોગમાં અસર કરે છે; અને થોડા પ્રમાણમાં લેવાથી, અંદરની નળીઓને તાકાત આપે છે. ડાયરેટીન રસાયણની દષ્ટિએ કેફીન સાથે જોડાયેલું સત્વ માલૂમ પડે છે, અને તેમાં સોડિયમ સીલીકેટન ઉમેરે થાય છે. આવી રીતે ડાયરેટિક અસર મેળવવા માટે કેફીન ઘણું અગત્યનું ઔષધ થાય છે. જેથી આંતરડાના રોગોમાં ચા ગુણકારી માલમ પડે છે અને ચામાંથીજ કેફીન મેળવી શકાય છે. ચાને દુરૂપયોગ અને નુકસાન ચા બનાવવાની ખરાબ રીતથી થાય છે. કેફીન મોટા પ્રમાણમાં જે લેવામાં આવે છે તેથી ગભરાટ, મુંઝારે છૂટે છે. માથામાં આંચકા આવે છે, નિકારહિત થવું પડે છે અને તેથી મગજને માટે ક્ષોભ થાય છે. દરરોજ જે કોઈ માણસ પાંચ પ્યાલા ચા પીએ તે કેફીન મોટા પ્રમાણમાં શરીરમાં નાખી, બાદીઓ પેદા કરે છે. ટેનીન થોડી પણ વધારે લાંબી વખત લેવાથી ખરાબ અસર કરે છે. આ ટેનીનથી બદહજમીનો રોગ ચાલુ થાય છે. કુશની નામના વિજ્ઞાનશાસ્ત્રીએ પૂરવાર કર્યું છે કે, પાચન કરનારા તંતુઓ ચાહથી ઓછી રીતે પાચન કરે છે અને જાણીતી નાચનારી નટી પાવલોવાએ પણ આથી ચાહ છોડી દીધી છે. ચામાં દૂધ વધારે લેવાથી ટેનીનની અસર ઓછી થાય છે. ભૂખે પેટે ચાહ પીવાથી શરીરનાં આંતરડાની શક્તિ ચૂસી લે છે, ડાયરીઆ(ઝાડા)ના રોગમાં આથી નીનને ઔષધ તરીકે વાપરવામાં આવે છે. ચા અને કેટલીક જાતના દારૂઓ, બંધકોશમાટે ઉપયોગી છે, એ કહેવું અયોગ્ય છે; પરંતુ ઝાડાના રોગમાં કશી ઉપચારતરીકે ઘણે ઠેકાણે વપરાય છે. કે ચા અને કાશી હિંદમાં હવે ઘરે ઘરે વપરાય છે, પરંતુ હૈટેલોમાં અને ઘરોમાં દરેક માણસ ચાનાં પાંદડાં ઉકાળી ટેનીનનો મોટો ભાગ શરીરમાં નાખી શરીરને ક્ષય કરે છે. ચાની બનાવટમાં જ કેફીન કેવી રીતે લેવું એ જણાઈ આવે છે. જે કેફીન લેવાની ઈચ્છા હોય તે એક જ પ્યાલામાં ઈન્દયુઝનથી ચા બનાવી પીવી કે જેથી કેફીન બરાબર લઈ શકાય; અને ટેનીનનો ભાગ ઓછો આવે, નહિ તે ટેનીન શરીરમાં અનેક રોગો પેદા કરશે. (૩૧-મે ૧૯૨૮ ના દૈનિક “હિંદુસ્થાનમાંથી) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 429 430 431 432