________________
૧૭૫
આપણે ગુમાવેલા અગત્યના ખજાના ૮૦–આપણે ગુમાવેલા અગત્યના ખજાના
સમયને પ્રવાહ જગતને આટલા ત્વરિત વેગે ઘસડી જશે એવું નહોતું ધાર્યું. દહાડે દહાડે અકેક દશકાના અને દશ કે દશકે અકેક યુગના પલટા અનુભવાઈ રહ્યા છે. કાળ-સાગરનાં મોજ એક પછી એક આવીને કિનારાની પાકી પાળાનેય પોતાની થપાટવડે પાણીમાં દફનાવે છે. ગઈ લિની ઘટના આજે ભૂતકાળનો ઇતિહાસ-અરે ક૯પનાની કોઈ ઝળહળતી માયાવી આકૃતિ બની જાય છે. દુનિયાના સરજનહારે મનુષ્યોની સાથે આ તે કેવી લીલા આદરી છે !
એવા દિવસો હતા, કે જ્યારે ધરતીનાં સાત સાત પડ વચ્ચે થઈને ચાલ્યા જતા ઝરાઓને શોધી કાઢનારાં માનવી આપણે ગામડે ગામડે વસતાં હતાં. ભયની સપાટી સાથે કાન માંડીને ભૂતળમાં રમતી જતી સરવાણુઓનાં કલકલ ગીતે આ ગામડીઆ પાણીકળાઓ કાનેકાન સાંભળી શકતા. સીમનું ઝાડવે ઝાડવું આ ગયબી જળ-શોધકને માતા વસુંધરાના હૈયામાં ઉછળતી ગુપ્ત જળ-ધારાઓની બાતમી દેતું. પ્રભાતને ઠંડે પહોરે કે કડકડતે શિયાળે પણ ખેતરોનાં અમુક સ્થળોનાં ઢેફાંમાંથી અચાનક ઉની વરાળનો સ્પર્શ અનુભવતાં વેંતજ એ શેધક બંધના દેહનાં પરમાણુઓ પોકારી ઉઠતાં કે આંહી છે–પાણી આહી છે. પળવારમાં એ જ્ઞાનીની લાકડી એ સંકેત-સ્થાન ઉપર એંધાણી દેતી. કોદાળી અને ત્રીકમના ઘા શરૂ થતા. બરાબર ભાખ્યા મુજબ ધરતીમાં એક પછી એક ચોક્કસ રંગના વળા દેખાતા અને આખરે આપેલા કોલ અનુસાર એ નવાણના અમુક ઉંડાણેથી જળધારાઓ છૂટતી–ધરતી માતાના થાનેલામાંથી જાણે ધાવણની શેડે ઉછળતી. દેશનાં લાખો જળાશ આજે એ ગામડીયા ઇલ્મની સાહેદી દેતાં મોજુદ ઉભાં છે.
અમારી તેમજ અનેકની સાંભરણની આવી ઘટનાઓ હશે. એક ગામમાં નવાણ ગળાય, બહુ ઉંડા ખોદાણ થયાં; પણ પાણીને પત્તો નથી. બેલા ગામના પાણી–કળાને. એ બંધુ બેય આંખે સુરદાસ ! ખાટલીમાં બેસાડીને સુરદાસને રસીથી તળીએ ઉતાર્યા. ઉતરીને અંધ પુરુષે જાણે કે જુગજુગની જૂની ઓળખાણ હોય તેવી મીઠાશથી પ્રત્યેક પથ્થર પર હાથ પંપાળ્યા. આંગળીએનાં ટેરવાંવડે ભૂસ્તરવિદ્યાની ભાષા ઉકેલી, સ્થળે સ્થળે કાન માંડીને એણે કાળમીંઢ શિલાઓના પેટની વાત લીધી. “ અહી ઘા કરો” એવી હાકલ મારીને એક પથ્થર પર આંગળી મેલી પહેલેજ ઘા, અને જાણે કે ગંગા મૈયા વછુટયાં. સાત સાત દુકાળાએ ઉપરાઉપરી શાળ્યો તાયે એ સાચો નીર નથી ખૂટયાં; અને આટલા સંશોધનનું મહેનતાણું શું ? . શુકનનું એક શ્રીફળ અને અહી રૂપી. ચાર ચાર કાસનાં પાણી છલકાય તે ૪૦-૫૦ ની પાઘડી. પહેલું પરિણામ ને પછી ઇનામ. પાણી-કળાની આખી ઓલાદ ચાલતી. એવા દિવસો હતા !
આજે એ દિવસે ઉપર દશ કરતાં વિશેષ ચોમાસાં નથી વરસ્યાં; છતાં આજે કે એક યુગાન્તર બની ગયે ! મેજર પિગ્સન નામનો એક અંગ્રેજ. મુંબઈની સરકારે ૫ડો વજડાવ્યો કે, પિસિન સાહેબ ઇશ્વરી ચમત્કાર અજમાવીને પૃથ્વીનાં અંતર્ગત ઝરણાંને ઝાલી લે છે. ચમત્કારને તિરસ્કાર દેનારી, ઈશ્વરી સંકલ્પને વહેમ કહેનારી અને વિજ્ઞાનવિઘાનાં પ્રત્યક્ષ પ્રમાણમાં જ વિશ્વાસ કરનારી આ સરકારે પેન્સન યગંબરને માસિક રૂા. ૩ હજારને પગારે જળ-શોધક નીમ્યા છે.'
પણ આ પયગંબર સાહેબની આજસુધીની કારકીર્દીની ભાળ લે તેવા ટીખળખોરોય હિંદમાં પડ્યા છે ને ! ખબર પડી છે કે, કુલ ૧૨૬ જગ્યાઓ ઉપર પિગ્મન સાહેબે બદાણ કરાવ્યાં. તેમાંથી ફક્ત દશ જગ્યામાંજ શારડી ઉતરી શકી ને તેમાંથીયે જ સ્થળનાં તળ સાચા નીવડવાં. પિચ્ચન સાહેબને પાણીનાં ઝરણાં શોધવાનો ચમત્કાર તો આવડતો હોય યા ન હોય, પરંતુ હિંદી પ્રજાનું પેટ ફોડીને તેમાંથી વાર્ષિક ૩૬ હજારની નિર્મળ-ધવલ રૂપેરી સરવણી ખેંચી કાઢવાનો ઇ૯મ તે બેશક તેમને હાથે બેસી ગય લાગે છે.
ગામડાના ગરીબ જળશોધકે-તેઓ પેન્સન સાહેબ જેવા કશા જળમંત્ર નહેતા જતા. તેઓના હૈયામાં તે યુગયુગનાં અનુમાનની અનુભવસિદ્ધ ઉકલત હતી. અજાણ્યે અજાણ્યે પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com