________________
wwwwwwwwww wwww
તંદુરસ્તી વિષે કિંમતી સૂચનાઓ ઉંધ નહિ આવવાનું મુખ્ય કારણ આપણી પોતાની મૂર્ખાઈ છે. આ મૂર્ખાઈ કુદરતનો કાયદો તેડવાની છે. જેઓ કુદરતના કાયદાઓને તાબે થાય છે, તેઓમાંને એકેએક ખુશનુમા ઊંધ કાઢવાને લાયક બને છે. સ્નાયુના કામકાજના ઘસારાથી ઉત્પન્ન થયેલી અશક્તિ લોહીમાં દાખલ. થાય છે ત્યારે ઉંઘ પેદા થાય છે.
ખુશનુમા ઉધના દલાજે હું આગળ ચાલતાં ઉંઘમાટેની ફરિયાદ દૂર કરવાના અનેક ઈલાજે રજુ કરતે રહીશ, પણ, આ ઇલાજેના પહેલા પાઠતરીકે નીચલી સૂચનાઓ ધ્યાનમાં રાખવાની હું ખાસ ભલામણ કરું છું.
(૧) તમેએ ઉંધ લાવવાની ટેવની ખીલવણી કરવી જોઈએ છે. તમને ઉઘ આવી શકવાની નથી એ ખ્યાલ મગજ ઉપરથી તમારે દૂર કરે જોઈએ છે. જેવા તમે બિછાને જાઓ કે તુરતજ મગજ ઉપરના વિચારોને હાંકી કાઢજો અને ઉંધી જવાને મજબૂત પ્રયાસ કરજે. એ માટે તમારા મગજ પર મજબૂત કાબુ મેળવવાની કોશીશ કરજે.
(૨) ઉંધ નહિ આવવાનાં અનેક કારણોમાં ચા, કોફી અને બીજાં પીણાંઓ માટેનું અનેરું - પણ એક છે. જ્યારે ઉંધ વગર તમે પીડાતા હો ત્યારે ચા, કૅફી અને બીજા પીણાથી દૂરરહેવાની કોશીશ કરજે. ચા અને કોફી મગજને ઉશ્કેરે છે અને ઉંઘને નસાડે છે. ખાસ કરી. સાંજના વખતે ઉશ્કેરનારા પીણાથી દૂર રહેજે.
(૩) સવારે યા સાંજે તમારી પ્રકૃતિના પ્રમાણમાં કસરત લેવાની ટેવ રાખજે.
(૪) ખાલી પેટે કદી પણ બિછાને જતા નહિ, તેમજ તમારી હાજરીને બીનજરૂરી ખેરાકના બોજાથી લાધી બિછાને જતા ના. વધુ ભારથી લાધેલી હોજરી તમારી ઉંધ અને તન-- મનની શાંતિનો કાતિલ શત્રુ છે. પરિણામે ઘણાક દરદીને જાણી જોઇ આમંત્રણ કરવામાં આવે છે. તમારે ભારે ખોરાક અને મોડી રાતનો ખોરાક ત્યજવો જોઈએ છે. ખાણું લીધા પછી, તરતજ બિછાને જતા નહિ.
(૫) જાણીતા તબીબોને એવો મત છે કે, બિછાને જવાની અર્ધો કલાક આગમજ ફુક્કો (થોડું ગરમ) પાણીએ નહાવાથી ઘણે સારો લાભ થાય છે. એમ કરવાથી લોહી મગજમાંથી પગ સુધી ખેંચાઈ જાય છે, જેથી મજજાતંતુઓમાં લોહીનો ઘટાડો થાય છે અને ઉંઘમાં વધારો થાય છે. સારી ઉંઘમાટે કબજીયાતને પણ દૂર કરવાની જરૂર છે.
(૬) સૂવાના ઓરડાને તાજી હવાના સારા જથાની ઘણું મટી જરૂર છે, (મછર સતાવતાં, હોય તો) ઢોલિયાને મરછરદાની હોય તે ઘણું સારું.
(દૈનિક “હિંદુસ્થાન”માંથી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com