Book Title: Shubh Sangraha Part 03
Author(s): Bhikshu Akhandanand
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 416
________________ ૪૦૦ શુભસંગ્રહ-ભાગ ત્રીજો આ દાખલાઓ ઉપરથી માલમ પડે છે કે, મહાને નરો પોતાની માતાને આભારી છે. માતાએ ચાહે તો હમેલની વખતે જેવી ઈચ્છા ધરાવે અને મનઃશક્તિ વાપરે તેવાં બાળકે પેદા કરી શકે. | ડૉકટર ફાઉલરની એક અગત્યની શોધ ડૉકટર કાઉલરે ઘણાક દાખલાઓની તપાસ કરી એક ઘણી અગત્યની શોધ કરી છે, તે એ કે, હમેલ રહ્યા પછી પહેલા છ મહીના સુધી બાળકના શરીરનું બંધારણ થાય છે અને ફક્ત પાછલા ત્રણ મહીનામાં જૂદી જૂદી મનઃશક્તિ જેવી કે ધાર્મિક, ભક્તિભાવની, સગુણની, કારણ શોધવાની વગેરે શકિતવાળા ભેજના ભાગનું બંધારણ થાય છે; માટે દરેક હમલદાર સ્ત્રીએ હમેલના છ મહીના પછી માને છેલ્લા ત્રણ મહીના તો ખાસ કરી ઉમદા સગુણેમાં, ભક્તિભાવમાં અને પરમાર્થી કાર્યોમાં મનને વારંવાર રોકવું જોઈએ, કે જેથી ઉત્તમ મનઃશક્તિનાં બુદ્ધિશાળી બાળકે પેદા થશે. એજ પ્રમાણે મો બનાજીએ કેટલાક દાખલાઓ આપી જણાવ્યું કે, હમેલવાળી સ્ત્રી જે ગમગીન રહે છે તે બાળકને માથામાં પાણી ભરાય છે. જે તે ધાસ્તી અથવા ફાળ ખાય છે તો બાળકો લૂલાં, લંગડો, પાંગળાં, ભેજાંવગરનાં, બેવકુફ જન્મે છે. જે માતા એ વખતે વઢવાડ અથવા ગુસ્સો કરે છે, તે તે બાળક ઘણું ચીઢીયું, ઝનુની અને ખૂની જેવું પેદા થાય છે. માટે ઉમદા બાળકનો જન્મ આપવા હમેલવાલી સ્ત્રીએ શાંત, સદગુણી અને ભક્તિભાવથી. જીદગી ગુજારવી જોઈએ. સ્ત્રીઓ ! હિંદની ઉન્નતિ માટે મહાન નરે પેદા કરે સ્ત્રીઓએ મહાન નર પેદા કરવાનો કુદરતનો ભેદ હવે જાણો છે. આ ભેદની ચાવી તમને હવે મળી છે. હવે સ્ત્રીઓએ એ ચાવીને એ ઉમદા જ્ઞાનનો ઉપયોગ કરી ખૂબસુરત અને સગુણીબાળકે પેદા કરી હિંદની ઓલાદને ઉત્તમ બનાવવી જોઈએ. હિંદની ઉન્નતિ માટે, હિંદમાતાના કલ્યાણ માટે હવે દરેક સ્ત્રીની ફરજ છે કે, તેમણે મહાન નર પેદા કરવાની ફરજ સમજવી જોઈએ. એક હિંદી કવિ કહે છે તેમ જનની જણ તો ત્રણ જણે, ભકત, દાતાર કે રે; નહિ તે રહેજે વાંઝણી, મત ગુમાવતી નર. (મી. બેહમન સ. બનાજીનું ભાષણ “હિંદુસ્થાન” ના ૨૮-૪-૨૮ ના અંકમાંથી.) ૧૮૮–પગ પીછે નહીં હટાયેંગી. હમ વીર મેં ક્ષત્રાણી હૈ, પગ પીછે નહીં હટાયેંગી; પ્રતિજ્ઞા કરકે વેદી પર, વાલન્ટિયર મેં નામ લિખાયેંગી. ઝંડા લે કર રૂમ કા હમ, સ્વામી કા ઋણ ચુકાયેંગી; શસ્ત્ર લે કર શુદ્ધિ કા હમ, બલયુત મિદાન મેં આયેંગી. બિછુડ રહી જોબહિનેં હમસે,અબ ઉનકો ગલે લગાયેંગી, પ્રકાશ દિખાકર વેદ કા, ઈસ અંધકાર કે હટાયેંગી. (“હિંદૂપંચના એક અંકમાં લેખિકા શ્રીમતી કૈશલ્યાદેવી, અધ્યાપિકા-બિજનેર.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432