Book Title: Shubh Sangraha Part 03
Author(s): Bhikshu Akhandanand
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 422
________________ શુભસંગ્રહ ભાગ ત્રીજો મેળવવા ઈછ્યું તેઓને ખુદાઈ સુખ નથી મળ્યું, પણ જેઓએ બીજે રસ્તે જઈને ખુદાઈ સુખ મેળવી લીધું હોય તેને બને-દુનિયા તથા ખુદાનું ઘર મળી રહે છે. ખાલી બળાપો કરીને બેસી રહેવામાં સાર નથી કે, આપણે ધર્મના લોકો પરધર્મની ક્રિયાને રીતરિવાજે શા માટે પાળે છે ! પણ જે રસ્તા આપણું ધર્મમાંથી ભૂલાઈને નિરુપયોગી થઈ પડયા છે, તે ખોલવા સારૂ મહેનત ને કોશીષ કરે ને હરકત ને અટકાવી નાખવાની ખાટી કરણી બંધ કરો. પછી ખુદાની ઇચ્છા હશે. તે તમારી મહેનતનું ફળ તમોજ નહિ પણ તમારા બીજા જાતિધર્મનાઓને પણ મળી રહેશે. અને તે ભૂલાઈ ગયેલો રસ્તો જાહેરના ઉપયોગને માટે ખુલ્લો કરી શકશે. જે એવું કરે છે તે જ ખરો ધર્મ. બાકી આજના યુનિવર્સિટીની ડીગ્રીઓ ને સરકારી માનપાનનાં પૂછડાં વળગાડવાવાળા અને નવાં પૂછડાંઓની શોધમાં ફરનારા તથા પિતાને ભણેલા ને દરેક બાબત(સંસાર, વહેવાર કે ધર્મ)માં હશિયાર સમજનારા પણ હમેશાં છબરડે ને ગેટાળોજ કરતા આવ્યા છે. આવા શાણું ને ભણેલા પણ ગણેલા નહિ એવાઓની અજ્ઞાનતાથી ધર્મનું કોઈ પણ રીતે સાર્થક ને ભલું થતું પણ નથી ને થવાનું પણ નહિ. કારણ તેઓને પોતાના ભંડાળ, પંડિત પણ ને વિદ્વત્તાનું અભિમાન છેની ! ધર્મ સમજવા માટે અભિમાનની જરૂર નથી, ને જ્યાં અભિમાન છે ત્યાં ખરો ધર્મ નથી. જ્યાં “હુંપણું” આવ્યું ત્યાં પિતાની જ અક્કલનું અભિમાન રહે છે ને પગ બરોના કહેવાને અભરાઈપર મૂકાય છે. જ્યારે આપણી એ અકકલને અભરાઈ પર બાજુએ મૂકાય. છે, ત્યારેજ ધર્મની સાચી સમજ પડે છે. કંઈ નવું ઉભું કરવાનું હોય તેજ આપણી અકકલની જરૂર પડે; પણ આ તે સર્વ તૈયાર મસાલો છે ને જેમ તેઓએ કરણી કીધી તેમ કરણ કરી લઈને અનુભવ મેળવવાની જ ખોટી છે. સરસામાન ને મસાલે પણ તૈયાર છે ને બાંધેલું ઘર પણ તૈયાર છે. હવે આપના ફાળે તે બાંધવાની મહેનત કરવાનું જ બાકી છે ત્યાં કરણી કરી લેવાની છે ને જેવું તે તૈયાર ઘર છે તેવું જ જોઈને યાને તેની નકલ કરીને આપણે સારૂ બાંધી લઈને સુખથી રહેવાનું છે. નથી કંઇ લેવા-મૂકવાનું કે લાવવાનું. નથી કંઈ પ્લાન ઘડવાને, સર્વ તૈયાર છે; તો હવે અક્કલ દોડાવવાની જરૂર શી? છતાં પણ જેઓ ધર્મમાં પોતાની અક્કલ (દોઢડહાપણ) દોડાવવા માગે છે, તેઓ મૂખ ને અજ્ઞાન હોવા જોઈએ. ૨–તા. ૨૦-૫-૨૮ ના અંકમાંથી વાર્તાઓની ચોપડીઓ (ધણીખરી તો માત્ર) વખત પસાર કરવા સારૂજ વાંચવાની હોય છે, અને તેમાં અભ્યાસ જેવું કંઈજ હોતું નથી. રસાયણની ચોપડી (કેમીસ્ટ્રી) વાંચીને તે પ્રમાણે પ્રયોગ કરી જોઈએ તોજ તેમાં જણાવ્યા મુજબનું જ પરિણામ આવે છે–કંઈ જ આવતું નથી; તેમ ધર્મની ચેપડીઓ પણ કંઈ વાર્તાની ચોપડીઓ નથી, પણ પ્રયોગો યાને કરણ કરી જેવા સારૂજ હેાય છે; કેમકે એ પ્રમાણે કરીએ તોજ તેનું ખરું પરિણામ આવે ને ખુદાને પહોંચીએ. નાટકને એકટર જે ભાગી ભજવી બતાવવાનો હોય છે તે ભાગ કાંઈ માત્ર તે વાંચી જતું નથી, પણ તે પ્રમાણેની કરણી થાને “એકટીંગ પણ સાથે સાથે કરે છે. તેમ આ જગતના તખ્તાપર માણસેએ ધર્મોની ચાપડીએ વોચીને બેસી નથી રહેવાનું, પણ તે પ્રમાણેને ભાગ ભજવો જોઈએ, યાને તેવીજ “એકટીગ’ યા કરણી કરવી જોઈએ. જે નાટક લખાયું હોય તેમાં એક્ટર પિતાની મરજીનું યા અક્કલનું કંઈ પણ વચ્ચે મૂકી શકતું નથી, ને તેને અક્કલ દોડાવવાની જરૂર પણ નથી. જેમ દેખાડયું તેમ તેને માત્ર કરી રહેવાનું છે–ફેરફાર કરવાનું કામ તેનું નથી, તે તો માત્ર એકટરજ છે. તે જ પ્રમાણે ધર્મમાં પણ જ પ્રમાણે કરી રહેવાનું છે. ફેરફાર કરવાનું યા ભળતે અર્થે કરવાનું આપણું કામ નથી. અક્કલ દેડાવવાની પણ જરૂર નથી. જેમ લખાયું છે તે પ્રમાણે બસ કરવાનું છે. જેણે આખું નાટક રચ્યું તેણે દરેક ભાગો ધ્યાનમાં લઈને જૂદા જૂદા એકટરોને તેઓને લાયકનુંજ ને બંધબેતું જ પ્રસંગોપાત લખ્યું છે. જેણે નાટક લખ્યું તેના ધ્યાનમાં એક થ્યો. ભાગ નથી રમી રહ્યો, પણ આખું નાટક રમી રહ્યું છે, તેથી તે જ સારૂં, ખરાબ યા ભૂલભાલ જોઈને જાણી શકે. એકટર તે માત્ર પિતાનોજ પાર્ટી આખા નાટકથી થ્થો પાડીને જતો હોવાથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432