________________
શુભસંગ્રહ-ભાગ ત્રીજો ૧૮૫–ભગવાન રામચંદ્રની પ્રતિજ્ઞા–એકાંકી નાટક
(પ્રથમ દશ્ય) સ્થાન-શ્રીરામનું વિશ્રામભવન (શ્રીરામ એકલા, ચિંતામગ્ન થઈને ડી વાર બેસે છે અને વળી પાછા ઉભા થઇને ટહેલવા લાગે છે.)
રામ “રાજાનું જીવન ચિંતા. આપદા અને કલેશની ધગધગતી ભહી છે, કે જેમાં કર્તાયનો દેવતા સુખ અને સૌભાગ્યની આહુતિ આપે છે. રાજાનું જીવન એ એક વિશાળ પર્વત છે, . જેની દૂરથી ઉંચાઈ જોઈને પ્રત્યેક વ્યક્તિ ઇર્ષ્યા કરે છે; પરંતુ પાસે જઈને એ કઈ નથી જોતા કે, તે પર્વત કેવી દશામાં દિવસ વીતાવે છે. જેઠ–અષાઢમાં અગ્નિસ્વરૂપ સૂર્યનો તાપ સહે છે, શ્રાવણ-ભાદરવામાં વાવાઝોડાં અને વરસાદ સાથે ભયંકર યુદ્ધ ખેલે છે, પોષ અને માઘ માસમાં મડદાની પેઠે બરફની ચાદર ઓઢી રહે છે. આટલાં દુઃખ ઉપરાંત જ્યારે કોઈ વાર તેના એકાન્તમય સુનસાન હૃદયમાંથી “હાહાકાર” નીકળે છે, ત્યારે દુનિયા તેને ધરતીકંપ માનીને તેનાથી ડરે છે અને તેની ધૃણા કરે છે. રાજ્યભાર ! તને નીતિ અનુસાર વહન કરવો એ એક કઠિન વ્યાપાર છે ! જે વિધાતાએ મને ભરત, લક્ષ્મણ યા તે શત્રુનાજ બનાવ્યો હોત તો આજે મારે, આવી દુ:ખદ વેદના ન સહેવી પડત---
" सीने में जब दिल न रहा, तब राज्य फिर किस काम का ?
सीता बिना जीवन निकम्मा, है जहाँ में राम का ॥ मैने प्रजा के चरण में, कर दी समर्पण जानकी।
ત્રણ વાર વિધાતા! તે શુ , મેટ અપ જ્ઞાની ” શત્રુન--(પ્રવેશ કરીને) “નહિ, નહિ–ભાઈ! એવી નિષ્ફરતા ના ઘટે.” રામ--“પ્રિય શત્રુદન ! કેમ? શું થયું ?” શત્રુદન--“કેમ તો શું આ બધી ફેગટ ચર્ચા છે ?” રામ--“ફેગટ ચર્ચા નથી, સાચી છે.” શત્રુત--“શું કહ્યું ! સાચી છે ?” ભરત--(પ્રવેશ કરીને) “શું સાચી છે ?” રામ--“ભાઈ ભરત ! પ્રિય શત્રુન! સૌ વાત સાચી છે.”
ભરત--“રઘુનાથ અને આ વજાત ! મર્યાદાપુરુષોત્તમ રામ અને પ્રેમનું આવું ભીષણ પરિણામ ! બન્ને હાઈજ ના શકે.”
રામ--“નહિ, એ તો થઈ ચૂક્યું અને કયારનુંયે થઈ ચૂક્યું. શું કરું, ભાઈ ! તમે બધા જણે છે. અયોધ્યાની પ્રજા મારી પાસે સીતાને માગે છે અને આજે પણ માગી રહી છે.”
ભરત—“ રઘુકુલતિલક ! તો શું પ્રજા જે કંઈ માગશે તે આપવું પડશે?” રામ-“ અવસ્ય.” ભરત—“અને જે તે નીતિવિરુદ્ધ હોય તો?” રામ–“પણ આપવું જ જોઈશે.”
ભરત—“ આપવું પડશે? જે અયોધ્યાની પ્રજા રાજદ્રોહી થઈને રાજયલક્ષ્મી લૂંટવા ઇછે, જે તે ભારતવર્ષનાં બધાં દેવાલયો તોડી પાડવા ઈછે, જે તે દેવતાઓનું અપમાન કરવા ઈચ્છે, જે તે બ્રહ્મહત્યાને ધર્મનું અંગ બનાવવા ઇરછે, તે પણ શિર ઝુકાવી માનવું પડશે?”
રામ–“ નિ:સંદેહ–” ભરત—“ કારણ?” રામ—“ કારણ એ જ કે, રાજા પ્રજાને સેવક છે –
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com