________________
મહાન નરેને કેમ જન્મ આપશે?
૩૫", દેવી સ્વરૂપ ધર્મપત્નીને ઉઠાવી જાય છે? નથી ? તે પછી વિજયાદશમી શી રીતે ઉજવવા. નીકળ્યા છો?
કેવળ રામલીલા ભજવાથી વિજયાદશમી તમારી નહિ બની શકે. સાચી લીલા કરે. હર-- હમેશ સીતા-હરણ થયેજ જાય છે. અને લીલા કરવાનીજ ઇચ્છા હોય તો રામ બનીને-રામની. શક્તિ પ્રાપ્ત કરીને, તેમની પેઠે સુખશાંતિની સ્થાપના કરીને, તેમની પેઠે અદમનીય પ્રતાપ વિસ્તારીને-વિજયાદશમી ઉજવો તોજ તેની સાર્થકતા છે. જો તમારામાંથી એક પણ રામની પેઠે. સર્વ સુલક્ષણયુક્ત થઈ શકે, તે તે વખતે હું કહીશ અને હિંદુજાતિ પણ અભિમાન લેશે કે, આજે વિજયાદશમી છે! તે સમયે વિજયાદશમી ઉજવજે, સારી પેઠે ઉજવ, ખુલ્લે હદયે. ઉજવજે, નાચી કુદીને ઉજવજે કેમકે તે વખતે તો તમારાજ વિજયવજ ફરફરતે હશે. કિંતુ પ્રિય હિંદુજાતિ ! ત્યાંસુધીને માટે તું વિજયાદશમી ઉજવવી–મારી પ્રાર્થનાને ખાતર નહિ, પણ તારી મા-બહેને અને પત્નીઓની દુર્દશા અને દૃણાજનક પરિસ્થિતિ તરફ લક્ષ આપીને-છેડી દે. આ વિજયાદશમી ઉપર એ હિંદુજાતિ ! તું હાસ્ય ન કર ! કુદ નહિ !! ખેલ નહિ ! ! ! આ, વિજયાદશમીના રામલીલાના ચોગાનમાં એકત્ર થઈને એ અભિનય કર, કે જે અરણ્ય કાંડમાં થયે હતો-અર્થાત વાનરોમાં પણ સંગઠનનું બ્યુગલ બજાવ. વિજયાદશમી ઉપર આ વખતે સીતાહરણને શોક પાળ, એકાગ્રચિત્તે વિચાર કરો કે તારી સતી સાધવી, સીતા સમી અપહરણ કરાયેલી મા-બહેનનો શી રીતે ઉદ્ધાર થઇ શકે ? રામે કેવળ સુગ્રીવનામધારી વાનરની સલાહ લીધી હતી. તું હજારો, લાખે અને કરોડોની સંખ્યામાં એકત્ર થઈ સીતા-ઉદ્ધારને ઉપાય વિચાર.. એકજ વાર એ પ્રમાણે કરવાથી એ હિંદુજાતિ ! તારી સીતાનો અવસ્ય ઉદ્ધાર થશે !
(“હિંદૂપંચના વિજયાંકમાંથી અનુદિત. લેખક-શ્રીયુત હરદ્વારપ્રસાદ જાલાન),
૧૮૭–મહાન નરેને કેમ જન્મ આપશે?
મરજી પ્રમાણેનાં ખૂબસુરત અને બુદ્ધિશાળી બાળકે પેદા કરવાની વિદ્યા
x x x “ ભાષણો માટે દુનિયાની ફરતી મુસાફરી વખતે ચૂરેપ-અમેરિકામાં સ્ત્રીમંડળો આગળ ધણાંક ભાષણ આપવાની મને તક મળી હતી. એક વખતે ન્યુક શહેરના “ઓએસીસ” નામના સ્ત્રીમંડળમાં તા. ૨૦ મી માર્ચ ૧૯૨૪ ના રોજ “પૂર્વમાં સ્ત્રીને દરજજો” એ વિષય ઉપર ભાષણ આપ્યું હતું. તે વખતે જણાવ્યું હતું કે, હિંદી સ્ત્રીઓ જેવી વફાદાર અને પવિત્ર છંદગી ગુજારનાર સ્ત્રીઓ દરિયામાં બીજે કોઈ ઠેકાણે માલમ પડતી નથી; ત્યારે અમેરિકાની સ્ત્રીઓને ખીજવાટ લાગ્યો અને ભાષણ ઉપર બળવા લાગી. આ સ્ત્રીઓને વળતો જવાબ આપતાં મેં જણાવ્યું કે, હિંદી સ્ત્રીઓ એટલી તો વફાદાર છે કે પિતાના ધણીને ઈશ્વરનું સ્વરૂપ માને છે અને જ્યારે ધણી મરણ પામે ત્યારે અસલના વખતમાં તે હાર સ્ત્રીઓ પિતાના ધણી સાથે જીવતી ચેહમાં બળી મરતી અને કેટલીક સ્ત્રીઓ તે પોતાના સતીત્વના બળથી પિતે જ દેવતાઈ અગ્નિ ઉત્પન્ન કરી બળી મરતી. આવી ધણી તરફની વફાદારીના દાખલા દુનિયાની કોઈ પણ સ્ત્રીઓની તવારીખમાં માલમ પડતા નથી. તમે પશ્ચિમની સ્ત્રીઓ જરા પણ વધુ પડતાં છૂટાછેડા કરવા તૈયાર થાઓ, જ્યારે હિંદી સ્ત્રીઓ કદી છુટાછેડા કરતી નથી, પણ પિતાના ધણીને હંમેશાં વફાદાર રહે છે અને તેની સાથે બળી મરવા પણ તૈયાર થાય છે, અને કોઈ પણ પરપુરુષ સાથે ક્ટ લેતી નથી; જ્યારે તમે પરપુરુષો સાથે નાચતાં પણ શરમાતાં નથી. પેલી અમેરિકાની બાનું મીસ મેયોએ હિંદી સ્ત્રીઓની નિંદા કીધી છે, તેણીને આ ટુંક જવાબ પૂરત છે. આવી વફાદાર અને પવિત્ર હિંદી બહેનની સેવામાં આજે હાજર રહેવાને મને ધણી. ખુશાલી ઉત્પન્ન થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com