________________
શુભસંગ્રહ-ભાગ ત્રીજો
સ્ત્રીનું માતાતરીકેનું દેવી કાર્ય સ્ત્રી માતાતરીકેનું દૈવી કાર્ય કરવા સરજાઈ છે, જે માટે તમામ જગત તેમને નમન કરે છે. હિંદ માતા, સ્ત્રી માતા, પ્રજાની માતા, ધરતી માતાને સર્વે જગતનું નમન છે.
સ્ત્રી માતાતરીકેની પોતાની ફરજો બજાવવા છે જે કષ્ટ ખમે છે, જે જે ભોગ આપે છે તેવો ભોગ બીજી કોઈ આપતું નથી. નવ મહીના સુધી બાળકને પેટમાં રાખવા કેટલી વેદના તેણી ખમે છે, વળી બાળકને જન્મ આપતી વખતે કેટલું કષ્ટ ખમે છે ! ઘણીક સ્ત્રીએ જન્મ આપતાં પોતાના જીવને ભેગ આપે છે-મરણ પામે છે. એક સિપાઈ બચે લડાઈના મેદાનમાં " જે જખમે ખમે છે અને જીવન ભેગ આપે છે, તે કરતાં વધુ કષ્ટ અને ભાગ એક માતાને છે;
એટલું જ નહિ પણ બાળકના જમ્યા પછી તેની માવજત કરવા જે જે કાળજી તેણી દેખાડે છે, તેવી સેવા કેણ કરી શકશે ? પરમાથી આદમીઓ ભૂખ્યાને અન્ન આપે છે, પણ કોઈ એવું આદમી છે કે ભૂખ્યાને પોતાના લોહીમાંથી ખોરાક બનાવી આપે ? માતા પિતાના લોહીમાંથી દૂધ બનાવી બાળકને ખોરાક આપે છે. આ કેવો ભોગ છે! વળી બાળકની માવજત કરવા ન પેાતે સૂવે ને આશાયરી લે. વળી બાળકને બોલતાં, ચાલતાં, કેળવણી આપવા અને છેવટે સંસારમાં નાખવા શી રીતની એક માતા કાળજી દેખાડે છે અને કષ્ટ ખમે છે? ખરેજ, માતાને • આભાર આપણે કેમ વાળી આપીશું ? માતાને ઈશ્વરના સ્વરૂપતરીકે ભજવી જોઈએ. સ્ત્રીઓને પવિત્ર માતા તરીકે માન આપવું જોઇએ અને પવિત્ર લાગણી હંમેશાં દેખાડવી જોઈએ.
આટલી કાળજી-આટલું કષ્ટ ખમવા છતાં ઉત્તમ બાળક પેદા થતાં નથી તેનું કારણ શું? કારણ એજ કે, એ બાબતનું જ્ઞાન માબાપને આપવામાં આવતું નથી.
માણસજાતનું સ્વરૂપ ફેરવનાર શોધ ૉકટર ફાઉલર જણાવે છે કે “માણસને માબાપ કેમ થવું તે પહેલાં શીખો, પછી કેળવણી આપ; જેથી આખી દુનિયામાં ફેરફાર થઈ જશે.” આજે તમારી સમુખ જે શોધે રજુ કરવામાં આવશે તેથી માણસજાતનું સ્વરૂપ કરી જશે, હિંદમાં મહાન નરેશ પેદા થશે, હિંદને સ્વરાજ અપાવશે અને હિંદમાતાની ઉન્નતિ થશે; માટે પ્રિય બહેને ! આ શેધ ઉપર દિલોજાનીથી અમલ કરજો.
બેબી-વીક હાલમાં “બેબી–વકની હીલચાલ ચાલી રહી છે, જે ઘણી સ્તુતિપાત્ર છે. એક બાળક કદ-રૂપે જન્મ ને “ઈડીયટ” યાને દિવાનું જમે, અથવા અવયવની ખેડખાંપણવાળું જન્મ, તો તે બાળકને ગમે તેવી કેળવણી કે જતનથી તે ખૂબસુરત કે બુદ્ધિશાળી કે તંદુરસ્ત બનતું નથી, માટે માબાપને ઉત્તમ બાળક પેદા કરવા, તે જન્મે તે અગાઉની, ગર્ભ રહ્યા પછીની બાબતેનું જ્ઞાન આપવાની ખાસ જરૂર છે અને એ બાબતની પહેલી હીલચાલ થવી જોઈએ; તેજ “બેબીવીક'ની હીલચાલનું ઉત્તમ પરિણામ આવે, અને હિંદની ઓલાદ ખૂબસુરત અને બુદ્ધિશાળી થાય.
આલાદથી ઉતરતા ગુણ ડોકટર ગ્રેગરી જણાવે છે કે, માબાપે પિતાનાં છોકરાંમાં પાછી જીંદગી ગુજરે છે; કારણ છોકરાંઓ માબાપને આબેહુબ મળતાં આવે છે. ફક્ત ચહેરામાં અને શરીરના બંધારણમાં એટલું જ નહિ પણ મનની સાધારણ વલણે અને સદગુણે અને દુર્ગુણેમાં પણ આપણે સાધારણ રીતે તપાસ્યું છે કે, કેટલાંક માને મળતાં આવે છે, કેટલાંક બાપને મળતાં આવે છે; એટલે સુધી કે કેટલાક દાખલામાં જે માબાપને મેં ઉપર ડાધ અથવા ખાડે હોય છે તે છોકરાંને પણ તેમજ હોય છે.
કેટલીક વખતે એવું બને છે કે, શરીર અને ચહેરાનું ચોક્કસ મળતાપણું અથવા તો મનની વલણે પાંચમી અથવા છઠ્ઠી પેઢી પછી એકદમ પ્રગટી નીકળે છે, જેને અંગ્રેજીમાં “રિવર્ઝન” કહેવામાં આવે છે. એ ઉપરથી અમુક માણસ, જાનવર અથવા ઝાડપાનની પેહલી એલાદ કેવી હતી તે માલમ પડે છે.
એક સફેદ માબાપને ત્યાં શામળું બાળક જન્યું, જેથી પેલા ભરથારને પોતાની સ્ત્રીની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com