Book Title: Shubh Sangraha Part 03
Author(s): Bhikshu Akhandanand
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 410
________________ ૩૮૪ શુભસંગ્રહ-ભાગ ત્રીજો ૧૮૬–વિજયાદશમી કેાની છે ? વિજયાદશમી ાની છે ? એ પ્રશ્નના ઉત્તરમાં પ્રત્યેક શિખાસૂત્રધારી એમજ કહેશે કે ‘વિજયાદશમી' અમારી છે; પણ હું કહીશ કે, એ કાયર, નામ, ડરપોક, અશિક્ષિત, સ્વાવલંબનહીન, પરતંત્ર હિંદુજાતિ ! હરગીજ આ વિજયાદશમી તારી નથી. વિજયાદશમી તે! તેજ વીરાતિની છે કે જેની વીરતાને વિજયકે! સમસ્ત સ`સારમાં વાગી ચૂક્યા હાય, જેની વિજયવૈજયંતી દશે દિશામાં ફરફરતી અને જેની યશઃપતાકા ગગનચુંબી હિમાચળસમા પતાનાં શિખર ઉપર લહેરાતી હાય ! હિ દુજાતિ! વિજયાદશમી ઉજવતાં પહેલાં શું તારૂં' મસ્તક નીચે નથી નમી પડતું? શું તારી જાતને પરતંત્રતાની એડીમાં જકડાયલી જોવા છતાં પણ તારાં તેમાંથી પ્રબળ અશ્રુધારાએ નથી વહેતી ? શું તારા શુષ્ક ક્લેવરમાં તારા પૂગૌરવનું જરા પણ ભાન નથી રહ્યું ? શું હાડમાંસનાં આ સુકલકડી પૂતળાંની નસામાં તેમના વીર, પવિત્ર, સ્વનામધન્ય, કવ્યપરાયણ પૂર્વજોના લાહીનું એક ખુદ પણ નથી રહ્યું? શું ભૂલેચૂકે સ્વપ્નમાં પણ તમે ભૂતકાળના વીર ભારતવર્ષનું સ્મરણ પણ નથી થતું? શું વિજયાદશમી ઉજવવા પહેલાં તને તેનું મહત્ત્વ યાદ નથી આવતું ? હા હિંદુન્નતિ ! તારી નિદ્રાવસ્થા ઉપર તો એમ થઈ જાય છે કે, પોર્કપેાક મૂકીને રડું! પણ હા ! આજ એટલું પણ સાહસ નથી રહ્યું. આજે અમે અમારા ભારતવર્ષમાં નથી તે રડી શકતા કે નથી હસી શકતા ! કેમ ? કેમકે હિમગિરિનાં શિખર ઉપર ઉડનારા ભગવા ઝુડા ઉપર હવે ભગવાન સહસ્રરસ્મિને પુણ્ય-પ્રતાપ નથી રહ્યો, પણ માત્ર વાંકી ચૂકી રેખાઓનાં નિશાનજ રહ્યાં છે. હિંદુજાતિના રહ્યા સદ્યાએ નવજુવાન ! વિજયાદશમી”ના વિજય-મહેાત્સવ ઉજવવા પહેલાં એક વાર જરા વિચારી લે! કે, તમને આ વિજયાદશમી ઉપર વિજયેાલ્લાસને મહે.ત્સવ ઉજવવાના અધિકાર છે ? શું કહ્યું ? “અમારા તહેવાર છે ?' દૂર રહે!! તહેવાર ઉજવનારાએ દૂર રહે ! શી વીરતા ઉપર તહેવાર ઉજવવા નીકળ્યા છે ? તમારાં ધરાની સીતાએને આજે ગુંડાએ હાવી તમારી નજરસમક્ષજ જાય છે અને તમે હસતા હસતા તહેવાર ઉજવવા નીકળ્યા છે ! જ્ઞાનવિહીન, નિષ્પ્રાણ હિ ંદુજાતિ ! ગુંડાએ-રાક્ષસેાના હાથમાં તારાં ગૃહેરની કુલલક્ષ્મીસ્વરૂપા, સતી સાધ્વી સીતાસમી કુલલલનાઓનાં નગ્ન શરીર જોઇને તારી આંખેા શું નથી ફાટી પડતી ? આત્મા કલેવરને કેમ ત્યાગ નથી કરતા ? પ્રાણ કેમ નીકળી જતા નથી ? શરીર કેમ ફાટી પડતું નથી? પણ કાટીયે શી રીતે પડે ? કાયર, માન-અપમાનરહિત, રક્ત-વીશૂન્ય, પરતંત્ર અને શક્તિહીન જાતિ સસારમાં કાઇ પણ હોય તે તે આ હિંદુતિજ છે; નહિ તે એક ગોરી ચામડીવાળી ચારિત્રહીન, ધર્મવિહીન અને વારાંગનાને ‘ભારતીય નારીએ ભ્રષ્ટ ચારિત્રવાળી અને વેશ્યાઓ જેવી છે' એવુ લખવાનુ સાહસ ક્યાંથી થાત? જો તું તારા માન-અપમાન ઉપર મરી ફીટતાં જાણતી હૈાત તે! પછી કાની ગુંજાશ હતી કે અમારી દેવીઓ ઉપર દષ્ટિપાત પણ કરે ? દુર્યોધને દ્રૌપદીને જાધ દેખાડી હતી, પણ સાચા હિંદુ દ્રૌપદીપતિ ભીમે તેને ખલે દુર્યોધનની જાંધ તેાડી નાખીનેજ લીધે હતે! ! છે તમારામાં પણ એવું જોશ ? જેએ! તમારી લલના એને પેાતાની જાંધ ઉપર બેસાડવા ઇચ્છે છે, તે દુષ્ટોની જાધ તેાડી નાખવાની છે એવી તાકાત ! જે દુષ્ટો તમારી બહેન-દીકરીઓને ભેટવાનાં સ્વપ્ન જોઇ રહ્યા છે, તેમની ગળચી દબાવવા જેટલી છે તાકાત ? ફાડી શકે! તેમ છે એ નપિશાચાની આંખા કે જેઓ તમારી મા-બહેને ઉપર કુદૃષ્ટિ કરે છે? પી શકે તેમ છે! એ દુઃશાસન જેવા દૈત્યાનાં કલેજાનાં ગરમાગરમ લેહી અને બાંધી શકે છે! તેમના લેાહીથી તમારી કુલલક્ષ્મીની વીખરાયલી વેણી ? છે એ રાવણ જેવા રાક્ષસ પ્રકૃતિના દુષ્ટોને નાશ કરવાની તમારી સીતાસરખી સતી-સાધ્વી, તાકાત, કે જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432