________________
-૩૦૨
શુભસંગ્રહ-ભાગ ત્રીજો
ઉપર લખેલા પાંચ પદાર્થોમાંથી દરેકની ભૂકી જૂદી જૂદી કરીને પછી એકત્ર ભૂકી બનાવવી. પથરાના ખલમાં ઘૂંટી ઘૂંટીને સારી પેઠે તે રજકણે મિશ્રિત કરી દેવાં. પછી કપડામાંથી ચાળી લઈને તેજ ખલમાં મૂકવી. પછી ધી ઉનું કરીને તેમાં તે ભૂકીએ થેડી થેડી મેળવીને તેની મેશ બનાવવી. તે મેશ એક મલમ જેવી બને છે. હવે તે ખલમાં તે મિશ્રણ ઘણી વાર સુધી ઘુંટ ટ કરવાનું છે. તે મેશની અંદર એક પણ રજકણું છું રહે નહિ અને આંગળી મૂકવાથી લાગે નહિ એવી સ્થિતિ તે મિશ્રણની થાય, ત્યાંસુધી ઘુંટવાની ક્રિયા કરવી જોઈએ, જેથી આંખમાં આંજવાથી ખુંચશે નહિ. એ મુજબ ઉપરની ભૂકીઓમેશ(કાજલ) એને ધીની અંદર મલમ બનાવવાનો છે. તે બધી મેશને એક મોટા ડબામાં પ્રથમ ભરી રાખવી કે જેથી તેની અંદર કચરે, મેલ વગેરે જાય નહિ. તે મેશની નાની ડબીએ ભરવી અને તેના ઉપર ખીલ મટેડનારી મેશ એમ લેબલ ચટાડવું. આ મેશ એકાંતરે આંખમાં આંજવાથી ખીલ તદ્દન નાબુદ થઈ જાય છે; -અને આંખની દૃષ્ટિ પણ પહેલાં કરતાં વધે છે; તેમજ તે આંખમાં આંજતાં ખીલમાંનું પાણી ઝરીને તે ખીલ જલદીથી સારા થાય છે. એકંદર એક તોલાની ડબીઓ ભરીએ તે લગભગ ૩૮ ડબીઓ ભરી શકાય છે; અને દરેક ડબી એક આને વેચીએ તે રૂપીઆ ૨-૬-૦ મળે છે; અને મેશ તૈયાર બનાવવામાં ખર્ચ આશરે બાર આના જેટલો થાય છે. તો જુઓ કે, આ નાનો ઉદ્યમ જો કોઈ સ્ત્રીઓ કાળજીપૂર્વક કરશે, તો પોતાનું ગુજરાન સારી પેઠે ચલાવીને બે પૈસા પણ ગાંઠે સંગ્રહ કરશે. આ ધંધા શહેરમાં તેમજ ગામડામાં પણ બહુ સારી રીતે ચાલી શકે તેમ છે.
ખુશબોદાર છલીઆ સેપારી બનાવવી એક શેર સેપારી કાપીને તેની ચીરીઓ એક શેર દૂધમાં પલાળવી. જ્યારે દૂધ અર્ધા કરતાં ઓછું બાકી રહે ત્યારે સોપારી જૂદી કાઢી લેવી. તેમાં એક તોલો ગુલાબનું અત્તર અને પાંચ તલા પીપરમીટના તેલનું મિશ્રણ કરવું. તે પછી એ સોપારી એક ચીનાઈ વાસણમાં ભરીને ઢાંકી મૂકવી. તેને સુગંધ બહુ ઉત્તમ આવે છે. એમ નકકી થાય ત્યારબાદ તેને ખાવાના કામમાં વાપરવી. આશરે બે દિવસ પછી તે સારી રીતના ખુશબેદાર-છાલીઆ જૂદા જૂદા બને છે. વેચાણ કરવા માટે નાની ડબીઓમાં ભરીને તેના ઉપર લેબલ ચોટાડીને વેચાણ કરવું. આ સેપારી ખાનારને ખાંસી, દમ વગેરે સોપારીથી થનારા રોગ થતા નથી; તેમજ ખાવામાં પણ બહુજ ઉત્તમ લાગે છે. આ ધંધે ઘેરે ઘેર સ્ત્રીઓ બનાવીને કરી શકે તે ઘણો જ ફાયદાકારક નીવડશે. તેમજ ક્ષયરોગવાળા આ સેપારીનું સેવન કરશે તો જરૂર તેમનો વ્યાધિ મટી જશે.
માકણ સાફ કરવાની ભૂકી મોટી વસ્તીમાં અને ગંદકીવાળી જગામાં માકણને બહુજ ત્રાસ હોય છે. તે ત્રાસ દૂર કરવા માટે ઘણું શોધ થઈ રહી છે, તેથી આ હુન્નર પણ સ્ત્રીઓના ઘરઘતુ ધંધાતરીકે ખાસ આપીએ છીએ, જેને અવશ્ય લાભ લેવાશે. 'માકણને ત્રાસ નહિ થાય તેવી ભૂકી અનાવવાની માહીતી –
ચોખા ટંકણખારની ભૂકી તેલા ૨૫, અકલગરાની ભૂકી તલા ૨૫, ફીનાઈલની સફેદ ગોળીની ભૂકી તલા ૧૦.
ઉપરના પદાર્થો ચાળણીમાંથી ચાળીને ઝીણા કરી રાખવા. તે ભૂકી એક મોટા ડબામાં ભરી રાખવી. પછી ટીન પતરાની બે તોલા જેટલી ડબીએમાં તે ભૂકી ભરી રાખવી. તેના ઉપર “માકણું સાફ કરનારી ભૂકી” એમ લેબલ ચોટાડવું. એકંદર ત્રીસ ડબીઓ ભરાશે; અને એક આને વેચીએ તો ત્રીસ આના મળશે. આશરે ખર્ચ છથી આઠ આનાને થાય છે; તેમજ આ ઉદ્યમ સ્ત્રીઓ ખરેખર બનાવી શકે તો તેમાંથી ઘણો જ ફાયદો મેળવી શકશે.
વાપરવાની રીતઃ–ભૂકી ભરેલી ડબીઓને ઝીણા ખીલાવડે અથવા ટાંકણીવડે ઉપલા ઢાંકણ ઉપર બેથી ત્રણ કાણાં પાડવાં અને ડબીની પાછલી બાજુએ ઉપર દબાવીને તેની અંદર પાઉડર માકણ થતી જગાએ છાંટ, જેથી માકણ તેમાં આવશે નહિ, તેમજ એ ભૂકી પથારી ઉપર કે કપડા ઉપર છાંટવાથી માકણુ થતા નથી. ભૂકીની અસર રહેતા સુધી માકણું પેદા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com