________________
૩૩૪
શુભસંગ્રહ-ભાગ ત્રીજો
૧૫ર–ગુરુકુલ અને કુલપતિ કેવા હોય?
આપણી પ્રાચીન કેળવણીની પદ્ધતિ જુદા પ્રકારની હતી. યજ્ઞોપવીત ધારણ કરાવ્યા પછી ૭ વર્ષને બ્રાહ્મણકુમાર તથા ૯ વર્ષને ક્ષત્રિયકુમાર પિતાનાં માબાપ તથા ઘરનો ત્યાગ કરી ગુરુના આશ્રમમાં જઈને નિવાસ કરતો હતો, ત્યાં એક પ્રકારની નવીન સૃષ્ટિમાં તેને પ્રવેશ થતો હતો. ગુરુને આમ કુદરતની કઈ કૃપાવાળા સ્થાનમાં–નદીને કિનારે કે કેાઈ વન-ઉપવનમાં સાધારણ રીતે હતો. ગુના આશ્રમવાસી થયા પછી મન, વચન તથા કર્મથી અખંડ બ્રહ્મચર્ય પાળવાની તેને પ્રતિજ્ઞા હતી તથા ગુરુની આજ્ઞામાં રહીને ૬ શાસ્ત્ર તથા ચૌદ વિદ્યાનું. જ્ઞાન તે બાળકને સંપાદન કરવાનું હતું. સ્નાન, સંધ્યા, જપ, હોમ ઇત્યાદિ કર્મો કરવામાં તથા શાસ્ત્રના અધ્યયનમાં ગુરુની આજ્ઞાનુસાર તેને તમામ કાળ નિર્ગમન કરવાનો હતો. ગુરુના આશ્રમમાં યાદવકુમાર શ્રીકૃષ્ણચંદ્ર તથા ગરીબ બ્રાહ્મણને દીકરો સુદામે બને સરખા ગણાતા હતા. ગુરુ તથા ગુરુપત્નીની સેવા કરવી, આશ્રમમાં બાળકો માટે ભિક્ષા માગી લાવવી, વનમાં જઈ પુષ્પ તથા યજ્ઞમાટે ઇન્ધન તેમજ કાણે લાવવાં તથા આશ્રમનાં જળાશયો અને વાટિકાઓ સ્વચ્છ રાખવાં, એ છાત્રોનાં મુખ્ય કર્તવ્ય ગણાતાં. હાથે પાણી ભરી સ્વયંપાકી બનવાનું પણ બ્રહ્મચારીઓને શીખવવામાં આવતું હતું. આ ચિત્ર એક કવિની મનોદશામાંથી ઉભું કરેલું કલ્પનાચિત્ર નથી. પણ આપણી ઇતિહાસપ્રસિદ્ધ સંસ્કારની પ્રણાલીનું સામાન્ય દૃષ્ટાંત છે. રાજાઓના કુમારે, મંત્રીઓ તથા સમૃદ્ધિશાળી વ્યાપારીઓના પુત્રો અને ગરીબના દીકરાઓ સૌ પિતાના ગુરુકુળમાં-પોતાની શાળામાં સરખાપણું ભેગવતા હતા. એક જ પ્રકારને ખરાક, એક જ પ્રકારનું જીવન તથા એક જ પ્રકારની ધર્મભાવના સૌને માટે નિયુક્ત કરવામાં આવેલી હતી. આપણે આર્ય દેશના ગૌરવના મધ્યાહનકાળના આ ચિત્રમાંથી મુખ્ય બે સિદ્ધાંતો તરી આવે છે, કે જે સિદ્ધાંત દરેક આગળ વધેલા દેશમાં અદ્યાપિસુધી સ્વીકારવામાં આવે છે. પ્રથમને સિદ્ધાંત એ છે કે, દરેક વિદ્યાનું શિક્ષણ આપવામાં શિક્ષણ આપનાર પુરુષ પોતે ઉંચા ચારિત્રવાળા તથા વિશુદ્ધ ભાવનાવાળો હોવો જોઈએ; અને જેટલા પ્રમાણમાં શિક્ષણ આપનાર શખ્ત ઉંચી નૈતિક કેટીને હોય, તેટલા પ્રમાણમાં શિક્ષણ વધારે અસરકારક થાય છે. બીજે સિદ્ધાંત એ છે કે, વિદ્યાથી અવસ્થામાં પ્રત્યેક બાળકને શુદ્ધ બ્રહ્મચર્ય પળાવી દુનિયાદારીના ભાગવિલાસથી તેને દૂર રાખી જેટલું બની શકે તેટલું સાદું અને સરળ જીવન ગાળતાં શીખવવું. પ્રાચીન જમાનાના આ બે સિદ્ધાંત પાળવામાં જેટલે અંશે ન્યૂનતા આવે એટલેજ અંશે તે કેળવણીનાં પરિણામો હરકોઈ પ્રજાને ઓછાં સંતોષકારક નીવડે. તે જમાનામાં આવાં ગુરુકુલો અથવા તો ઋષિકુલો તરફ લોકોનો અસાધારણ આદરભાવ હતો અને પ્રજાની ઉદારતા તેમજ રાજ્યની સહાયતા ઉપર આ પ્રકારની સંસ્થાઓના નિભાવ થતું હતું. આવી સંસ્થાઓ ચલાવનારાઓ એવા પવિત્ર પુરુષો હતા કે તેઓને લક્ષ્મી, માન કે સમૃદ્ધિની પરવા ન હતી. તેઓને જ્ઞાનભંડાર એજ તેઓનું સર્વસ્વ ધન હતું, અને તેઓનું બ્રહ્મતેજ એવું અનુપમ હતું કે ચક્રવતી રાજાઓના રાજમુકુટો તેઓના ચરણે અર્પણ થતા હતા. એ જમાનામાં આજની માફક સાધનની તાણ કેઈ પણ વિદ્યાર્થીને પડતી ન હતી. પછીના કાળમાં ગ્રીક, સીથીઅન તથા અરબ અને ત્યારપછી પઠાણ, અફઘાન તથા મેગલોના આ દેશ ઉપર હુમલાઓ ઉપરાઉપર થતાં આર્ય સંસ્કારો ધીમે ધીમે નષ્ટ થવા માંડ્યા.
(તા. ૧૯-૪-૧૯૨૮ ના “લોહાણા હિતેચ્છુ માંથી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com