________________
ww w wwww
w
ગુરુ ગોવિંદના પુત્રોનું બલિદાન યાને આર્ય સંસ્કૃતિનું ભાન! ૩૮૭ નાડીઓમાં કેવળ ધર્મનું રુધિર વહે છે, ધર્મ માટે જ તેઓ જીવે છે. બંને બાળકો વજીરખાનની વાત સાંભળી કાંઈ પણ બોલ્યા નહિ, તેથી તે ગુસ્સે થઈ ગયે અને રૂવાબમાં બોલ્યો કે “ જે તમે જીવવાની ઈચ્છા રાખતા હો તો જલદી મુસલમાન બની જાઓ, નહિ તે દિવાલની અંદર તમને બંનેને જીવતા ચણી લેવામાં આવશે.”
મહાતમા તેગબહાકરના પૌત્રો સામે ધર્મત્યાગ કરવા જેવી અસંભવ વાત ! બંને વીરબાળકેના ચહેરા ધર્મઝનુનથી લાલચોળ જેવા બની ગયા. તેઓ પૈડી વાર તે કંઈ બોલ્યા નહિ. છેવટે મેટા બાળકે કહ્યું “સુબા સાહેબ ! શું તમે જાણતા નથી કે, અમે ગુરુ નાનકદેવના વંશજ : છીએ ? શું તમે એમ સમજે છે કે, અમે ધર્મ વેચીને જીવન રા તુ પ્રાણીઓ છીએ ? શું ગુરુ
વિદસિંહની હયાતીમાં જ તેનાં બાળકે જયારે ત્યારે પણ નાશ પામનારા આ તુચ્છ દેહમાટે પિતાના મેઘા ધર્મને વેચી દઈ શકે? કદી નહિ. મહાશય! આપની ઈરછામાં આવે તેમ કરો! ગમે તો મસ્તક ઉતારી ! ચાહે અમારા એક એક અંગને ટુકડેટુકડા કરી નાખે, પરંતુ ધર્મ ત્યાગ કરવાની આશા સ્વપ્નમાં પણ રાખશે નહિ. અમારી માતાના દૂધનું પાન કર્યું ત્યારથીજ મૃત્યુને ભય અમારા અંતઃકરણમાંથી વિદાય થઈ ગયું છે !”
આટલા નાના બાળકોની આવી નિર્ભય વાણી સાંભળીને વજીરખાન કોધથી સળગી ઉઠવ્યો. તેણે આ બંને બાળકોને દિવાલમાં ચણી લેવા માટે ઘાતકને હુકમ કર્યો. ધાતકે એક દિવાલમાંથી
ડી ઈટો પડાવી નાખી. ત્યાં બંને ભાઈઓને ઉભા કરવામાં આવ્યા, કડીઓને બોલાવી તેમની આસપાસ ઈટાને ગોઠવવા માંડી. ઇતિહાસમાં આટલાં નાનાં બાળકોએ ધર્મ માટે આ મહાન ભોગ આપ્યાના દાખલા ભાગ્યે જ મળશે. દિવાલમાં નિર્ભયતાની મૂર્તિસમા આ બંને બાળકો ઉભા રહ્યા ! દેવતાને પણ દર્શન કરવાની ઈચ્છા થાય, એવું દિવ્ય દશ્ય બની ગયું ! કમર સુધી ઈટો ચણાઈ ગઈ. મુસલમાન હાકેમ સામે ઉભે ઉભે જોયા કરે છે. તેણે કહ્યું “હે અભાગી બાળક ! હજી વિચાર કરે, તમારી સામે એક બાજુ મેરી જાગીર અને ધન-દોલત છે, બીજી બાજુ મૃત્યુ છે! આ બનેમાંથી તમને શું પસંદ છે ? ઇસ્લામ સ્વીકારે તે નિર્ભય બનીને સુખ-ચેનમાં જીવન ગુજારી શકશે; માટે હજી પણ સમજી જાઓ.” જવાબમાં બંને બાળકે હસે છે.
હંમેશાં હુકમ કરવા અને પળાવવાના સ્વભાવવાળા હાકેમ પોતાની વાતનો અનાદર થવાથી વધારે છે અને તેઓને જલદી આ દુનિયામાંથી ગુમ કરી દેવા માટે કડીઆને હુકમ કર્યો. કડીઆએ ગર્દન સુધી ઈટો ગોઠવી દીધી ! ગુરુ ગોવિંદનાં આ ગભરૂ બાળકને આમ નિય રીતે ચાળી નંખાતાં જોઈ દિશાઓ ધ્રુજી ઉઠી અને આસપાસ ઉડતાં પંખીઓ પણ કકળી ઉઠયાં! પરંતુ યવન હાકેમનું પાષાણ હૃદય પીગળે તેમ નહોતું ! જે આ સમયે નેપલીઅન, સિઝર કે સિકંદર જે કઈ દુશ્મન હોત, તો તે આ ધર્મવીર બાળકોની આવી અપૂર્વ વીરતા અને ધર્મપ્રેમ જોઇ મુગ્ધ બની જાત અને છેડી મૂકત ! અરે તેમને અપાય તેટલું માન આપીને પૂજત.. પ્રભુની સૃષ્ટિનાં આવાં અણમોલ રત્નાને ધૂળમાં રોળી નાખત નહિ; પરંતુ અહીં તે હતી અરબ રણમાં ઉત્પન્ન થયેલી અને પૂર અને આત્મવિહોણી ઇસ્લામી સંસ્કૃતિ ! તેને આ બાળકોમાં રહેલી અલૌકિક ધર્મભાવના જોવાને આખોજ હતી નહિ ! હાકેમ તેમને જલદી ખતમ કરી નાખવા માટે કડીઆને ઉપરાઉપરી હુકમ આપવા લાગ્યો ! કીડીઆએ નાના પુત્રના પવિત્ર દેહને ઈટા અને માટીથી ઢાંકી દીધે! મોટાભાઈનું મસ્તક બહાર હતું, તેની આંખોમાંથી અશ્રુબિંદુઓ પડવા લાગ્યાં ! મુસલમાન હાકેમ સમજો કે, બાળક મૃત્યુથી ડરે છે. તેણે કહ્યું “ભાઈ! રડે છે શા માટે? જે હજી પણ ઈસ્લામ સ્વીકારવાને કબૂલ થાય, તે છોડી મૂકવામાં આવશે.”
યવનની આ ઉદારતા!)ને બાળકે શે ઉત્તર આપે ? એ આજકાલના ધર્મભીરુઓ ! આ પાંચ-પચીસના પગાર માટે વારંવાર જાત જાતનાં ટીલાં-ટપકાં કરીને કપાળ બગાડનારા ભવાઈઆઓ ! તમે ધર્મ વેચીને પ્રાપ્ત કરેલા પૈસાવડે ચળકતાં બૂટ-કોલર પહેરીને આ ધરતી માતાને ક્ષણવાર કચડવાનું છોડી દે. આ વીર બાળકની પવિત્ર વાણી સાંભળે ! અને તમારા અંતરનો થોડે ઘણો મેલ ઓછો થવા દે !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com