________________
૩૫૬
શુભસંગ્રહ-ભાગ ત્રીજો
૧૬૮-હું મુસલમાન શામાટે થયો?
( અમેરિકાના સીનેમાનગર હોલીવુડમાં ફિલ્મ ડાયરેકટ કરનાર મશહુર મિ. રેકસ ઈગ્રામે સીનેમાનું જીવન છેડી, ઇસ્લામ ધર્મ પ્રત્યે કયી રીતે શ્રદ્ધા કેળવી અને લાખની આવક છોડી ઈસ્લામનું શરણું કેમ શેડ્યું, તેની રસિક હકીકત આ લેખમાં શ્રી. ઇ-ગ્રામ આપે છે. )
હું ખ્રિસ્તી ધર્મ છોડીને ઇસ્લામને ભેટ છું, તેથી ઘણા મિત્રોને અજાયબી થઈ છે. આમ ઇસ્લામધર્મને આશ્રય લેનારો હું એકજ નથી, મારા જેવા બીજા ઘણું ભાઈ છે. જેને ઈસ્લામધર્મની માહિતી છે, તેઓને ખબર છે કે, ઈસ્લામમાં ક્રાઈસ્ટને બેન મીરીઅમના નામથી સંબોધવામાં આવ્યા છે અને તેમને એક મહાન પયગંબરતરીકે ગણવામાં આવ્યા છે.
શામાટે ધર્મ બદલ્યા ? મેં શામાટે ધર્મ બદલ્યું ? આખી દુનિયા મને પૂછે છે કે, તું મુસલમાન શામાટે થયો ? આનો જવાબ મારી પાસે એકજ છે અને તે એ કે, આખી દુનિયામાં ઇસ્લામ મને સૌથી વધારે શ્રદ્ધા અને આશ્વાસન આપી શકે છે. ભવિષ્યવાદ અને બુદ્ધિવાદનો ઈસ્લામમાં મધુર સંગમ થયે
*
બહસ્તિનાં દર્શન મારા નવા ધર્મની-ઇસ્લામની-ફિલ્સીમાં હું આ તબકકે ઉડે ઉતરવા માગતો નથી. હાલ તે એટલું જ કહેવું બસ થશે કે, હું કંઈ એકલા ક્ષણિક આવેશ કે ઉશ્કેરણીથી ઇસ્લામને શરણે ગયો નથી. ઘણાં વર્ષો સુધી મેં આ આઝાદ ધર્મને અભ્યાસ કર્યો છે. વર્ષો સુધી મારા આત્મા સાથે વાત કર્યા પછી, મારા દિલમાં લાંબા સમય સુધી મંથન થયા પછી જ મેં આ ધર્માન્તરનું પગલું ભર્યું છે. અમને પવિત્ર કુરાન શીખવે છે કે, જ્યારે અમે ગુજર પામશું, ત્યારે બે રસ્તાઓ અમારું શબ તપાસશે અને જો એ શબ વફાદાર અને ધર્મશ્રદ્ધાળુ માલુમ પડશે તે તેના આત્માને બહીસ્તમાં દાખલ કરવામાં આવશે. જો કેઈ બિનવફાદારનું શબ માલૂમ પડશે તે તેને ક્યામતના દિવસ સુધી રીબાવવામાં આવશે.
સ્વર્ગમાં જ્યારે કોઈ પણ જીવ દાખલ થાય છે, ત્યારે તેના માનમાં ત્યાં દબદબાભરી મીજબાની ભરવામાં આવે છે. એ પછી તેને એક અલગ મહેલ કાઢી આપવામાં આવે છે. દરેક આત્માને તેણે દુનિયામાં કરેલી ભલાઈના પ્રમાણમાંજ ભવ્ય મહેલ મળે છે; પણ સ્વર્ગમાં પહોંચેલા નીચા દરજજાના રૂહને પણ ઓછામાં ઓછા ૮૦,૦૦૦ ગુલામે અને ૭૨ ઓરતો તે અવશ્ય મળે છેજ. આ હરીએ અતિશય ખૂબસુરત હોય છે. જીદગીમાં જે રિત હોય છે તે ઉપરાંત આપણને આ સુંદરીઓનો સંગ સાંપડે છે. વળી પાક કુરાને એક મુસલમાનને ચાર સ્ત્રીઓ કરવાની પરવાનગી આપી છે.
ઓરત માટે ઈસ્લામને નથી ભેડ્યો અહીં મારે કબૂલ કરવું જોઈએ કે, બહુ બૈરીઓ મેળવવાની હોંશથી હું મુસલમાન થયું નથી. હું પતે તે ઘણી આરતો સાથે વિહાર કરવાના મતનો પણ નથી. મને તે ઈસ્લામનું બીજી જાતનું આકર્ષણ છે. આ દુનિયામાં આજે પૈસા, મદિરા-દારૂ, કેક, નાચ, ગાન, અયશઆરામ અને હવસી આનંદ ચાલી રહ્યા છે, તેનાથી દૂર રહેવા માટે અને આત્માની શાંતિ મેળવવા માટે
* હિંદુઓનાં પુરાણોમાંથી પણ આવા પ્રકારની વાતે મળી આવશે, પણ જેમ જનસમાજમાં ત્રણ પ્રકારના શ્રોતાઓ (પામર, વિષયી, જિજ્ઞાસુ ) કહ્યા છે; તેમ તેમના ભલા માટે ઉપદેશવચને પણ ત્રણ પ્રકારનાં (ભયાનક, પાચક, યથાર્થ) કહેવાની જરૂર સમજવામાં આવે છે. હેતુ એમાં પલાને નીચે ઉતારવાને નહિ, પણ નીચલી કોટીવાળાને ઉપર ચઢાવવાનો હોય છે. નાના બાળકને ઉંધાડવા માટે ભયાનક વચન કહેવાય તે સાંભળીને બાળ કજ બહીએ છે. યુવાન કે વૃદ્ધ હોતો નથી. તેમ આવાં વચનોથી ઉચ્ચકક્ષ આત્માને નુકસાન નહિ અને બાળજીવાત્માને લાભ જ થાય છે.
ભિક્ષુ-અખંડાનંદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com