________________
બેજન
૩૪૩
૧૮૨–ભાજન
ભેજનસંબંધી અજ્ઞાન અને ઋતુ તથા પ્રકૃતિ પ્રમાણે નિયમિત ભજન નહિ કરવાથી પેટમાં અનેક વિકાર ઉત્પન્ન થાય છે, તેથી દસ્ત સાફ આવતો નથી અને બંધકોશ અથવા
ન થાય છે, સર્વ કોઈ જાણે છે કે, દસ્ત સાફ ન આવવાથી અને પેટના વિકારોને લીધે જ માણસને અનેક જાતના સાધારણ તેમજ ભયંકર રોગ થાય છે. ડૉકટર કે વૈદ્યની પાસે જઈએ છીએ તો તે પ્રથમ એમજ પૂછે છે કે, દસ્ત સાફ આવે છે કે નહિ.
દસ્ત સાફ આવતું હોય તે રોગજ કયાંથી થાય ? પ્રથમ તે દસ્ત ઉતારવાનીજ દવા આપે છે, અથવા જે રોગની દવા આપે છે તેના ભેગી દસ્તની દવા ભેળવી આપે છે. દસ્ત સાફ આવવાથી રોગ પણ શાંત થાય છે. જે રોગ વધારે થાય છે, તે તેને મારી હઠાવો વૈદ્ય કે વેંકટરને પણ ભારે થઈ પડે છે. કોઈ પણ રોગ પેટના વિકારથીજ ઉત્પન્ન થાય છે.
કબજીઆત રહેવાથી આંતરડાં બરાબર કામ કરતાં નથી અને આંતરડાં બરાબર કામ કરતાં નહિ હોવાથી પાચનક્રિયા સારી થતી નથી, તેનાથી લોહી અને વીર્ય સારૂં થતું નથી; લોહીમાં બગાડ થવાથી ફોલ્લા, ખસ વગેરે દર્દ, પાંસળીમાં શૂળ થવું, હાડકાંમાં પીડા થવી, કૅલેરા વગેરે જેટલા રોગે છે, તે બધા પેટના વિકારથી થાય છે; પરંતુ માણસ અજ્ઞાનતાને લીધે તે તરફ કંઇ પણ ધ્યાન આપતો નથી; અને તેને સાધારણ સમજીને મહાન રેગમાં સપડાઈ દુઃખ ભોગવે છે.
કબજીઆત એ બહુજ ભારે દર્દ છે, તેથી તેનાથી હરઘડીએ બચવાનું ધ્યાનમાં રાખવું જોઈએ. આપણા દેશમાં કઈ પણ ઘર આ રોગવિનાનું રહ્યું નથી. દરેક ઘેર કોઈ ને કોઈ માણસને આ રોગની ફરિયાદ હોય છે જ; તેથી આ રોગને સાધારણ નહિ સમજતાં તેના ઉપાય સર્વેએ કરવા જ જોઈએ.
માણસે નિરોગી અને દીર્ધાયુ થવાને આ એકજ સરળ ઉપાય છે કે રોજનો આહાર-વિહાર વિચારપૂર્વક જ કરવો અને ઋતુ તથા પ્રકૃતિ પ્રમાણે ભોજન કરવું.
ઉપરની રીતે ભોજન નહિ કરવાથી મનમાં ગ્લાનિ પેદા થાય છે, અપ્રસન્નતા રહે છે, શરીરમાં સુસ્તી, બેચેની, કોઈ પણ કામમાં મન ન લાગવું, માથું દુ:ખવું, નિર્બળતા, મનમાં અનેક પ્રકારના સંકલ્પ-વિકલ્પ થવા, ખરાબ વ્યસને તરફ મનનું જવું વગેરે અનેક પીડાઓ થાય છે; પણ માણસ જાણતો નથી કે, આનું કારણ શું છે?
યકૃત અને પ્લીહા, હદય તથા ફેફસાં ઉપર કબજીઆતની ખરાબ અસર થાય છે, વીર્યમાં પણ અનેક વિકારો પેદા થાય છે. પ્રમેહ, રવપ્નદોષ, હરસ વગેરે સામાન્ય તેમજ ભયંકર રોગો પણ આજ કારણે થાય છે. રોજ દસ્ત સાફ ન આવવાથી પેટમાં મળ એકઠા થાય છે, તેથી દુર્ગધવાળો વાયુ લેહીમાં મળી આખા શરીરમાં ફેલાઈને શરીરને રોગી બનાવે છે; આ રીતે કબજીઆતથી જ અનેક રોગો ઉત્પન્ન થાય છે.
સ્ત્રી, પુરુષ, બાળક, વૃદ્ધ, એ બધાંને પેટનાજ વિકારથી રેગ થાય છે. પરંતુ જ્યાં સુધી તે રોગ શરીર ઉપર પૂરેપૂરો જામી જતો નથી, ત્યાં સુધી લોકે અજ્ઞાનતાને લીધે તેની પરવા પણ કરતા નથી; તેથી દસ્ત હમેશાં સાફ આવે એ અત્યંત જરૂરનું છે. હમેશાં બરાબર પચી જાય તેવું ભોજન કરવું જોઈએ. કેમકે –
ભજનના અજ્ઞાનથી જ કબજીઆત થાય છે. જરૂર કરતાં વધારે ભોજન કદાપિ કરો નહિ. ભૂખ્યા રહેવા જેટલું બહુજ ઓછું ભોજન પણ કરે નહિ. જરૂર કરતાં વધારે વસ્તુઓ કદી ખાઓ નહિ.
શરીર તંદુરસ્ત હોય છે તેથી પણ વધારે બળવાન થવા માટે ભૂલે ચૂકે પણ નકામી દવાઓ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com