Book Title: Shubh Sangraha Part 03
Author(s): Bhikshu Akhandanand
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 384
________________ ૩૬૮ શુભસંગ્રહ-ભાગ ત્રીજો ૧૭૫–વીર બનો લગભગ ઈ. સ. ૧૬૮૦ ની વાત છે. એક દિવસ એક અંગ્રેજ બાલક વાઈટીપના બ્રાન ચર્ચ નગરની એક દરજીની દુકાને બેઠો બેઠે કામ કરતો હતો. દુકાનનો માલિક ક્યાંક બહાર ગયો હતો. એ બાળક તે ત્યાં હજ. સય-દોરે છોડીને તે ખૂબ ધ્યાનપૂર્વક પોતાની સામે દર સુધી લહેરાતા સમુદ્રના આસમાની જળની શોભા નિહાળવા લાગે. તે માતાપિતારહિત એક કંગાલ અનાથ બાળક હતો. પાદરીઓએ તેને પાળી-પોષીને એક દરજીની દુકાને શિવણકામ શીખવા મૂક્યો હતો, પરંતુ સોય-દોરા સાથે માથું ફોડવાનું તેને પસંદ ન હતું. આસમાની સમુદ્રમાં પ્રથમ તે તેને શઢ દેખાયા. ત્યારબાદ જ મોજાં વિધતું, મસ્તાની ચાલથી ચાલતું તેને દૃષ્ટિગોચર થયું. બાળક દુકાનેથી ઉઠીને નાઠ, દોડતો દોડતે સમદ્રતીરે આપે. ત્યાં એક નાનકડી હોડી હતી, તેના ઉપર કૂદકો મારીને તે ચઢી બેઠો. નાનકડા પરંતુ દઢપ્રતિજ્ઞ બાહુઓથી ચાલતી હેડી મને વિંધતી, તીરની પેઠે ચાલી નીકળી. બાળક જળ-સેનાપતિ પાસે હાજર થયો. તે સમયે લડાયક જહાજમાં રહેવું એ બહુ જોખમભર્યું ગણાતું હતું. તેમાં કેઇ એકદમ ભરતી થવા ઇછતું નહિ. બાળકને તેને ભરતી થવાના વારંવાર આગ્રહ જોઈને કેાઈ ‘ના’ કહે બીજે જ દિવસે તેની પરીક્ષાનો સમય આવ્યો. તે વખતે ફાંસ અને ઇંગ્લેંડ વચ્ચે ભારે દુશ્મનાવટ હતી. સૂર્યોદય થતાંજ કાન્સનાં લડાયક જહાજે સાથે આ જહાજોનો ભેટો થઈ ગયો. જે કે બાળક જહાજમાં નો નવોજ આવ્યો હતો અને આ પહેલાં તેણે લડાઈની ભયંકરતા કદી [ ન હતી, પણ તે જરા પણ ગભરાયો નહિ. પિતાના અમલદારના હુકમ પ્રમાણે તે દોડી દોડીને પોતાનું કામ કરતો હતો. ઉત્તેજનાને સમયે પણ તે જરા પણ ચલિત થતો નહિ. ઘણી વાર સુધી લડાઈ ચાલી. બાળકે કંટાળી જઇને એક ખલાસી સાથીને પૂછયું કે “ આપણને શી રીતે ખબર પડે કે, આપણે દુશ્મનો હવે હારી ગયા?” - ખલાસીએ ફ્રેન્ચ સેનાપતિના જહાજના શઢની ટોચે ઉડતી ધજા તરફ આંગળી ચીંધીને કહ્યું કે “જે, જયારે પેલી ધજા નીચે ઉતારી લેશે ત્યારે અમે માનીશું કે, દુશ્મન હારી ગયા, અને અમારી જીત થઈ.” બસ એટલાથીજ ?' એમ કહીને બાળક ત્યાંથી જલદીથી નીકળી ચાલ્યો. તે જમાનામાં બન્ને પક્ષનાં જહાજો બહુ પાસે પાસે રહીને લડતાં હતાં. એક પક્ષનાં જહાજ બીજા પક્ષનાં જહાજે ઉપર ચક્કર લઇને ગળા-ગોળી વરસાવતાં હતાં. અને બીજા જહાજ ઉપર જબર્દસ્તીથી ચઢીને કબજે લેવાની કોશીશ કરતા હતા. ફ્રેન્ચ સેનાપતિનું જહાજ બાળકવાળા જહાજની પાસે જ હતું. બાળક બેધડક કુદીને તેના ઉપર ચઢી ગયો. પછી છાનોમાને બને તરફની ગોળીઓની પરવા કર્યા સિવાય દોરડાની સીડી ઉપર થઈને શઢની ટોચ ઉપર જઈ પહોં, કાળજીપૂર્વક ધજા ઉતારી લીધી અને બિલ્લીની પેઠે સંતાતો છુપાતો પિતાના જહાજમાં આવી પહોંચ્યો. બન્ને સેનાઓમાંથી કેઈએ પણ તેને જ આવતે ન દેખ્યો! એહ ! કેટલી ભારે વિરતા ! બન્ને બાજુથી સણસણાટ કરતી ગોળીઓ છૂટે છે, તો અગ્નિ વરસાવી રહી છે, એક પક્ષવાળા બીજા પક્ષવાળાને દેખતાં જ મારી નાખવામાં તે રાક્ષસોને પણ ભૂલાવી દે છે. જે એક પણ ગોળી, ભલેને ગમે તે પક્ષની (કેમકે તે દુશ્મનના જહાજ પર હતો અને અજાણે પોતાના જ માણસની ગોળી તેને લાગવાનો સંભવ હતે.) તેને વાગત યા તે સામા પક્ષવાળા તેને માત્ર દેખતજ, તો શું તેના ટુકડાનેય પત્તો લાગત ? અંગ્રેજ સૈનિકોએ ફ્રેન્ચ જહાજ પર ધજા ન દીઠી. તેઓ ફૂલ્યા ન સમાયા, તેમણે માન્યું કે દુશ્મનોએ હાર કબૂલ કરી છે. એક જ વાર ઉત્સાહ અને ઉમંગમાં આવી જઈને તેઓ કેન્ય જહાજે ઉપર કૂદી પડવ્યા. તેમના આ અચાનક હુમલાથી ફ્રેન્ચ સેના બહાવરી બની ગઈ. તેમના તપવાળાઓ તો છોડીને ઉભી પૂછડીએ નાઠા. ક્ષણભરમાં ફ્રેન્ચ જહાજો ઉપર અંગ્રેજોને કબજો થયે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432