________________
A
AAAAAA
ગુજરાતનો એક તિર્ધર
૩૬૩ શિવને પ્રણિપાત કરી કાર્યા. મહાદેવે આકાશવાણી વડે હેમચંદ્રની વિદ્વત્તા વખાણ. કેવી રીતે. તે કોયડો મધ્યકાલના મુત્સદ્દીએ ઉકેલી શકે? પરિણામે કુમારપાલે માંસ-મદિરા ત્યાખ્યાં. સૂરિએ જૈન અને બ્રાહ્મણે વચ્ચે ઝાઝે ભેદ માન્ય હોય એમ લાગતું નથી. | હેમચંદ્રની સત્તા વૃદ્ધ રાજાપર વધતી ગઈ, વૃદ્ધ રાજા સૂરિનાં પ્રવચન સાંભળી રહ્યો. સંવત : ૧૨૧૩ માં તે પરમ શ્રાવક થયો. સંવત ૧૨ ૧૬ ના અરસામાં-લગભગ ૬૫ વર્ષ-કુમારપાલ જૈન થયો. યશપાલ મંત્રીએ એ પ્રસંગને અમર કરવા “મેહરાજ પરાજયનું નાટક લખ્યું, જેમાં કુમારપાલને કાલ્પનિક “કૃપાસુંદરી' જોડે પરણાવ્યો છે.
આ સમયે સૂરિની વિદ્વત્તા પણ પૂરેપૂરી પ્રકાશી રહી હતી. “અલંકારચૂડામણિ” “દાનુશાસન દેશી નામમાલા” “ગશાસ્ત્ર' વગેરે કૃતિઓ આ સમયની તેની પ્રવૃત્તિના ફળરૂપ ગણી શકાય.
સરિના હાથમાં ધીમે ધીમે બધી રાજ્યસત્તા આવી; અને ગુજરાતમાં જિનશાસને પ્રસારી જીવનનું સ્વપ્ન સિદ્ધ કરવા તેણે પ્રયાસ કર્યો. હેમચંદ્રાચાર્યે ગુજરાતને ધાર્મિક વ્યક્તિત્વ આપવાનો ક્રમ શરૂ કર્યો. રાજ્ય કરવાનો અધિકાર મળ સહેલ છે, પણ પિતાની ભાવના પ્રમાણે જ રાજ્યની રચના કરવાનો લહાવો કઈકને જ મળે છે. કુમારપાળના સમયમાં આ લહાવો હેમચંદ્રને મળ્યો.
હિંદની શ્રમણભાવનાનું એક પ્રબલ સાધને તે જિનશાસન અને તેનો પરમ મંત્ર તે અહિંસા. અજ્ઞાન ને તેફાનના જમાનામાં-જ્યારે મુસલમાનો ઉત્તરમાં હિંદુરાજ્યો જોડે આથડતા હતા ત્યારે-શ્રમણ ભાવનાના અવતારરૂપ બનેલા હેમચંદે ગુજરાતને અહિંસા ભૂમિ કરવા માંડી. માંસ અને મદિરાનો ઉપયોગ બંધ થયે; યજ્ઞમાં માંસને બદલે ધાન્ય નખાતું થયું; પાંડુરંગ: બ્રાહ્મણોને શ્રાવકની માફક રહેવાની આજ્ઞા થઈ શિકાર બંધ થયે; જૂ મારનારના ધનવડે “કાવિહાર બંધાયે; લાલોક ચચ આગળ કાચું માંસ મૂકનારને દેહાંત દંડ થયે; ચિત્ય, ઉપાયો
વિહારો બંધાવા લાગ્યા: અહંતની રથયાત્રા કરવાને શ્રાવકાને હક મળે, લશ્કર વેખેિરી નાખવામાં આવ્યું; અમારી શેષણ થઈ બલરીથી અહિંસાનું સામ્રાજ્ય જામ્યું. * કુમારપાલે શિવધર્મ તો નહિ. તેણે શિવાલયો પણ બંધાવ્યાં; તે સમયના બ્રાહ્મણ ભાવ બહસ્પતિને સત્કાર સદાય કર્યા કર્યો અને માહેશ્વર કૃપાગ્રણિ” નું બીરૂદ પામે; પણ તે વૃદ્ધ હતો. સબળ અને પ્રભાવશાળી પુરુષોને ખુશ રાખી શાંત રીતે જીવન વિતાવવાનો પ્રયોગ તેણે આરંભ્યો લાગે છે. એક પ્રસંગે આખું રાજ્ય પણ ગુરુને ચરણે તેણે ધર્યું. તપસ્વી ગુરુએ તે લીધું નહિ, પણ રાજાને આજ્ઞા કરવાનો અધિકાર સ્વીકાર્યા.
સુરિ સરસ્વતીને સેવ્યાજ ગયા. “ત્રિષષ્ટિશલાકા પુરુષ” “અભિધાન ચિંતામણિ” “અનેકાર્થ કોષ' વગેરે કૃતિઓ વૃદ્ધાવસ્થામાં પણ તેમની કીતિ વધારી રહ્યાં. ગુજરાતી મોઢ વાણીઆની પ્રતાપી મેધાના ચમકારા ચારે તરફ પ્રસર્યા-વ્યાકરણું ને અલંકારના ક્ષેત્રમાં ગુજરાતના આ વિઠાનના શિરેમણિને આખા આર્યાવર્તે સન્માનવા માંડયા.
કુમારપાલે “ પરમહંત ” ને “પરમશ્રાવક' ના બિરૂદ શોધવા જતાં-ગુજરાતને અહિંસાભૂમિ કરવા જતાં બધું ખોયું. ભયંકર સિદ્ધરાજનું વિશાળ સામ્રાજ્ય વૃદ્ધ ને “મહારાજ પરાજય ” કરવામાં મશગુલ રાજાના રાજ્યમાં ટકી શકે એમ નહોતું. તે ત્રટયું. પાટણ નિર્બળ થયું. વિજયપ્રયાણનું સ્થાન રથયાત્રાઓએ લીધું. ગુજરાતનું ગૌરવ પરવારી ગયું. હેમચંદ્ર જીવનભર સેવેલા સ્વપ્નાની સિદ્ધિ અને ગુજરાતની મહત્તાને અસ્ત બે સાથેગાં થયાં.
એક ચોમાસું આવ્યું અને રાજાએ ગુરુની આજ્ઞાથી વ્રત લીધું—પાટણ નહીં છોડવાનું.. મુસલમાન સૈન્ય ચઢી આવ્યું. દેશ બચાવવા કાંઈ વ્રત ભંગાય ? શિષ્ય ગુરુ પાસે ગયો અને મદદ માંગી. ગુરુની મંત્રસિદ્ધિથી મુસલમાન રાજાની પાલખી ઉડતી ઉડતી ત્યાં આવી, અનાર્ય રાજા જાગ્યો ને ગુરુને પ્રણિપાત કર્યા; પિતાના રાજ્યમાં છ મહિના જીવહિંસા ન કરવા દેવાનું વચન આપ્યું; ને કેમે કરતાં. છૂટ. ગુજરાતની મહત્તાને પૂજક અને વાસ્તવિક ઇતિહાસનો સંશોધક આ દંતકથામાં રહેલું રહસ્ય જેઈ આંસુ સારે તે શી નવાઈ ? ' સૂરિ સંવત ૧૨૨૯ સુધી ચોર્યાસી વર્ષ જીવ્યા અને કુમારપાલ ગુજરી ગયા તેના થડ - મહિના પહેલાં કાળ કર્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com